Select Page

જનભાગીદારીમાં ૧૦ સોસાયટીમાં બ્લોક-સીસી રોડનુ કામ થશે

જનભાગીદારીમાં ૧૦ સોસાયટીમાં બ્લોક-સીસી રોડનુ કામ થશે

મુખ્યમંત્રીએ વિસનગર પાલિકાને રૂા.૧.૫૨ કરોડ ફાળવ્યા

અત્યારે જનભાગીદારીમાં થતા વિકાસ કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ૮૦ઃ૨૦ ની સ્કીમમા વિસનગરની ૧૦ સોસાયટીઓએ વિકાસ કામના ખર્ચમાં ૨૦ ટકા રકમ ભરી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વરા ૧.૫૨ કરોડની ગ્રાન્ટ ફાળવતા શહેરની આ સોસાયટીઓમાં સીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાનુ કામ થશે. જેમાં ફક્ત સોના ટાઉનશીપમાજ રૂા.૧.૧૯ કરોડના ખર્ચે સીસી રોડ બનશે.
પાલિકાઓમાં વિકાસ કામમા જનભાગીદારી યોજનાઓને પ્રાધાન્ય આપવા માટે સરકાર દ્વારા ૮૦ઃ૨૦ ની સ્કીમ ચાલી રહી છે. જેમાં જે સોસાયટીમાં વિકાસ કામ કરવાનુ હોય તે સોસાયટી એસ્ટીમેટના ૨૦ ટકા રકમ ભરે તો સરકાર દ્વારા ૭૦ ટકા તથા પાલિકા દ્વારા ૧૦ ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ યોજનામા સોસાયટીના રહિસો લાભ લે તો વિકાસ કામમાં ૮૦ ટકા ગ્રાન્ટ મળતી હોય છે. વિસનગર પાલિકા વિસ્તારની ૧૦ સોસાયટી દ્વારા સીસી રોડ તથા બ્લોક લગાવવા માટે ૨૦ ટકા રકમ ભરી હતી. જેની ગ્રાન્ટ માટે પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરો તથા મહાનગરોમાં ઈઝ ઓફ લીવીંગ વધારવા માટે એકજ દિવસમાં એક સાથે રૂા.૫૩૭ કરોડ વિવિધ વિકાસ કામ માટે મંજુર કર્યા હતા. જેમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સીસી રોડ તથા પેવર બ્લોક લગાવવાના ૧૦ કામ માટે રૂા.૧.૫૨ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. વિસનગર પાલિકાના ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી જનભાગીદારી યોજનાને પ્રોત્સાહન આપતા ૧૦ સોસાયટી દ્વારા વિકાસ કામના એસ્ટીમેટની ૨૦ ટકા રકમ ભરવામાં આવી હતી. મોટાભાગના વિકાસ કામમા સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો કે આગેવાનોને ભલામણ કરવી પડતી હોય છે. જ્યારે જનભાગીદારી યોજના એવી છેકે જેમાં સોસાયટી જો ૨૦ ટકા રકમ ભરે તો કોઈને પણ આજીજી કર્યા વગર વિકાસ કામની સ્યોરીટી મળે છે.
જનભાગીદારીમાં ૨૦ ટકા રકમ ભરનાર કંઈ સોસાયટીમા કયા વિકાસ કામ અંદાજીત કેટલી રકમમા થશે તે જોઈએ તો, (૧) સોના ટાઉનશીપ એ વિભાગમાં રૂા.૨૮,૦૭,૬૬૬/- ના ખર્ચે સીસી રોડ (૨) સોના ટાઉનશીપ બી વિભાગમાં રૂા.૩૩,૫૩,૩૮૦/- ના ખર્ચે સીસી રોડ (૩) સોના ટાઉનશીપ સી વિભાગમાં રૂા.૨૫,૮૧,૦૪૦/- ના ખર્ચે સીસી રોડ (૪) સોના ટાઉનશીપ ડી વિભાગમાં રૂા.૩૧,૬૦,૫૦૦/- ના ખર્ચે સીસી રોડ તથા કોમન પ્લોટમાં પેવર બ્લોક (૫) શાસ્ત્રીનગર સોસાયટીમાં રૂા.૨,૪૯,૭૭૦/- ના ખર્ચે બંગલા નં.૧ થી ૫ સુધીનો આર.સી.સી. રોડને જોડતો સીસી રોડ (૬) તિરૂપતી પંચશીલ રેસીડન્સીમાં રૂા.૮,૨૮,૦૧૦/- ના ખર્ચે પેવરબ્લોક (૭) કલ્યાણ બંગ્લોઝ વિભાગ સી મા રૂા.૩,૪૨,૦૮૦/- ના ખર્ચે સીસી રોડ (૮) મહેસાણા રોડ ગાયત્રીનગર સોસાયટી વિભાગ બી મા રૂા.૪,૭૨,૪૨૦/- ના ખર્ચે પેવરબ્લોક (૯) પૂજા બંગ્લોઝ કોમન પ્લોટમાં રૂા.૧૦,૯૩,૪૮૦/- ના ખર્ચે પેવરબ્લોક તથા (૧૦) થલોટા રોડા રાધે બંગ્લોઝમાં રૂા.૩,૪૫,૫૪૦/- ના ખર્ચે સીસી રોડ તથા રોડની બન્ને બાજુ પેવર બ્લોકની કામગીરી થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us