Select Page

સતલાસણામાં હરઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા યોજાઈ

સતલાસણામાં હરઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા યોજાઈ


કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસની ૧૫મી ઓગષ્ટ પહેલા ૧૧-૮-૨૦૨૫ થી દરરોજ હરઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા આદેશ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો અને ચુંટાયેલી પાંખના સત્તાધિશો સાથે રાજ્યના પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ, સ્કુલ કોલેજ, એન.સી.સી. કેડેટ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજવા પ્રાંત અધિકારી ખેરાલુ દ્વારા આદેશ કરાયો હતો.
સતલાસણા ખાતે તા.૧૧-૮-૨૦૨૫ના રોજ ૬૦૦ ઉપરાંત આગેવાનો, કાર્યકરો, સ્કુલના બાળકો તથા સમાજના અગ્રણીઓ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. જે પુથ્વીરાજ ચોકથી પોલીસ સ્ટેશન સુધી યોજાઈ હતી. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા રાજુભાઈ ચૌધરી, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ (ગોઠડા), હસમુખભાઈ મેવાડા (કોઠાસણા), સર્વદાનસિંહ ચૌહાણ (નાનીભાલુ), આનંદભાઈ ગૌસ્વામી (મુમનવાસ), સહદેવસિંહ ચૌહાણ (સતલાસણા), વિશાલભાઈ પરમાર (સતલાસણા), નરેશભાઈ પટેલ (સતલાસણા), સતલાસણા સરપંચ પતિ રમેશભાઈ પટેલ, ટી.ડી.ઓ. દ્રષ્ટિબેન તથા સ્ટાફ, મામલતદાર ચાવડા તથા સ્ટાફ, તાલુકા આરોગ્ય અધિકારી કેતુલભાઈ પટેલ, કે.એમ. કોઠારી હાઈસ્કુલના પ્રિન્સીપાલ ડી.ડી.પટેલ, સ્કુલના શિક્ષકો વિદ્યાર્થી ભાઈ બહેનો સહીત ૬૦૦ ઉપરાંત લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમજ તિરંગા યાત્રામાં ઉપસ્થિત તમામને પેંડા ખવડાવ્યા હતા.