થોડો તડકો સહન કરજો, પણ મતદાન જરૂર કરજો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક અસિતભાઈ મોદીનો વોટ આપવા અનુરોધ
મહેસાણા,
“આળસ કરશો નહીં થોડો તડકો સહન કરજો પણ મતદાન જરૂર કરજો ” આ શબ્દો છે વડનગરના વતની અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના પ્રોડ્યુસર નિર્દેશક અસિતભાઈ મોદીના “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નિર્માતા નિર્દેશક અને સર્જક અસિતભાઈ મોદીએ પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે સૌને મતદાન અવશ્ય કરશો એવો અનુરોધ કર્યો હતો. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે,” થોડો તડકો જરૂર સહન કરજો પણ મતદાન જરૂર કરજો. આપણા માટે લોકશાહીનો પર્વ લોકશાહીનો ઉત્સવ છે.હું પણ વડનગરનો છું એટલે સૌને અપીલ કરું છું સાતમી મે વહેલા જઈને મતદાન કરીએ પછી ચા નાસ્તો કરીએ. મત આપશો તો જ દેશનો વિકાસ થશે અને આપણે સમૃદ્ધિના માર્ગે જઈશું. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની જેમ મહેસાણા જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી સાતમી મે ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. તેના માટે જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય એ માટે વિવિધ પ્રચાર માધ્યમો અને સમાજના પ્રતિષ્ઠિત લોકો દ્વારા મતદાતાઓને અવશ્ય મતદાન કરવા માટેના પ્રેરક સંદેશાઓ અને વિચારો રજૂ કરાવવા માટે જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જે પૈકી હાલ વડનગરના લોકપ્રિય સીરીયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” ના સર્જક અસિતભાઈ મોદીએ પણ પોતાના વતન વડનગર અને મહેસાણા જિલ્લાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના લોકોને આળસ ના કરવા તેમજ તડકો હોય તો પણ વહેલી સવારે મતદાન કરવા જવા માટેનો આગ્રહ ભર્યો અનુરોધ કર્યો હતો એમ વડનગરના મામલતદારે જણાવ્યું હતું.