જ્યોતિ ગૃપનુ બ્લડ બેંકને રૂા.૧૧ લાખનું માતબર દાન
બ્લડ બેંકના ફાઉન્ડર ચેરમેન મિહિરભાઈ જોશી દ્વારા નવીન બ્લડ બેંકમાં આર્થિક સહયોગ
કોઈપણ સંસ્થાના સ્થાપક હોદ્દેદાર તે સંસ્થાના માતા પિતા સમાન છે. કારણ કે આ સ્થાપકોએ આ સંસ્થાનો ઉદ્ભવ કર્યો હોય છે. જ્યારે જ્યારે પોતાની સ્થાપિત સંસ્થાઓ ખૂબજ ફૂલે ફાલે, ત્યારે સૌથી વધુ ગર્વ તે સ્થાપકોને હોય છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર મિહિરભાઈ જોશીનો બ્લડ બેંકની સ્થાપનામાં ખુબજ મહત્વનો રોલ હતો. તેમની સાથે સમગ્ર જ્યોતિ હોસ્પિટલ ગ્રુપ પણ જોડાયેલું હતું. સ્થાપક ટ્રસ્ટીઓએ વિસનગર વોલન્ટરી બ્લડ બેંકની સંચાલન કરવાની કમાન કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન અને સ્વસ્તિક મિત્ર મંડળને અર્પણ કરી હતી. જેમાં રાજુભાઈ કે.પટેલ(આર.કે.) ચેરમેન તરીકે અને કિર્તીભાઈ જે.પટેલ કલાનીકેતન મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અને તેમનું સમગ્ર ગૃપ આ બ્લડ બેંકનું સંચાલન કરી રહ્યું છે. ડોક્ટર મિહિરભાઈ જોશી અને તેમના ગૃપે આ નવી ટીમ થકી વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનો હરણફાળ વિકાસ જોઈ ખુબજ પ્રભાવિત થયા છે. તેમના જ્યોતિ ગૃપ દ્વારા વિશ્વમંગલ ટ્રસ્ટ સંચાલિત, મેડિકલ એન્ડ સર્જીકલ રિસર્ચ સેન્ટર થકી રૂપિયા ૧૧ લાખનું માતબર દાન વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું છે. બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ અને મેનેજિંગ ડિરેક્ટર કિર્તીભાઈએ આ દાન સ્વીકારતા જણાવેલ કે આ સંસ્થાના સ્થાપક એવા સંસ્થાના પાલક પિતા સમાન ડોક્ટર મિહિરભાઈ જોશીના હસ્તે દાન લેતા હર્ષ સાથે આનંદ વ્યક્ત કરીએ છીએ. તેમની પાસે દાન સિવાય તેમના આર્શીવાદની ખૂબજ અપેક્ષા રાખી રહ્યા છીએ અને નતમસ્તક વંદન કરીએ છીએ. કારણકે તેમના થકી સમાજની, ગામની, શહેરની, અને તાલુકાની સેવા કરવાની ઉત્તમ તક અમને તથા અમારી ટીમને મળી છે. જે અમે ભૂલી શકીએ તેમ નથી. ડોક્ટર મિહિરભાઈ આ સંસ્થાનો વિકાસ જોઈ ખૂબજ ધન્યવાદ આપી રહ્યા છે. પરંતુ તેમના સેવાકાર્યોના પ્રમાણમાં અમે તો શૂન્ય છીએ. કારણ કે તેમની સેવાઓ તો અમૂલ્ય છે. જેનું ક્યારેય મૂલ્યાંકન થઈ શકે તેવું નથી.
નવીન સંચાલક મંડળ વિસનગર વોલન્ટરી બ્લડ બેંક માટે આજે નવીન મકાન અને નવીન મશીનરી વસાવવા જઈ રહ્યુ છે, ત્યારે થોડાક સમય પહેલા ટોરેન્ટ ગૃપ દ્વારા ૬૫ લાખ રૂપિયા અને તાજેતરમાં લાઇફ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયા તરફથી ૫૯ લાખ રૂપિયા ફંડ થકી માતબર દાન મળ્યું છે. તે નોંધનીય છે. હજુ પણ દાનની સરવાણી વહી રહી છે. અત્યાર સુધી ઘણા બધા મોટા અને નાના દાતા ઓ એ દાન આપ્યું છે.જેમાં અત્યારે નવીન આવેલા દાનની યાદી જોઈએ તો, રૂા.૧૧,૦૦૦,૦૦ વિશ્વમંગલ ટ્રસ્ટ સંચાલિત, મેડિકલ એન્ડ સર્જીકલ રિસર્ચ સેન્ટર હસ્તે ડોક્ટર મિહિરભાઈ ડી જોશી, રૂા.૧,૫૧,૦૦૦ ડાયમંડ કારખાનેદાર વેલ્ફેર એસોસિએશન, વિસનગર હસ્તે જેઠાભાઈ પ્રજાપતિ, રૂા.૧,૦૨,૦૦૦ રાજેશકુમાર મહેન્દ્રભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ વિસનગર નગરપાલિકા, રૂા.૫૧,૦૦૦ સ્વર્ગસ્થ ચિરાગકુમાર ચંદ્રકાંત ઠક્કર હસ્તે દેવાંગભાઈ ઠક્કર જલારામ ઓઇલ એન્ડ ફૂડ ગંજ બજાર વિસનગર, રૂા.૫૧,૦૦૦ લાલાભાઇ રૂગનાથભાઈ રબારી પૂર્વ પ્રમુખ નગરપાલિકા, વિસનગર, રૂા.૨૭,૦૦૦ પટેલ શર્મિષ્ઠાબેન આર. હસ્તે ભાવિકભાઈ પટેલ(એસ.કે.કોલેજ) મુ.કલોલ, ગાંધીનગર, રૂા.૨૫,૦૦૧ ગુરુ શ્રી ઉમેદપુરી ધાર્મિક પ્રગતિ મંડળ, ગુંદીખાડ દેશ, વિસનગર હસ્તે રાકેશભાઈ (ભગાભાઈ) આખલી દ્વારા બ્લડ બેંકને દાન આપવામાં આવ્યુ છે. વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમાં દાન નોંધાવવા માટે મો.નં. ૯૩૭૫૬૨૩૯૪૯ ઉપર સંપર્ક કરી શકાશે.