
રેશનકાર્ડ ધારકો મોબાઈલથી ઘરેબેઠા ઈ-કે.વાય.સી.કરી શકશે

સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર
- જો કોઈ રેશનકાર્ડ ધારકને મોબાઈલમાં ઈ-કે.વાય.સી. કરતા તકલીફ પડતી હોય તો રેશનકાર્ડ અને દરેક સભ્યોના આધારકાર્ડ સાથે મામલતદાર કચેરીમાં રૂબરૂ જવુ
કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને સરકારી અનાજનો જથ્થો મળી રહે તે માટે તમામ રેશનકાર્ડ ધારકને ફરજીયાત ઈ-કે.વાય.સી. કરવા તાકીદ કરવામાં આવી છે. જેમાં સરકારે ઘરે બેઠા મોબાઈલથી ઈ-કે.વાય.સી. કેવીરીતે કરી શકાય તેની માર્ગદર્શિકા જાહેર કરતા વિસનગર મામલતદાર કચેરી દ્વારા તેનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દેશના નાગરિકો માટે અનેય યોજનાઓ અમલમાં મુકી છે. જેનો સમાજના તમામ વર્ગને લાભ મળી રહ્યો છે. જેનો સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને સરકારી અનાજનો જથ્થો મળી રહે તે માટે રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત ઈ-કે.વાય.સી. કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈ-કે.વાય.સી. કરવા માટેર દરેક મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રેશનકાર્ડ ધારકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં દર સોમવાર અને ગુરવારના રજો ઈ-કે.વાય.સી. કરવા માટે રેશનકાર્ડ ધારકોનો ભારે ઘસારો રહે છે. ત્યારે એન્ડ્રોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા સરળતાથી જાતે ઈ-કે.વાય.સી. કરી શકે તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમા સૌ પ્રથમ રેશનકાર્ડ ધારકે પોતાના મોબાઈલમાં My RATION એપ્લિકેશન ઓપન કરી લોંગીન કરવુ. લોગીન કર્યા બાદ પીન રીસેટ કરવાનું ત્યારબાદ હોમ પેજ ઉપર રહેલ આધારઈ-કેય.વાય.સી. વિકલ્પ પસંદ કરવો. જેમાં આપના મોબાઈલ “ફેસ આરડી એપ્લીકેશન” સ્ક્રીન પર બતાવેલ લીંક ઉપર ક્લીક કરી ડાઉનલોડ કરવુ. ત્યારબાદ ઉપરની સુચનાઓ મેં વાંચી છે ના ચેક બોક્સ ઉપર ક્લીક કરી કાર્ડની વિગતો મેળવી બટન ઉપર ક્લીક કરવુ. ત્યારબાદ રેશનકાર્ડ નંબર દાખલ કરી બાર કોડ દાખલ કરી રેશનકાર્ડના સભ્યોની વિગતો મેળવો. રેશનકાર્ડ ધારકોની નામની પાકી ચકાસણી કર્યા બાદ આધાર ઈ-કે.વાય.સી. માટે નામ સિલેક્ટ કરવા, જેમાં હું સંમતી સ્વિકારૂ છું. ચેક બોક્સ ઉપર ક્લીક કરી ઓ.ટી.પી. નંબર જનરેટ કરવો અને ઓ.ટી.પી.વેરીફાઈ કરી ચકાસવુ. ફેસ વેરીફાઈ કર્યા બાદ લાઈવ ફોટો ક્લીક કરવો. જેમાં એક વખત આંખો પટપટાવવી, ત્યારબાદ કેપ્ચર બટન ઉપર ક્લીક કરવુ. જો તેમાં ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે નહી તો લાલ કલરનું વર્તુળ થશે. જો સફળતાપુર્વક ફેસ ઈ-કે.વાય.સી. થયુ હશે તો તમારા મોબાઈલમાં લીલા કલરના શબ્દોમાં “સક્સેસફુલી”નો મેસેજ સ્ક્રીન ઉપર દેખાશે. MY Ration App. ડાઉનલોડ કરવા Google Play Store પરથી ડાઉનલોડ કરવુ. મોબાઈલમાં આ પ્રક્રિયા કર્યા પછી પણ કોઈ રેશનકાર્ડ ધારક ઈ-કે.વાય.સી. કરી શક્તા ન હોય તો તેઓએ આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં સોમવાર અને ગુરૂવારના રોજ રૂબરૂ આવી ઈ-કે.વાય.સી. કરાવી જવુ. તેવું મામલતદાર ફુલજીભાઈ ચૌધરી અને પુરવઠા નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચૌધરી દ્વારા રેશનકાર્ડ ધારકોને અપીલ કરવામાં આવી છે.