ગ્રામ પંચાયતો સમરસ બનાવવાની અધિકારીઓની ગણતરી ઉંધી પડી
જ્ઞાતિવાદ અને જૂથવાદના કારણે વિસનગર તાલુકામાં ૧૭ પંચાયત સમરસ
- ગ્રામ પંચાયતોની ચુંટણીમાં રાજકીય સોગઠાબાજીના કારણે ગામડાઓમાં ચુંટણી જંગ જામ્યો છે
૨૨મી જૂનના રોજ વિસનગર તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી અને એક ગામમાં પેટા ચુંટણી યોજાનાર છે. જેમાં ગામના આગેવાનો અને ચુંટણી અધિકારીઓએ વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્ઞાતિવાદ અને જૂથવાદના કારણે ૨૫ થી ૩૦ ગ્રામ પંચાયતો સમરસ કરવાની ચુંટણી અધિકારીઓની ગણતરી ખોટી પડી હતી.
૨૨મી જૂનના રોજ ગુજરાતમાં ૮૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી અને પેટા ચુંટણી યોજાનાર છે. જેમાં વિસનગર તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી અને એક (કાંસા) ગામમાં સરપંચની પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તાલુકાના ગામોના સરપંચ અને વોર્ડના સભ્યના દાવેદારોનો ઉમેદવારી ફોર્મ ભરવા ભારે ઘસારો હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પોતાના કાર્યકરોને સરપંચ બનાવવા રાજકીય મથામણ શરૂ કરી છે. ગામડાઓમાં રાજકીય સોગઠાબાજી ગોઠવાતા સમરસ પંચાયતોને બદલે ચુંટણીનો માહોલ જામ્યો છે. આવી પરિસ્થિતિમાં ગામના કેટલાક બુધ્ધિજીવી આગેવાનો અને તાલુકાના ચુંટણી અધિકારીઓએ ગામના લોકોમાં વેરઝેરના બી રોપાય નહી અને ગામમાં એક્તાનું વાતાવરણ જળવાય તેવા હેતુથી ગ્રામ પંચાયતો સમરસ કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ અત્યારે ગામડાઓમાં જ્ઞાતિવાદ અને જૂથવાદ વકર્યોર્ છે. જેના કારણે નાના ગામની ગ્રામ પંચાયતો પણ સમરસ થતી નથી. જોકે વિસનગર તાલુકાની ૫૭ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચુંટણીમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓની સમજાવટથી આજે ૧૭ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. જ્યારે બાકીના બે ગામમાં જ્ઞાતિગત સમીકરણમાં વોર્ડના સભ્યોના ઉમેદવારી ફોર્મ નહી ભરાતા સરપંચ અને સભ્યોને બિનહરિફ વિજેતા જાહેર કર્યા છે. તેમજ જેતલવાસણામાં ફક્ત સરપંચના ઉમેદવારને બિનહરિફ વિજેતા જાહેર કર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થતા ચુંટણી અધિકારીઓને ૨૫ થી ૩૦ ગ્રામ પંચાયતો સમરસ થવાની ગણતરી હતી. ગામના આગેવાનો સાથે ચુંટણી અધિકારીઓ પણ ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા મથામણ કરતા હતા. પરંતુ ગામડાઓમાં વકરેલા જૂથવાદના કારણે અધિકારીઓની ૨૫ થી ૩૦ ગ્રામ પંચાયતો સમરસ કરવાની ગણતરી ખોટી પડી હતી. તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
સમરસ થયેલ ગ્રામપંચાયત :-
• બાસણા – સરપંચ-હેમીબેન નરેશભાઈ ચૌધરી, સભ્ય-મંજુલાબેન વિનોદચંદ્ર પરમાર, અનિતાબેન પાર્થભાઈ ચૌધરી, રાજીબેન વિષ્ણુભાઈ ચૌધરી, હર્ષિદાબેન નલીનકુમાર ચૌધરી, શાન્તાબેન જીતેન્દ્રભાઈ ચૌધરી, શાન્તાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ, સોનલબેન દિલીપકુમાર ચૌધરી, આશાબેન અમિષભાઈ ચૌધરી, આશાબેન રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેખાબેન વિનોદભાઈ ચૌધરી • ખરવડા – સરપંચ – ભરતભાઈ રામજીભાઈ ચૌધરી, સભ્ય-રઈબેન દેવરાજભાઈ ચૌધરી, આશાબેન સુહાગભાઈ ચૌધરી, રમેશભાઈ દલસંગભાઈ ચૌધરી, વિશાલભાઈ ખુમજીભાઈ ચૌધરી, કાનજીભાઈ લવજીભાઈ ચૌધરી, હિતેન્દ્રકુમાર કરશનભાઈ લેઉવા, શિલ્પાબેન પ્રવિણભાઈ રાવળ, શારદાબેન અમરતભાઈ પ્રજાપતિ • વિષ્ણુપુરા – સરપંચ – સવજીભાઈ બાબરભાઈ રબારી, સભ્ય-પિન્કીબેન રામાજી ઠાકોર, પ્રિયંકાબેન છનાજી ઠાકોર, બકાજી પ્રહલાદજી ઠાકોર, અંકિતકુમાર રામાજી ઠાકોર, અરવિંદજી અમરતજી ઠાકોર, મઘીબેન ભગાજી ઠાકોર, લશીબેન પરબતજી ઠાકોર, દિનેશભાઈ જેમોરભાઈ દેસાઈ • રાજગઢ – સરપંચ-બળદેવભાઈ શિવરામભાઈ પટેલ, સભ્ય-ક્રિષ્ણાબેન વિજયજી ઠાકોર, સંગીતાબેન સુરસિંહ ઠાકોર, ભીખાજી માંનાજી ઠાકોર, વિષ્ણુભાઈ મફાભાઈ ચૌહાણ, શૈલેષભાઈ મૂળચંદભાઈ પટેલ, શંકરભાઈ ભગવાનભાઈ પટેલ, ચંપાબેન અશોકકુમાર પટેલ, સુરેખાબેન મુકેશભાઈ પટેલ • કિયાદર – સરપંચ-રમેશભાઈ સોમાભાઈ પરમાર, સભ્ય-ગીતાબેન વિરસંગભાઈ ચૌધરી, પુરીબેન મહેશભાઈ ચૌધરી, રમેશભાઈ માનસંગભાઈ ચૌધરી, કમલેશ મગનભાઈ ચૌધરી, જશવંતસિંહ હેમરાજભાઈ ચૌધરી, કંકુબેન ઈશ્વરભાઈ ચૌધરી, ગીતાબેન પ્રવિણભાઈ ચૌધરી, ગૌતમકુમાર અમરાભાઈ પરમાર • છોગાળા – સરપંચ-ઉર્મિબેન ભરતકુમાર ઠાકોર, સભ્ય-ક્રિષ્ણાબેન લક્ષ્મણજી ઠાકોર, યોગેશકુમાર બાબુભાઈ પ્રજાપતિ, નિધિબેન શૈલેષભાઈ પ્રજાપતિ, નિલેશકુમાર જશવંતજી ઠાકોર, સવિતાબેન સેંધાજી ઠાકોર, ગીતાબેન અરવિંદભાઈ ચૌધરી, વિક્રમકુમાર અમથાભાઈ દેસાઈ, ચિરાગકુમાર મણીલાલ મકવાણા લક્ષ્મીપુરા(ભા) – સરપંચ- પુષ્પાબેન કિરીટભાઈ પટેલ, સભ્ય-કૈલાસબેન વિનોદભાઈ પટેલ, આશાબેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ, અશ્વિનકુમાર ભગવાનભાઈ પટેલ, કચરાભાઈ છેલાભાઈ પટેલ, ચેતનાબેન નિમેષકુમાર પટેલ, શારદાબેન નરસિંહભાઈ પટેલ, અમરીષકુમાર હરગોવનભાઈ પટેલ બાકરપુર – સરપંચ યોગિતાબેન યોગેશકુમાર પટેલ, સભ્ય-અમૃતભાઈ બબાભાઈ સેનમા, મંજુલાબેન સુરેશભાઈ ચૌધરી, બિપીનકુમાર ભીખાભાઈ ચૌધરી, રેણુકાબેન મનીષકુમાર ચૌધરી, ઈચ્છાબેન વેલાભાઈ રબારી, જ્યોત્સનાબેન મનુભાઈ પટેલ, હસમુખભાઈ સોમાભાઈ પટેલ, કાળાજી હરીજી ઠાકોર કંકુપુરા(ગો) – સરપંચ- રાકેશજી રમણજી ઠાકોર, સભ્ય-લાલીબેન વિક્રમકુમાર ઠાકોર, વર્ષાબેન ધર્મેન્દ્ર ઠાકોર, વિષ્ણુજી જવાનજી ઠાકોર, લાલાજીર્ સવધાનજી ઠાકોર, સંગીતાબેન પ્રવિણજી ઠાકોર, રીટાબેન ગોવિંદકુમાર ઠાકોર, અરવિંદજી રાજાજી ઠાકોર, લાલાજી અમરતજી ઠાકોર કામલપુર(ગો) – સરપંચ- ઈજુબેન બાબુભાઈ ચૌધરી, સભ્ય-મહેન્દ્રભાઈ હીરાભાઈ વણકર, ડાહીબેન સોમાભાઈ ચૌધરી, રામજીભાઈ વીરાભાઈ ચૌધરી, પ્રફુલ્લાબેન કેતનકુમાર ચૌધરી, પુરીબેન ભરતભાઈ ચૌધરી, રમીલાબેન રાકેશકુમાર ચૌધરી, દિગ્નેશકુમાર નારાયણભાઈ ચૌધરી, ભરતકુમાર ભગવાનભાઈ ચૌધરી થુમથલ – સરપંચ- બળદેવભાઈ ભગવાનભાઈ રબારી, સભ્ય-લલીબેન અમરતભાઈ રબારી, સોનલબેન પ્રકાશગીરી બાવા, અરૂણભાઈ મણાભાઈ પ્રજાપતિ, હરગોવનભાઈ થોભણભાઈ રાઠોડ, અશોકકુમાર અંબાલાલ પ્રજાપતિ, લાભુભાઈ લક્ષ્મણભાઈ રબારી, શાંતાબેન ભગવાનભાઈ રબારી, રેખાબેન વિષ્ણુભાઈ રબારી બોકરવાડા – સરપંચ- જશીબેન જોઈતારામ પટેલ, સભ્ય-તારાબેન રમેશજી રાજપુત, વર્ષાબેન દલપુજી ઠાકોર, વિષ્ણુભાઈ કરશનભાઈ પરમાર, ભુપતજી શંકરજી ઠાકોર, અનિલાબેન વિનોદકુમાર પટેલ, ગોમતીબેન સુરેશભાઈ પટેલ, વિપુલભાઈ અંબારામભાઈ પટેલ, મંગળજી ચેનાજી રાજપુત ગણપતપુરા – સરપંચ-મધુબેન નારાયણભાઈ પટેલ, સભ્ય-કોકિલાબેન ભોગીલાલ પટેલ, ઉષાબેન અરવિંદજી ઠાકોર, નારાયણભાઈ બબાભાઈ પ્રજાપતિ, કિંજલબેન સચિનકુમાર પટેલ, કનુભાઈ ભીખાભાઈ સેનમા, જોત્સનાબેન ભીખાલાલ પટેલ, કિશોરભાઈ શંકરલાલ પટેલ, સતિષકુમાર રસિકભાઈ પટેલ ધારૂસણા – સરપંચ- શાન્તાબેન સાગરભાઈ રબારી, સભ્ય-લીલાબેન જામાભાઈ રબારી, શાન્તાબેન જયરામભાઈ રબારી, તખીબેન રણછોડભાઈ રબારી, ગીતાબેન અમરતભાઈ રબારી, રેખાબેન રમેશભાઈ રબારી, સજનબેન લક્ષ્મણજી ઠાકોેર, લલીતાબેન દશરથભાઈ સેનમા રામપુરા(લાછડી) – સરપંચ-જગદીશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, સભ્ય-ચંદ્રીકાબેન ભીખાભાઈ પટેલ, ભાવનાબેન બળદેવભાઈ ચૌધરી, રાહુલકુમાર કાન્તિભાઈ પ્રજાપતિ,કમલેશકુમાર કાન્તિલાલ પટેલ, રામાભાઈ ઈશ્વરભાઈ પટેલ, ભગવતીબેન બાબુભાઈ પટેલ, આશાબેન સુરેશભાઈ પટેલ, શૈલેષકુમાર કાળાભાઈ ચૌધરી • ચિત્રોડામોટા – સરપંચ-લીલાબેન અરવિંદભાઈ ચૌધરી, સભ્ય-રોહિતકુમાર રામજીભાઈ સોલંકી, આશાબેન રમેશભાઈ ચૌધરી, આશાબેન સુરેશભાઈ રાવળ, હરીભાઈ કેશવભાઈ ચૌધરી, આશાબેન સતિષભાઈ ચૌધરી, પ્રવિણાબેન કિરીટભાઈ ચૌધરી, ફલજીભાઈ ધનજીભાઈ ચૌધરી, મહેશભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક • બાજીપુરા – સરપંચ-ધિરલબેન સંદિપકુમાર પટેલ, સભ્ય-ચેતનકુમાર નવિનભાઈ પટેલ, જતીનકુમાર ચીમનભાઈ પટેલ, રતીલાલ ગોરધનદાસ પટેલ, રમેશભાઈ શંકરદાસ પટેલ, અંબાબેન શાંતીલાલ પટેલ, સીમાબેન હિતેશભાઈ પટેલ, ભાવનાબેન અનિલકુમાર પટેલ, ઈચ્છાબેન વિરચંદભાઈ પટેલ