ખેરાલુ તાલુકામાં ૩ર ગ્રામ પંચાયતોમાં ચુંટણી-૧૧ બિનહરીફ
ખેરાલુ તાલુકાની નોરતોલ સીવાયની તમામ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઈ રહી છે. જેમા વિધાનસભા જેવો ચુંટણીનો માહોલ ડભોડા ગામમા જોવા મળે છે. ૧૧ ગ્રામ પંચાયતોના સરપંચો બિન હરીફ થયા છે જ્યારે ૩ર ગ્રામ પંચાયતોમા ચુંટણી યોજાઈ રહી છે. બિન હરીફ થયેલી ગ્રામ પંચાયતોમા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોને સફળ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, તાલુકા મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી, મહામંત્રી શક્તિભાઈ ચૌધરી, નિવૃત ડીવાયએસપી, એમ.ડી.ચૌધરી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહીત તાલુકા ભાજપના ગામેગામના આગેવાનોના સહીયારા સહયોગથી ૧૧ ગ્રામ પંચાયતો બિન હરીફ કરાઈ છે. જેમા નાનીવાડા-કાદરપુર ગ્રામ પંચાયતમા ઠાકોર સમાજમા એક સુત્રતા આવતા સરપંચ બિનહરીફ જાહેર કરાયા છે.
ખેરાલુ તાલુકાની ૩ર ગ્રામ પંચાયતોમા સરપંચની ચુંટણી લડતા ઉમેદવારો જોઈએ તો (૧) ચાડા (૧) આરતીબેન જીતેન્દ્રકુમાર આનંદ (ર) જ્યોતિબેન પ્રગ્નેશકુમાર મોદી (૩) બુનાબેન ભુપતજી ઠાકોર (૪) લક્ષ્મીબેન જયંતીજી ઠાકોર (પ) શાન્તાબેન મહેશભાઈ ચૌધરી (૬) સજનબેન ભરતકુમાર ઠાકોર (ર) દેદાસણ (૧) કાજલબા જોરારવસિંહ પરમાર (ર) ગોટલબા દલપતસિંહ પરમાર (૩) પ્રેમબા મહેન્દ્રસિંહ પરમાર (૩) દેલવાડા (૧) લીલાબેન પ્રતાપજી ઠાકોર (ર) હમીદાબીબી તજમહંમદ મકરાણી (૪) સાગથળા (૧) કલ્પેશકુમાર રામજીભાઈ ચૌધરી (ર) ભીખાભાઈ માણકાભાઈ પટેલ (૩) વેલાજી નરસંગજી ઠાકોર (પ) ડભાડ (૧) ચેતનાબેન રોહિતભાઈ પ્રજાપતિ (ર) નિતાબેન વિનુજી ઠાકરડા (૬) મંદ્રોપુર (જુથ)(૧) ઈન્દ્રસિંહ કરશનજી રાણા (ર) પ્રવિણજી રાઘુજી ઠાકોર (૭) ચાણસોલ (૧) જીવણભાઈ લાલાભાઈ પરમાર (ર) દિનેશભાઈ મગનભાઈ રાવત (૩) નારાયણભાઈ ધુળાભાઈ પરમાર (૮) નંદાલી- મીયાસણા (૧) કનુજી ઉદાજી પરમાર (ર) ચતુરજી મણાજી ઠાકોર (૩) ધર્મેન્દ્રભાઈ માનસંગભાઈ ચૌધરી (૪) પીન્ટુ માનસંગજી ઠાકોર (પ) બાબુભાઈ શંકરભાઈ સેનમા (૬) સૂર્યકાન્ત દશરથભાઈ પરમાર (૯) ડાવોલ (૧) મંજુલાબેન ગોવિંદભાઈ પરમાર (ર) રમીલાબેન શૈલેષભાઈ સેનમા (૧૦) મંડાલી (૧) અરવિંદકુમાર વિરજીભાઈ ચૌધરી (ર) મંગલસિંહ પરબતજી ઠાકોર (૩) મફાજી હઠાજી ઠાકોર (૪) મુન્નીબેન ભરતભાઈ પ્રજાપતિ (પ) વિક્રમ રાભુજી ઠાકોર (૧૧) નાની હિરવાણી (૧) અજમલજી ફુલાજી ઠાકોર (ર) વિનુભાઈ દલજીભાઈ ચૌધરી (૧ર) મોટી હિરવાણી (૧) જગતસિંહ જવાનજી રાજપૂત (ર) નયનાબેન દિનેશભાઈ ચૌધરી (૧૩) વાવડી (૧) પોપટજી જવાનજી ઠાકોર (ર) પ્રવિણજી ઘેમરજી ઠાકોર (૩) લક્ષ્મણજી ઘેમરજી ઠાકોર (૧૪) પાન્છા(૧) કંકુબેન મોંઘજીભાઈ ચૌધરી (ર) શાન્તાબેન કલ્પેશકુમાર ચૌધરી (૧પ) કુડા જુથ (૧) ચંદ્રીકાબેન રાકેશજી ઠાકોર (ર) રઈબેન બાદરજી ઠાકોર (૩) વસંતબા ડાહ્યાજી ઠાકોર (૪) સરોજબેન ચેતનજી ઠાકોર (પ) હિનાબેન પ્રહેલાદજી ઠાકોર (૧૬) ડભોડા (૧) આરતીબેન જયેશકુમાર ઠાકોર (ર) લક્ષ્મીબેન ઉદેસિંહ ઠાકોર (૧૭) બળાદ (૧) ચેતનાબેન બાબુભાઈ ચૌધરી (ર) હંસાબેન સવજીભાઈ ચૌધરી (૧૮) લીમડી (૧) ગીતાબેન ભરતજી ઠાકોર (ર) ભાવનાબેન વિરમાજી ઠાકોર (૧૯) સમોજા (૧) જ્યોત્સનાબેન જશાજી ઠાકોર (ર) સુશીલાબેન રામજીભાઈ ચૌધરી (ર૦) મછાવા (૧) ગણેશભાઈ મોતીભાઈ ચૌધરી (ર) વિજયકુમાર નરસંગભાઈ ચૌધરી (ર૧) નળુ (૧) અંકિતકુમાર ભરતજી ઠાકોર (ર) બાબુજી ભવાનજી ઠાકોર (૩) રજુજી તલાજી ઠાકોર (૪) શૈલેષકુમાર ભગાજી ઠાકોર (રર) લાલાવાડા (૧) આશિયાનાબાનુ મહંમદશકીલ શેખ (ર) સાબેરાબેન સોરાબખાન કુરેશી (ર૩) વઘવાડી (૧) અભેરાજભાઈ માધાભાઈ ચૌધરી (ર) અરજણજી તખાજી ઠાકોર (૩) કેશુભાઈ કાનજીભાઈ ચૌધરી (૪) રાજેશકુમાર ઈશ્વરભાઈ પ્રજાપતિ (ર૪) મલેકપુર (ખે) (૧) અજમલજી અમથાજી ઠાકોર (ર) નરસિંહજી વાલાજી ઠાકોર (૩) પ્રવિણજી અમરતજી ઠાકોર (૪) રાજેન્દ્રસિંહ કરશનજી ઠાકોર (પ) વિનુજી જવરાજી ઠાકોર (રપ) લુણવા (૧) નાજીમબીબી માજીદખાન પઠાણ (ર) મેરૂનબીબી નસરૂલ્લાખાં પઠાણ (ર૬)વિઠોડ (૧) કંકુબેન અરવિંદભાઈ ચૌધરી (ર) રેખાબેન ભગવાનભાઈ રબારી (૩) વર્ષાબેન ભીખાજી ઠાકોર (૪) હર્ષિદાબેન રાહુલભાઈ ચૌધરી (ર૭) મહિયલ(૧) અરુણાબેન ગાંડાભાઈ સેનમા (ર) જાગૃતિબેન પંકજકુમાર પરમાર (૩) મનીષાબેન બિપીનકુમાર લેઉવા (ર૮) સાકરી (૧) જીવાજી ધીરાજી ઠાકરડા (ર) વિનુજી વિરસંગજી ઠાકોર (ર૯) મલારપુરા (૧) નાગજી વિનુજી ઠાકોર (ર) રામીબેન વિજયભાઈ ચૌધરી (૩૦) વરેઠા (૧) કાન્તીભાઈ પશાભાઈ પ્રજાપતિ (ર) દિપકકુમાર શાન્તીલાલ જોષી (૩) પ્રવિણજી અજમેલજી ઠાકોર (૪) હરીભાઈ ધનાજી ઠાકોર (૩૧) ચાચરીયા (૧) ગીતાબેન જસવંતભાઈ ચૌધરી (ર) ભીખીબેન જેસંગભાઈ ચૌધરી (૩) શિલ્પાબેન પંકજકુમાર પ્રજાપતિ (૩ર) ગઠામણ (૧) તરુલતા કિર્તિકુમાર ચૌધરી (ર) હંસાબેન દિનેશજી ઠાકોર સામસામે સરપંચની ચુંટણી લડી રહ્યા છે. બિન હરીફ થયેલા ગામો જોઈએ તો અંબાવાડા, ગોરીસણા, ચોટીયા, અરઠી, ડાલીસણા, મહેકુબપુરા, સદીકપુર, રસુલપુર, થાંગણા, ફતેપુરા અને નાનીવાડા-કાદરપુર ગામ બિનહરીફ જાહેર થયુ છે. નાનીવાડામા કેટલાક સભ્યોની ચુંટણી છે.