Select Page

રૂા.૫ લાખ વળતર-૨૦ હજાર ભરણપોષણ-મકાનમાં રહેવા દેવા હુકમ

રૂા.૫ લાખ વળતર-૨૦ હજાર ભરણપોષણ-મકાનમાં રહેવા દેવા હુકમ

વકીલ કે.કે.પરમારની દલીલો આધારે જજ આર.એમ.શેખનો દાખલારૂપ ચુકાદો

રૂા.૫ લાખ વળતર-૨૦ હજાર ભરણપોષણ-મકાનમાં રહેવા દેવા હુકમ

માર માર્યાના ૨૨ ડૉક્યુમેન્ટરી પુરાવા, આવકના સ્ત્રોત અને મિલ્કતોના પુરાવા વકીલે કોર્ટ સમક્ષ રજુ કર્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પર સ્ત્રી સાથેના આડા સબંધમાં કાયદેસરની પત્નીને ત્યજનાર પતિને શબક શીખવતો તેમજ ત્યક્તાને પગભર બનવા તક આપતો સમાજમાં દાખલારૂપ ચુકાદો વિસનગરના એડી.ચીફ જ્યુડી.મેજી. કુ.આર.એમ.શેખે આપ્યો છે. જેમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટમાં અગાઉ ઘણા કેસમાં ત્યક્તાને ન્યાય અપાવનાર જાણીતા વકીલ કે.કે.પરમાર દ્વારા મહેનત કરી એકઠા કરાયેલા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. રૂા.૫ લાખ વળતર, રૂા.૨૦,૦૦૦ માસીક ભરણપોષણ તથા અમદાવાદના મકાનમાં રહેવા દેવાનો નોધપાત્ર હુકમ કરવામાં આવ્યો છે.
વિસનગર કાંસા એન.એ.વિસ્તાર આદીનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ચંદુલાલ પરમારની દિકરી ભારતીબેન પરમારના લગ્ન સુરતમાં રહેતા રાજેશભાઈ કાન્તીલાલ બોરીચા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિએ દહેજની માગણી કરી ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. લગ્ન બાદ ભારતીબેન બોરીચાને જાણ થઈ હતી કે તેના પતિ એક વિધવા મહિલા સાથે છેલ્લા ૧૦ વર્ષથી આડા સબંધ ધરાવે છે. જેની સાથે આડા સબંધ છે તે મહિલા સાથેનો પતિનો મોબાઈલમાં ફોટો જોઈ જતા તે અંગે પુછતા ભારતીબેન બોરીચાને પતિએ માર માર્યો હતો. ત્યારબાદ દારૂ પી આવી અવાર નવાર માર માર્યો હતો. પર સ્ત્રી સાથેના આડા સબંધોમાં પત્ની નડતરરૂપ બનતા તેને માર મારી માનસીક શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. ભારતીબેન બોરીચા કામ ધંધો જાણતા ન હોઈ અને આવકનુ કોઈ સાધન ન હોઈ ભરણપોષણ ખર્ચ પેટે માસીક રૂા.૬૦,૦૦૦, વૈકલ્પીક રહેઠાણની વ્યવસ્થા અથવા ભાડા પેટે માસીક રૂા.૧૦,૦૦૦ ચુકવી આપવા, શારીરિક માનસીક ત્રાસના વળતર પેટે રૂા.૨૦ લાખ, ભવિષ્ય માટે રૂા.૧૦ લાખની ફીક્સ તથા પતિ કે તેના કુટુંબીજન કોઈ જાતની હિંસા કરે કે કરાવે નહી તેવો હુકમ કરવા વિસનગર કોર્ટમાં ન્યાયની ગુજારીશ કરી હતી.
ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટમાં અગાઉ ત્યક્તાઓને ન્યાય અપાવનાર શહેરના જાણીતા વકીલ કે.કે.પરમારે મહેનત કરી રાજેશભાઈ બોરીચા ગુજરાત ડેવલોપર્સ નામથી બીલ્ડરનો તથા પ્લોટ લે-વેચનો વ્યવસાય કરતો હોવાના, વાર્ષિક રૂા.૨૫ લાખ આવક ધરાવતો હોવાની, તેમજ સુરત સચીન વિસ્તારમાં રૂા.૪૦ લાખનો ફ્લેટ, કીમ એરીયામાં ૬ પ્લોટ, ઉભરાટમાં બે પ્લોટ, મહારાષ્ટ્ર નંદુબારમાં બે પ્લોટ, અમદાવાદમાં શક્તીગ્રામ ટાઉનશીપમાં ફ્લેટ, રાધનપુરમાં ૭૦ પ્લોટ માલિકીના હોવાના પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. આ ઉપરાંત્ત માર માર્યાના ૨૨ જેટલા મેડિકલ પુરાવા એકઠા કરી કોર્ટમાં આપ્યા હતા.
આ કેસ વિસનગરના એડી.ચીફ જ્યુડી.મેજી.કુ.આર.એમ.શેખની કોર્ટમાં ચાલી જતા ત્યક્તા યુવતી તરફે વકીલ કે.કે.પરમાર દ્વારા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે દલીલો આધારે યુવતીની અરજી મંજુર કરી શારીરિક માનસીક ત્રાસના વળતર પેટે રૂા.૫,૦૦,૦૦૦/-, ભરણપોષણ પેટે માસીક રૂા.૨૦,૦૦૦/-, અરજી ખર્ચ પેટે રૂા.૧૦,૦૦૦ તથા પતિના અમદાવાદ અદાણી શાંતીગ્રામમાં આવેલ મકાનમાં રહેવા દેવાનો દાખલારૂપ નોધપાત્ર હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે વિસનગર કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સના કેસમાં રૂા.૫,૦૦,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ થયો હોય તેવો પ્રથમ કેસ છે. જ્યારે રૂા.૨૦,૦૦૦ ભરણપોષણનો હુકમ થયો હોય તેવો આ બીજો કેસ છે અગાઉ પણ ડોમેસ્ટીક વાયોલન્સના કેસમાં રૂા.૨૦,૦૦૦ ભરણપોષણનો હુકમ થયો હતો. તે કેસમાં પણ વકીલ કે.કે.પરમારે ધારદાર દલીલો કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us