Select Page

આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય, વિસનગર શહેર આંજણા ચૌધરી સમાજ મંડળ અને દાતાઓના સહયોગથી ચૌધરી સમાજની ૭૫૧ દીકરીઓને મફત સર્વાઇકલ રસીકરણ કરાશે

આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય, વિસનગર શહેર આંજણા ચૌધરી સમાજ મંડળ અને દાતાઓના સહયોગથી ચૌધરી સમાજની ૭૫૧ દીકરીઓને મફત સર્વાઇકલ રસીકરણ કરાશે

આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય દ્વારા દાતાઓના સહયોગથી આંજણા ચૌધરી સમાજની ૯ થી ૧૪ વર્ષની દીકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા આવનાર સમયમાં મફત રસીકરણ કરવામાં આવશે. જે બાબતે લાડલી દીકરી સ્વાસ્થ્ય રક્ષા પર્વ સર્વાઇકલ રસી માર્ગદર્શન – જાગૃતિ સેમિનારોનો વિસનગર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો.
વિસનગર અને વિજાપુર આ બંને તાલુકા માંથી ૬૫ જેટલી દીકરીઓનું રજીસ્ટ્રેશન નોંધાયું હતું. જેમાંથી ૩૫ જેટલી દીકરીઓએ આ સેમિનારમાં માતા પિતા સાથે હાજરી આપી હતી. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.રીટાબેન ચૌધરી એ સર્વાઇકલ રસી ની જરૂરિયાત તેમજ ગર્ભાશય કેન્સર બ્રેસ્ટ કેન્સર જેવા વિષયો ઉપર દીકરીઓ અને માતાઓ સાથે અંગતમાં બેસી વિશેષ માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત એન.ડી. ચૌધરી(ઈશ્વરપુરા બદપુરા)એ સર્વાઇકલ રસીના આ ભગીરથ કાર્યમાં રૂા.૨,૦૦,૦૦૦/- નું માતબર દાન આંજણા યુવક મંડળને જાહેર કર્યું હતુ. ડૉ.હિરેનભાઈ, સંસ્થાના પ્રમુખ કે.કે.ચૌધરી, વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, અર્બુદા ક્રેડિટ સોસાયટીના ચેરમેન નારાયણભાઈ, દિલુભાઈ ચૌધરી (પ્રમુખ, આજણા યુવક મંડળ), પ્રિન્સિપાલ દિપકભાઈ દેસાઈ સહિતના તમામ મહેમાનોએ સમાજ ઉપયોગી કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગમાં આંજણા યુવક મંડળને વિસનગર શહેર ચૌધરી સમાજના પ્રમુખ બાબુભાઈ, મનોજભાઈ તથા ટીમ દ્વારા જે સહકાર આપવામાં આવ્યો એ બદલ વિસનગર શહેર ચૌધરી સમાજના સૌ હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિસનગર શહેર ચૌધરી સમાજ મંડળ અને આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આદર્શ વિદ્યાલય, વિસનગરના પ્રાર્થના હોલમાં સર્વાઇકલ કેન્સરની રસી માટેનું રજીસ્ટ્રેશન અને જાગૃતિ અંગેના કાર્યક્રમમાં બંને સંસ્થાઓના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં શહેર સમાજના ચૌધરી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ ચૌધરી અને સાગરભાઇ ચૌધરીએ કર્યુ હતુ.