Select Page

ઉમતા અને વાલમ CHCમાં સ્ટાફનુ મહેકમ મંજુર

ઉમતા અને વાલમ CHCમાં સ્ટાફનુ મહેકમ મંજુર

વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી બનતા તેમને વાલમ અને ઉમતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC માંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મંજુર કર્યુ હતુ. પરંતુ આ બંન્ને ગામના CHC સેન્ટરમાં રેગ્યુલર કોઈ મેડીકલ સ્ટાફ ન હોવાથી ગ્રામજનોને આરોગ્યલક્ષી સારવાર માટે મુશ્કેલી પડતી હતી. ત્યારે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે વાલમ અને ઉમતા ગામના નાગરિકોની આરોગ્યની ચિંતા કરીને બંન્ને CHC સેન્ટરમાં તાત્કાલિક ધોરણએ મેડીકલ સ્ટાફનુ ૨૦ (વીસ) મહેકમ મંજુર કર્યુ છે. હવે આગામી ટુંક સમયમાં બંન્ને ગામના તથા આજુબાજુના નાગરિકોને ૨૪x ૭ તાત્કાલિક તબીબી સારવાર મળતી થશે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બનતા જ તાલુકાના આગેવાનો કોઈપણ કામ માટે તેમની પાસે જાય છે. અને હક કરીને કામ કરવા રજુઆત કરે છે. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાના હિતનુ કામ ઝડપી કરવા સતત પ્રયત્નો કરે છે. જેમાં સરકારે પ્રજાના સેવા માટે મહત્વનુ ગણાતુ આરોગ્યખાતાની જવાબદારી ઋષિભાઈને સોંપતા વિસનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવામાં વધારો થશે તેવો લોકોને વિશ્વાસ હતો. પ્રજાનો વિશ્વાસ અત્યારે સાકાર થઈ રહ્યો છે. ઋષિભાઈ પટેલને ગુજરાત સરકારમાં આરોગ્યખાતાની જવાબદારી સોંપતા જ તેમને વિસનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સારી સુવિધા સાથે તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં તાલુકાના વાલમ અને ઉમતા જેવા મોટા ગામના તથા આજુબાજુના ગામોના નાગરિકોની આરોગ્યની ચિંતા કરીને બંન્ને ગામમા PHC માંથી CHC સેન્ટર મંજુર કર્યા. ત્યારે આરોગ્યખાતાના નિયમોનુસાર બંન્ને ગામના PHC નો મેડીકલ સ્ટાફ કડા અને ભાલક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરવામાં આવ્યો હતો. જેના કારણે વાલમ અને ઉમતા ગામના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે પૈસા ખર્ચીને ખાનગી દવાખાને જવાની નોબત આવી હતી. આ બાબત મંત્રી ઋષિભાઈના ધ્યાને આવતા તેમને વાલમ અને ઉમતા ગામના નાગરિકોની આરોગ્યની ચિંતા કરીને તાત્કાલિક ધોરણએ બંન્ને CHC સેન્ટર સુપ્રિટેન્ડેન્ટ-૧, લેબોરેટરી ટેકનીશીયન-૧, ફાર્માસિસ્ટ-૧, સ્ટાફ નર્સ-૭, ડેન્ટીસ્ટ-૧, એક્સ રે ટેકનીશીયન-૧, ક્લાર્ક-૧, કોમ્પ્યુટર ઓપરેટર-૧ સહિત અન્ય સ્ટાફ મળી ૨૦ કર્મચારીઓનું મહેકમ મંજુર કર્યુ છે. આ બંન્ને મોટા ગામના CHC માં મેડીકલ સ્ટાફનું મહેકમ મંજુર થતા આગામી ટુંક સમયમાં સ્ટાફની ભરતી કર્યાબાદ ગામના તથા આજુબાજુના ગામના નાગરિકોને ૨૪ x ૭ તાત્કાલિક તબીબી સારવાર મળતી થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts