Select Page

પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલનુ ખરા અર્થમાં મહિલા સુરક્ષાનુ કાર્ય ૧૮૧ અભયમના સહકારથી મહિલાનુ ઘર તુટતુ બચ્યુ

પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલનુ ખરા અર્થમાં મહિલા સુરક્ષાનુ કાર્ય ૧૮૧ અભયમના સહકારથી મહિલાનુ ઘર તુટતુ બચ્યુ

વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા સુરક્ષાના જીલ્લા સંયોજક વર્ષાબેન પટેલ સાચા અર્થમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છે. વડનગરના એક અધેેડ મહિલાને પતિએ ઘરમાંથી કાઢી મુકયા હતા. વર્ષાબેન પટેલે આ મહિલાને તેમના ઘરે બેસાડી ભોજન કરાવી સાંત્વના આપ્યા બાદ ૧૮૧ અભયમના સહકારથી રજળતી મહિલાને તેમના ઘરે પરત મોકલ્યા હતા. વર્ષોબેન પટેલના પ્રયત્નોથી વડનગરનો એક પરિવાર વિખેરાતા બચી ગયો છે.
વડનગરમા રહેતા એક અઘેડ મહિલાને પતિએ ઘરમાંથી કાઢી મુક્યા હતા.ઘરની અને પતિની છત્રછાયા ગુમાવનાર મહિલા કોઈની સલાહથી થેલામાં કપડા ભરી કડા વૃધ્ધાશ્રમમાં આશ્રય માટે ગયા હતા. મહિલાની કોઈ વાલી વારસ નહી હોવાથી વૃધ્ધાશ્રમમા દાખલ કરવાનો ઈન્કાર કરતા માનસિક રીતે પડી ભાગેલ મહિલા કેબીન પાછળ એકાંતમા બેઠા હતા. દઢિયાળ મહિલા સુરક્ષાના સભ્ય પ્રવિણાબેનની નજર આ મહિલા ઉપર પડતા તેમની પ્રાથમિક પુછપરછ કરી મહિલા સુરક્ષા સમિતિના જીલ્લા સંયોજક વર્ષાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. વર્ષાબેન પટેલે આ મહિલાને તેમના ઘરે બોલાવી ભોજન કરાવી સમગ્ર આપવીતી સાંભળી હતી. વર્ષાબેન પટેલે ૧૮૧ અભયમનો સંપર્ક કરી રજળી પડેલ અધેડ મહિલા માટે મદદ માગી હતી. ૧૮૧ અભયમના અનુભવી મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન ચૌધરીએ મહિલાને સાંત્વના આપી વડનગર ખાતેના ઘરે લઈ ગયા હતા. જયા મહિલાના પતિને તેણે કરેલુ કૃત્યુ ગેરકાનુની અને સમાજ વિરોધી હોવાનુ સમજ આપી હતી. પતિ સુખેથી રહેવા સંમત થતા અઘેડ મહિલાને પરિવારનો સાથ મળ્યો અને એક ઘર તુટતુ બચી ગયુ હતુ.
નોંધપાત્ર બાબત છે કે મહિલા સુરક્ષાના વર્ષાબેન પટેલ અને તેમના પતિ હર્ષદભાઈ પટેલના સહકારથી પરણિત અનેક યુવતીઓ અને મહિલાઓનુ ઘર ભાંગતા અટક્યુ છે. મહિલા ઉપર અત્યાચાર થાય તો તે ન્યાય આપવા વર્ષાબેન પટેલ નિડરતા અને પુરી મક્કમતાથી કાર્યવાહી કરે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us