Select Page

નૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે

નૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે

સ્વ. સાંકળચંદ દાદાની જન્મજયંતી નિમિત્તે ફેબ્રુઆરી માસમાં

નૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે

– ફક્ત ૧૨ કલાકમાં રીપોર્ટ મળશે
નૂતન હોસ્પિટલમાં રૂા.૨૦૦મા રાહતદરે RTPCR ટેસ્ટ થશે

એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છે કે, સાંકળચંદ દાદાની જન્મ જયંતિ નિમિત્તે કોરોના મહામારીને ધ્યાનમા રાખી ૫૦ ટકા રાહતદરે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સરકારની મંજુરી પ્રમાણે રૂા.૪૦૦મા ટેસ્ટ કરવામાં આવતો હતો. જે ટેસ્ટ હવે નૂતન હોસ્પિટલમા રૂા.૨૦૦/- ના રાહતદરે થશે. આર.ટી.પી.સી.આર ટેસ્ટનો રીપોર્ટ ફક્ત ૧૨ કલાકમાં આપવામાં આવશે. જેનો જાહેર જનતાએ લાભ લેવો.
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક લોકલાડીલા સામાજિક કાર્યકર અને પ્રેરણા સ્ત્રોત શેઠ શ્રી સ્વ. સાંકળચંદ દાદાની ૧૧૩ મી જન્મ જયંતી નિમિત્તે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે તા.૧-૨-૨૨ થી ૨૮-૨-૨૨ દરમિયાન કોઈ પણ રોગના દર્દીને વિનામૂલ્યે ડૉક્ટર દ્વારા તપાસ -નિદાન, મર્યાદિત બ્લડ રિપોર્ટ, નિયત કરેલ જેનરિક દવા, હૃદયનો કાડીયોગ્રામ, ઉત્તમ દરજ્જાની હોમીયોપેથીક સારવાર સેવાઓ ફ્રી માં આપવાનું આયોજન સંસ્થાનાં પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યું છે.
અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર ધરાવતી હોસ્પિટલમાં દિન-પ્રતિદિન ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ ધરાવતી કંપનીઓના અતિ આધુનિક ટેકનોલોજી યુક્ત તદન નવા જ ઇક્વિપમેન્ટસ ઉપકરણો જુદા જુદા વિભાગોમાં વસાવવામાં આવી રહ્યા છે જે થકી દર્દીઓના રોગોનું નિદાન અને સારવાર શ્રેષ્ઠપણે થાય છે. સિમેન્સ કંપનીના ૩૨ સ્લાઈસ આધુનિક મશીન દ્રારા તમામ પ્રકારના સીટી સ્કેન અને HRCT (કોવિડ માટે) ખૂબ જ રાહત દરે કરવામાં આવી રહ્યા છે. 2D ઇકો, ડિજિટલ એકસરે, 3D, 4D ખોડખાંપણ સોનોગ્રાફી, પેટની સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી, દરેક પ્રકારના બ્લડરિપોર્ટ, બ્લડબેંકની સેવાઓ, એમ્બ્યુલન્સ, ICU ઓન વ્હીલ, ડાયાલિસિસ, ICU વગેરેની સારવાર ખૂબ જ રાહત દરે આપવામાં આવે છે.
હોસ્પિટલમાં ગાયનેક, સર્જન, ફીઝીશિયન,ઓર્થોપેડિક, સ્કિન સ્પેશિયાલિસ્ટ, આંખના સર્જન,બાળરોગ નિષ્ણાત, નાક-કાન-ગળાના નિષ્ણાત માનસિક રોગ નિષ્ણાત ડોક્ટર સહિત અમદાવાદના ખ્યાતનામ સુપર સ્પેશિયાલિસ્ટ ન્યુરોસર્જન,ન્યુરોફિઝિશિયન, ગેસ્ટ્રોલોજીસ્ટ, યુરોલોજિસ્ટ, નેફ્રોલોજીસ્ટ, પ્લાસ્ટિક સર્જન, ઓન્કોલોજીસ્ટ (કેન્સર નિષ્ણાત),પેઇન સ્પેશિયાલિસ્ટ, ઓર્થોસ્કોપીસ્ટ વગેરે ડૉક્ટર દ્વારા દરેક રોગની સારવાર એક જ સ્થળે મળતી હોવાથી દર્દીને સગવડ સચવાય છે, સમય અને ખર્ચ બચે છે અને સારવાર ખૂબ જ ઝડપી મળે છે.
ફેબ્રુઆરી મહિનામાં તમામ પ્રકારની જટિલ તથા મોટી સર્જરી ફ્રીમાં કરી આપવામાં આવે છે. ફક્ત દવા અને રિપોર્ટનો ચાર્જ લેવામાં આવે છે. સુપર સ્પેશ્યાલીટી સર્જરી અડધી કિંમતે કરી આપવામાં આવે છે મોતિયાનું ઓપરેશન દવા અને નિયત કરેલ લેન્સ (નેત્રમણી) સાથે ફક્ત ૧૦૦૦રૂ.(એક હજાર રૂપિયા) માં કરી આપવામાં આવે છે આ સિવાય હેલ્થ ચેકઅપ ના જુદા જુદા પેકેજ ખૂબ જ નજીવા દરે રાખવામાં આવેલ છે. ભારત સરકારની આયુષ્યમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજના હેઠળ આવતી સારવાર ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
ફક્ત ફેબ્રુઆરી મહિના દરમિયાન નૂતન હોસ્પિટલ ખાતે મળતી ફ્રી આરોગ્યલક્ષી સારવારનો જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્રારા ખાસ અનુરોધ કરવામાં આવે છે જે સેવાઓ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ રોહિત જરીવાલા ના માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ ઉપલબ્ધ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us