Select Page

ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ૨૨ તથા પ્રિલીટીગેશનમાં ૨૦ અરજદારોનેવિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રયત્નોથી ૩૮.૪૬ લાખનુ વળતર મળ્યુ

ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ૨૨ તથા પ્રિલીટીગેશનમાં ૨૦ અરજદારોનેવિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રયત્નોથી ૩૮.૪૬ લાખનુ વળતર મળ્યુ

વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની તટસ્થ અને નિષ્પક્ષ કામગીરીથી એકજ વર્ષમાં ૪૨ અરજદારોને ન્યાય અને વળતર મળ્યુ છે. શેહશરમ કે ભેદભાવ વગરની કામગીરીથી અરજદારોને વિવિધ કેસમાં કુલ રૂા.૩૮,૪૬,૯૨૪/- નુ વળતર મળ્યુ છે. સમગ્ર ગુજરાતના ગ્રાહક સુરક્ષા મંડળોમાં વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળની અવ્વલ નંબરની કામગીરીની નોધ હવે સરકારી તંત્રમાં પણ લેવાઈ રહી છે. મહત્વની બાબત તો એ છેકે ગ્રાહક લક્ષી એક સારી ઈમેજ બનતા વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જે દાદ માગવામાં આવે છે તેમાં અરજદારોને પૂરેપૂરુ વળતર મળી રહ્યુ છે.
પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલે દિર્ઘદ્રષ્ટીથી પટેલ ભરતભાઈ બળદેવભાઈ એકાઉન્ટન્ટને ગ્રાહક સુરક્ષાના પ્રમુખ પદની જવાબદારી સોપતા અત્યારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં નોધપાત્ર કામગીરી થઈ રહી છે. પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી હરગોવનભાઈ પટેલ, સભ્ય વિષ્ણુભાઈ સુથાર, વિજયભાઈ ભાવસાર, અમરતભાઈ પટેલ વિગેરે સભ્યોની ગ્રાહક સુરક્ષાની ઓફીસે નિયમિત હાજરીથી તેનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. ગત એક વર્ષનુ ગ્રાહક સુરક્ષાની કામગીરીનું સરવૈયુ કાઢવામાં આવતા ગ્રાહક સુરક્ષાની સમગ્ર ટીમને બીરદાવી શકાય તેવા પરિણામ મળ્યા છે.
વિસનગર ઉપરાંત્ત વડનગર,ખેરાલુ, સતલાસણા તથા મહેસાણા તાલુકા સુધી વ્યાપ વધ્યો
અગાઉ મહેસાણા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અવરજવરમાં સમય અને નાણાંના વ્યયના ડરથી કેટલાક ગ્રાહકો દાદ માગવાનુ ટાળતા હતા. પરંતુ હવે ગ્રાહકોના હિતને લક્ષમાં રાખી વિસનગર ગ્રાહક મંડળ ગ્રાહક વતી સમગ્ર કેસની પ્રક્રિયા કરતા લોકો ન્યાય માટે જાગૃત બન્યા છે. તા.૧-૪-૨૦૨૨ થી ૩૦-૬-૨૦૨૨ સુધી ૨૨ ગ્રાહક વતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કર્યા હતા. જેમાં ગ્રાહકોને કુલ રૂા.૨૨,૨૩,૦૫૪/- નુ વળતર મળ્યુ છે. વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના વકીલની દલીલો આધારે સાબરમતી ગેસ, યુનિયન બેંક ઓફ ઈન્ડીયા, ટાટા એ.આઈ.જી.જનરલ ઈન્સ્યોરન્સ, રીયા કાર્સ પ્રા.લી., શ્રીરામ જનરલ ઈન્સ્યુ.કં.લી., ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ, નેશનલ ઈન્સ્યુરન્સ, લીબર્ટી જનરલ ઈન્સ્યુરન્સ, બેંક ઓફ ઈન્ડીયા, ચોલા મંડલ એમ.એસ.જનરલ ઈન્સ્યુરન્સ, બજાજ એલીયરન્સ જન ઈન્સ્યુ., એક્સીસ બેંક, ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ, શ્રેયાસ રીટેઈલ પ્રા.લી. રેલીગેર હેલ્થ ઈન્સ્યુરન્સ, બેંક ઓફ બરોડા વિગેરે સંસ્થાઓને વળતર આપવા હુકમ થયો હતો.
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ગ્રાહક ન્યાય માટે અરજી કરે ત્યારે ગ્રાહકનો સમય બગડે નહી અને ઝડપી ન્યાય મળે તેમજ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો સમય બગડે નહી તે માટે પ્રથમ પ્રિલીટીગેશનથી અરજીનો નિકાલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રાહકની અરજી આધારે વેપારી કે કંપનીને નોટીસ આપી સમાધાનના પ્રયત્નો કરવામાં આવે છે. તા.૧-૪-૨૦૨૨ થી તા.૩૦-૬-૨૦૨૩ સુધીમાં પ્રિલીટીગેશનથી ૨૦ ગ્રાહકોને રૂા.૧૬,૨૩,૮૭૦/- વળતર અપાવ્યુ છે. જે ખુબજ મહત્વની બાબત છે. આ ઉપરાંત્ત અન્ય નાના કેસોમાં વેપારીઓની સેવામાં ખામીના કારણે ગ્રાહકોએ ખરીદેલ સાધનોમાં અસંતોષ થાય તો આવા કેસોમાં પણ ગ્રાહકોને સંતોષકારક ન્યાય અપાવી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ગ્રાહકોમાં વિશ્વસનિયતા કેળવતા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળનો વિસનગર ઉપરાંત્ત વડનગર, ખેરાલુ, સતલાસણા અને મહેસાણા સુધી વ્યાપ વધ્યો છે. કોઈની પણ શેહ શરમમાં આવ્યા વગર ગ્રાહકોના ન્યાય માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ કટીબધ્ધ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us