Select Page

લાંચિયો પુરવઠા મામલતદાર પકડાયા પછી ખેરાલુ મામલતદાર ઓફિસ અને પુરવઠા શાખાને તાળા

લાંચિયો પુરવઠા મામલતદાર પકડાયા પછી ખેરાલુ મામલતદાર ઓફિસ અને પુરવઠા શાખાને તાળા

ખેરાલુ મામલતદાર કચેરીમાં અનેક શાખાઓ આવેલી છે. જે પૈકી લાંચિયો પુરવઠા મામલતદાર ધર્મેન્દ્ર મહેતા ACBની ટ્રેપમાં ૧૦ હજાર રૂપિયા લેતા રંગેહાથે પકડાઈ જતા પુરવઠા શાખાને તેજ દિવસે તાળુ મારી દેવામાં આવ્યુ છે. ખેરાલુ મામલતદાર રજા ઉપર હોવાથી તેમની ઓફિસને પણ તાળુ મારેલુ છે.
ખેરાલુના લાંચિયા પુરવઠા મામલતદાર ધર્મેન્દ્ર મહેતા લાંચ લેવાના કેસમાં ઝડપાયો તે દિવસથી પુરવઠા કચેરીની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. રેશનીંગ કાર્ડ માટે દરરોજ અસંખ્ય લોકો આવતા હોય છે. પરંતુ લાંચિયા અધિકારી પકડાઈ જવાને કારણે પુરવઠા શાખાને તાળુ મારી દેતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે. મામલતદારે ચાર્જ આપ્યો છે પરંતુ મામલતદાર ઓફિસના તમામ નાયબ મામલતદારો કોઈ કામગીરી કરતા હોય તેવુ લાગતુ નથી. ખેરાલુ ધારાસભ્ય તેમજ સરદારભાઈ ચૌધરી દ્વારા પુરવઠા શાખાનુ તાળુ ખોલી રાબેતા મુજબ કામગીરી થાય તેવી કાર્યવાહી કરાવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. લાંચિયો અધિકારી પકડાયો તેની સજા પ્રજા શુ કરવા ભોગવે? મહેસાણા કલેક્ટરશ્રી યુધ્ધના ધોરણે પુરવઠા નાયબ મામલતદારની નિમણુક કરી રાબેતા મુજબ કાર્યવાહી શરૂ થાય તેવી કાર્યવાહી કરેતો સારુ. માર્ચ મહિનો આવે ત્યારે તેની શરૂઆતમાં સસ્તા અનાજની દુકાનદારોને અનાજનો જથ્થો ફાળવવા માટે હુકમ કરાય છે. લાંચિયા પુરવઠા નાયબ મામલતદાર પકડાતા નવા મહિનામાં ગોડાઉનમાંથી કોઈ દુકાનદારને અનાજની ફાળવણી કરાઈ નથી. આવુ ક્યાં સુધી ચાલશે? સમયસર દુકાનદારને અનાજનો જથ્થો ન ફળવાયતો ખેરાલુ તાલુકાની ગરીબ પ્રજા હોળીના તહેવારમાં પરેશાન થશે તેની જવાબદારી કોની કહેવાશે?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us