Select Page

ગ્રાહકોને પાર્કિંગ સહીતની સારી સુવિધા માટે સ્થળ બદલ્યુસમર્થ હાઉસમાં સમર્થ જવેલરી શોરૂમનો પ્રારંભ

ગ્રાહક વર્ગ કે કારીગર વર્ગ સંપર્કમાં રહેનારને ઉત્તમ સુવિધા આપવી તે સમર્થ ગ્રૃપનો મુખ્ય ધ્યેય છે. જવેલરીના ગ્રાહકોને સારામાં સારી સુવિધા આપી શકાય તેવા આશયથી સ્થળ બદલીને સમર્થ જવેલરી શોરૂમનો પાલડી રોડ ઉપર સમર્થ હાઉસ કેમ્પસમા શુભારંભ કરવામા આવ્યો છે. મોટો ગ્રાહક વર્ગ ધરાવતા હોવાના કારણે છ દિવસના મેરેથોન શુભારંભમા ૧૪૦૦૦ ઉપરાંત ગ્રાહકોએ મુલાકાત લીધી હતી. મોટાભાગના સોના ચાંદીના દાગીનાના વેપારીઓ હાઈવે ઉપર જતા ડર અનુભવતા હોય છે. ત્યારે સમર્થ જવેલરીના ગ્રાહકલક્ષી નિર્ણયને લોકોએ બીરદાવ્યો હતો.

લગ્ન પ્રસંગે દાગીનાની ખરીદી માટે અલાયદા બે વીડીંગ રૂમની સગવડ ૬ દિવસના મેરેથોન શુભારંભમા ૧૪૦૦૦ ગ્રાહકોએ મુલાકાત લીધી
વિસનગરમાં ૩૬ વર્ષથી ડાયમંડ ફેક્ટરીનો વ્યવસાય કરી સમર્થ ગ્રૃપ દ્વારા અત્યારે ૪૦૦૦ ઉપરાંત કારીગરોને રોજગારી આપવામા આવી રહી છે. વ્યવસાય કોઈ પણ હોય તેમા નિતિમત્તા અને પ્રમાણિકતાએ સમર્થ ગ્રૃપનો મુખ્ય ઉદેશ રહેલો છે. જેના કારણે જ વિસનગરમાં નૂતન હાઈસ્કુલ સામે ઋષિકેશ માર્કેટમાં સમર્થ ડાયમંડની નીચે વર્ષ ર૦૧૬મા સમર્થ જવેલરીનો શુભારંભ કર્યા બાદ, સાત વર્ષના ટૂંકા ગાળામા સોના ચાંદીના અને ડાયમંડના દાગીના ખરીદી માટે ગ્રાહકોના અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કર્યો છે. ખર્ચેલી રકમનુ પુરેપુરુ વળતર આપવાના ધ્યેયથી સમર્થ જવેલરીએ ગ્રાહક વર્ગ મોટી સંખ્યામાં છે. ઋષિકેશ માર્કેટમાં રપ૦ સ્કવૅર ફુટના શોરૂમમાં પુરતી સુવિધા આપી શકાતી નહોતી. તો બીજી બાજુ પાર્કિંગની પણ પૂરી સગવડ નહોતી.
સમર્થ જવેલરીમા ગ્રાહકોનો વધતો ઘસારો જોઈ ઉત્તમ સેવા અને સગવડ આપી શકાય તે માટે ઋષિકેશ માર્કેટમાંથી સ્થળ બદલીને વિસનગરમાં પાલડી રોડ ઉપર સમર્થ હાઉસ કેમ્પસમાં બે ફલોરમા પપ૦૦ સ્કેવર ફુટની જગ્યામાં સમર્થ જવેલરી શોરૂમનો શુભારંભ કરવામા આવ્યો હતો.બહોળો ગ્રાહક વર્ગ શોરૂમની શાંતીથી મુલાકાત લઈ શકે તે માટે તા.૧-૯થી ૬-૯-ર૩ એમ છ દિવસનો મેરેથોન શુભારંભ રાખવામા આવ્યો છે. જેમા ૧૪૦૦૦ ઉપરાંત ગ્રાહકોએ શુભારંભ પ્રસંગે મુલાકાત લીધી હતી.
સમર્થ ગ્રૃપના મુખ્ય સંચાલકો પૈકીના પાર્થ પટેલે નવા શોરૂમની શું વિશેષતા છે તે બાબતે જણાવ્યુ હતુ કે મુખ્ય તો પાર્કિંગની પૂરી સગવડ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ફક્ત સોનાના દાગીના અને સેકન્ડ ફ્લોરમાં ચાંદીના તથા ડાયમંડના દાગીનાનો શોરૂમ છે. લગ્ન પ્રસંગના દાગીના માટે મોટે ભાગે પરિવારના તમામ સભ્યો સાથે હોય છે. જે માટે બે વેઈટીંગ રૂમ બનાવવામા આવ્યા છે. બાળક માટે રેસ્ટ રૂમ અને ગ્રાહકો માટે ડાયનીંગની પણ વ્યવસ્થા કરવામા આવી છે. ઉંમર લાયક કે પગની તકલીફ ધરાવતા ગ્રાહક માટે લીફ્ટની સગવડ કરવામા આવી છે. દાગીનાની ખરીદીમાં ગ્રાહકે ખર્ચેલી રકમનુ પુરેપુરુ વળતર મળે તે માટે ખાસ ધ્યાન રાખવામા આવે છે. દાગીનાના ગ્રોસ વજનમાંથી ડાયમંડ, સ્ટોન, જડતર, મીણો વગેરેનુ પુરેપુરુ વજન બાદ કર્યા બાદ નેટ વજન પ્રમાણે સોનાની કિંમત ગણવામા આવે છે.બજાર કરતા ગ્રાહકોને લેબર થોડુ વધારે લાગતુ હશે પરંતુ કોઈ ખોટા ચાર્જ લેવામા આવતા નથી અને નેટ વજન ઉપર જ જે દિવસનો સોના ચાંદીનો જે ભાવ હોય તેજ ભાવ ગણવામા આવે છે. સોના ચાંદીના અને રીયલ ડાયમંડના દાગીનામા ટૂંક સમયમા જ ગ્રાહકોને વિશ્વાસ સંપાદન કરનાર સમર્થ જવેલરીના આ નવા શોરૂમમાં લોકોના અભુતપૂર્વ આવકાર મળી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us