Select Page

ભાદરવી પૂનમે ખેરાલુથી ડભોડા જતા વાહનોને ડાયવર્ઝન આપો

ભાદરવી પૂનમે ખેરાલુથી ડભોડા જતા વાહનોને ડાયવર્ઝન આપો


ભાદરવી પૂનમે હજારોની સંખ્યામા પદયાત્રિકો ચારે દિશામાંથી અંબાજી જવા ખેરાલુ માથી પસાર થાય છેે. જેના કારણે ટ્રાફિકની ખૂબ જ અવ્યવસ્થા સર્જાય છે. ત્રણ- ચાર વર્ષ પહેલા ખેરાલુ શહેરના રામરક્ષક દળના યુવાનો દ્વારા શિતકેન્દ્રથી સાંઈબાબા મંદિર સુધી રોડ વચ્ચે ઉભા રહીને ટ્રાફિકનુ વ્યવસ્થાપન કરતા હતા. રામ રક્ષક દળના સભ્યોમાંથી મોટાભાગના યુવાનો નોકરી ધંધે વળી ગયા છે તેમજ આ યુવાનોના સહકારથી સેવા કેમ્પો શરૂ થતા ગ્રૃપ અલગ અલગ મોરચે લોકસેવામા કાર્યરત થયુ છે.તેમજ મોટાભાગના યુવાનોના લગ્ન થવાની હવે સેવા કાર્યોની પધ્ધતિ બદલાઈ ગઈ છે. ખેરાલુથી ડભોડા સુધી કાયમ ટ્રાફિકનો પ્રશ્ન રહે છે. તેમા પણ ડભોડા ખાતે રેલ્વેનો ઓવરબ્રિજ બનતા હાલ સિંગલ પટ્ટી રોડ હોવાથી ભાદરવી પૂનમના મહામેળામા પદયાત્રિકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થતા ખેરાલુ તાલુકામા યોજાતા સેવા કેમ્પોના પ્રમુખ અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા પાટણ-સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ ડભોડાથી પસાર થતા વાહનોને બાયપાસ કરી ડાયવર્ઝન આપવા માંગણી કરી છે.
પાટણ સાંસદ ભરતસિહ ડાભી સમક્ષ સેવા કેમ્પોના પ્રમુખ અરવિંદભાઈ પ્રજાપતિની માંગણી
ડભોડા રેલ્વે ઓવર બ્રિજ બનતો હોવાથી બન્ને સાઈડ એક વાહન પસાર થઈ શકે તેટલો રોડ બનાવ્યો છે. ડભોડા ઓવરબ્રિજ પાસે ડભોડા ગામમાં જતો રસ્તો દક્ષીણ દિશામાં છે. તેમજ ઉત્તર દિશામાં વઘાર ગામ જતો રસ્તો છે. બન્ને બાજુના વાહનો જયારે મેઈન રોડ ઉપર આવશે ત્યારે ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાશે. નાના ફોર વ્હીલર વાહનો તથા એસ.ટી.બસોને ડભોડા રેલ્વે ઓવરબ્રિજ પાસે ન આવે તે માટે પાટણ- સાંસદ ભરતસિહ ડાભી પાસે રજૂઆત કરાઈ છે. જો ખેરાલુ વૃદાવન ચાર રસ્તાથી ડભોડા રેલ્વે ઓવરબ્રિજ સુધી વાહનો ડાયવર્ટ કરવા હોય તો ખેરાલુ-વે-વેઈટ ચોકડીથી મઢાસણા ચાડા થઈ સીધા તારંગા જઈ શકાય તેવુ ટુંક સમય માટે જાહેરનામુ કલેકટરશ્રી બહાર પાડે તે માટે પોલીસ તંત્ર અને સરકારી તંત્ર પણ ઈચ્છી રહ્યુ છે.
ભાદરવી પૂનમે સરકાર દ્વારા પદયાત્રિકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખે છે. કલેકટરશ્રી મહેસાણા દ્વારા ખેરાલુથી ડભોડા રેલ્વે ઓવરબ્રિજ સુધીના રસ્તાનુ ડાયવર્ઝન (બાયપાસ) માટે જાહેરનામુ પાડે તે જરૂરી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ તથા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ પણ રજૂઆત કરાઈ હોવાનુ જાણવા મળે છે. સરકાર દ્વારા યુધ્ધના ધોરણે જે રીતે દાંતાથી અંબાજીનો રસ્તો બંધ કરી હળાદ- પોસીના વાળો રસ્તો બાયપાસ કર્યો છે તેવી જ રીતે જ્યાં સુધી રેલ્વે ઓવરબ્રીજ ન બની રહે ત્યાં સુધી ખેરાલુથી ડભોડા વાહનો માટે ભાદરવી પૂનમે બાયપાસ કરે તે જરૂરી છે. જોઈએ હવે સરકાર ડભોડા રેલ્વે ઓવરબ્રિજમા વાહનો બાયપાસ કરે છે કે પછી પદયાત્રિકોને પરેશાન થવા છોડી દે છે તેતો સમય જ બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us