વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ગ્રીન એમ્બેસેડરનુ પર્યાવરણ જાગૃતિ કાર્ય
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે ગ્રીન ગ્લોબલ બ્રીગેડના સહયોગથી પર્યાવરણ જાળવણી અને જાગૃતિ માટે હંમેશા તત્પર એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનના ૭પ મા જન્મદિને ૭પ૦ વૃક્ષના રોપાનુ વિતરણ કરવામા આવ્યુ. ર.જો.પટેલ નુતન સર્વ વિદ્યાલય કાંસામા શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તથા અન્ય શિક્ષકોએ રોપાનુ વિતરણ કર્યુ હતુ. શાળાના દરેક વિદ્યાર્થીને એક વૃક્ષનો રોપો આપીને ફરજીયાત વાવણી અને જાળવણી કરે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. શાળાના બાળકો વૃક્ષનુ મહત્વ સમજે અને પર્યાવરણનુ જ્ઞાન મેળવે તે હેતુથી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે ર૦ વર્ષ પહેલા કાંસા ગામના આચાર્ય કમલેશભાઈ તથા ગોઠવા ગામની આચાર્ય સુરેશભાઈના સહયોગથી બાળ દત્તક વૃક્ષ યોજના શરૂ કરવામા આવી હતી. હાલમાં ગુજરાત સરકારે દરેક સ્કુલમા આ યોજના શરૂ કરી છે.