Select Page

વિસનગરમાં આધારકાર્ડ કેવાયસી માટે અરજદારોને હાલાકી

વિસનગરમાં આધારકાર્ડ કેવાયસી માટે અરજદારોને હાલાકી

વિસનગર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડમાં સુધારો અને કે.વાય.સી. કરવા અરજદારોની લાંબી લાઈનો લાગે છે. જેમાં કેટલાક અરજદારોતો કચેરીના ધક્કા ખાય છે. ત્યારે મામલતદાર એફ.ડી.ચૌધરીએ આધારકાર્ડના કામ માટે વધુ એક કોમ્પ્યુટર કીટ કાર્યરત કરે તેવી અરજદારોની માગણી છે.
આજે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે આવકના દાખલા, ક્રીમીલેયર સર્ટી, જાતિનો દાખલો, આધારકાર્ડ જેવા પુરાવા જરૂરી છે. જેમાં સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતી લેવા માટે આધારકાર્ડ કે.વાય.સી. કરાવવુ ફરજીયાત છે. જેના કારણે વિસનગર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં દાખલાના અરજદારો કરતા આધારકાર્ડના કામ માટે આવતા અરજદારોની સવારથી લાંબી લાઈનો લાગે છે. ત્યારે બે કોમ્પ્યુટર ઓપરેટરો સાંજ સુધી આધારકાર્ડનું નિષ્ઠાપુર્વક કામ કરે છે. પરંતુ સર્વરના ધાંધીયાના કારણે વારંવાર આધારકાર્ડની કામગીરી ખોટવાય છે અને અરજદારોને કલાક સુધી બેસી રહેવુ પડે છે. ઘણીવાર તો અરજદારોને બીજા દિવસે કચેરીમાં ધક્કો ખાવો પડે છે. આધારકાર્ડના કામ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમય વેડફી લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ત્યારે મામલતદાર એફ.ડી.ચૌધરી અરજદારોને પડતી હાલાકી દુર કરવા વધુ એક આધારકાર્ડની કોમ્પ્યુટર કીટ કાર્યરત કરવાની કાર્યવાહી કરે તેવી અરજદારોની માગણી અને લાગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us