- પાટણ લોકસભાની ખેરાલુ વિધાનસભા ભાજપ મધ્યસ્થ કાર્યાલયમાં તમામ હોદ્દેદારોની સુચક હાજરી
પાટણ લોકસભાની ખેરાલુ વિધાનસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપે નવી સ્ટ્રેટજી ઉપર કામ કરતુ હોય તેવું લાગતુ હતુ. ખેરાલુ વિધાનસભાના લોકસભા કાર્યાલયનુ ખેરાલુ હાઈવે ઉપર અંબાજી આર્કેડમાં બપોરે ઉદ્ઘાટન થયુ હતુ. જેમા સમગ્ર વિધાનસભાના ગામે ગામથી આગેવાનો ઉમટી પડશે. તેવુ લાગતુ હતુ પરંતુ ખેરાુલ શહેરના પણ અગ્રણીઓને બોલાવ્યા નહોતા પરંતુ ખેરાલુ વિધાનસભાના ભાજપના તમામ અગ્રણીઓની હાજરી સુચક જોવા મળતી હતી. લગભગ વિધાનસભાકે લોકસભાની ચુંટણીમાં અત્યાર સુધી ચુંટણી કાર્યાલયોના ઉદઘાટન પ્રસંગે શક્તિ પ્રદર્શન હોય તે રીતે ગામેગામથી માનવ મહેરામણ બોલાવવામાં આવે છે. પરંતુ ભાજપે આ વખતે ચુંટણી સ્ટ્રેટજી બદલી હોય તેવુ લાગે છે. ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આગેવાનોને બોલાવ્યા હતા. જેમાં ભાજપના તમામ હોદ્દેદારોની હાજરી જોવા મળતી હતી. પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચુંટણી ચાણક્ય વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા શક્તિ પ્રદર્શન કર્યા વગર કામ કરતા આગેવાનોને ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રાખી કોંગ્રેસના અગ્રણીઓને પણ વિચારતા કરી દીધા છે.
ઉદ્ઘાટન પ્રસંગે સભાના સંબોધનમા તમામ આગેવાનોને શહેર ભાજપ મહામંત્રી ચેતનજી ઠાકોરે તમામ આગેવાનોને વધાવ્યા હતા. જેમા ઉપસ્થિત હેમન્તભાઈ શુકલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ વિધાનસભા પ્રભારી જયશ્રી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, વડનગર તા.પં.કારોબારી ચેરમેન નવલજી ઠાકોર, ખેરાલુ તા.પં. ઉપપ્રમુખ પ્રવિણાબેન ચૌધરી, ખેરાલુ તા.ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, સતલાસણા તા.ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, મહેસાણા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ મયુરભાઈ પટેલે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા, શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ વિસ્તારક મહીપાલસિંહ સોલંકી ચારે મંડલના મહામંત્રીઓ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય અશોકજી ઠાકોર, પાલિકાના સભ્યો સહીત ત્રણે તાલુકાના મોરચાના પ્રમુખ, મહામંત્રીઓનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.
સંબોધનની શરૂઆત વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુકે ખેરાલુ વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. જેમા ૧ લાખથી લીડ મળવાની છે.ઈતિહાસમાં જે બુથો પ્લસ નથી થયા તેવા બુથો પણ પ્લસ થવા જઈ રહ્યા છે. સમગ્ર લોકસભા પાંચ લાખ થી વધુ લીડ મળવાની છે. તમામ હોદ્દેદારોને વિનંતી કરુ છે કે ર૪ કલાક ચુંટણી સુધી પાર્ટી માટે કામ કરશો તેની ખાત્રી આપુ છુ. વિધાનસભાના પ્રભારી જયશ્રીબેન દેસાઈએ જણાવ્યુ હતુ કે અબકી બાર ૪૦૦ પાર નિશ્વિત છે. ભારત વિકસીત રાષ્ટ્ર બનવા જઈ રહ્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હેટ્રીક સાથે વડાપ્રધાન બનવાના છે. વડાપ્રધાન આપણા વતનના છે. જેથી આપણી વિશેષ જવાબદારી છે કે પાટણ લોકસભામાં પાંચ લાખની લીડથી જીતાડવાના છે. લોકસભાની સાત વિધાનસભામા સૌથી વધુ લીડ ખેરાલુ વિધાનસભા આપવાની છે.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ કે ર૦ર૪ ની લોકસભા ચુંટણી ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે અને દેશ માટે એક ઈતિહાસ બનવાનો છે. ગુજરાતમા અબ કી બાર ૪૦૦ પારની શરૂઆત સુરતથી કરી છે. ત્રીજીવખત જુના ખેરાલુના વતની નરેન્દ્રભાઈ મોદી હેટ્્રીક સાથે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ભાજપના પાયાનો કાર્યકર જેટલી મહેનત કરશે તેટલી પાર્ટી મજબુત બનવાની છે. ભાજપે મને સતત પાંચમી ટીકીટ આપી છે. દર વખતે વિધાનસભામા લીડ વધી છે. પાટણ લોકસભાના ઈતિહાસમાં કોઈ ઉમેદવાર બે લાખ મતે જીત્યો નથી. તમે મને ગત લોકસભામાં જીતાડયો છે ચુંટણી જાહેર થઈ ત્યારથી સતત મિટીંગનો દોર ચાલ્યો છે. જેમા જિલ્લા પંચાયત સીટો તાલુકા પંચાયત દિઠ શક્તિ કેન્દ્રો પેજ પ્રમુખોની મિટીંગોની થઈ છે. જયાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ઠેર ઠેર તલવાર, સાફો, ઘોડા, બગીમાં સ્વાગત કર્યુ છે. ૧૯પરમા સ્વ. શંકરજી ઠાકોર ર૬ વર્ષે ધારાસભ્ય બન્યા સાત વખત ધારાસભ્ય બની કેબીનેટ મિનિસ્ટર પણ બન્યા હતા. તેજ રીતે મને પણ સરપંચથી પાર્લામેન્ટ સુધી તમારા સહકારથી જીત અપાવી છે. પાટણ લોકસભામાં ભાજપનો વિજય પાંચથી સાત લાખ મતે થવાનો છે. મે પ્રમાણિકતાથી કામ કર્યુ છે કોઈને નડવાનુ કામ કર્યુ નથી. લેટરપેડ પણ જોઈએ ત્યારે આપ્યા છે. આ વિસ્તારના પાણી કે રસ્તાના પ્રશ્નો હલ કર્યા છે. મહેસાણા- તારંગા-અંબાજી રેલ્વે લાઈન માટે લોકસભાના રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે ૩૦૦૦ કરોડ મંજુર કર્યા છે. આ વિસ્તારના તમામ બાકી પ્રશ્નો હલ કરીશુ. ધારાસભ્ય સરદારભાઈનુ સ્વપ્ન છે કે વિસ્તારમા ઉદ્યોગ લાવીએ તો મોટો ઉદ્યોગ માટે પ્રયત્ન કરીશ. ર૦ લાખ મતોના ૧૧૦૦ ગામડામા પ્રચાર કરવાનો છે. તમામ લોકોનુ કામ કરીશ તેની ખાત્રી આપુ છુ. વડાપ્રધાને વિદેશ નિતી, સંરક્ષણ અને આર્થિક બાબતે સમુધ્ધ બનાવ્યુ છે. ભારત મહાસત્તા બને તે માટે મતદાન કરવા વિનંતી કરી હતી.
ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ કે સિધ્ધપુરમા મહિલા સંમેલનમા જવાનુ હોવાથી પાટણ લોકસભાના ઉમેદવાર આપણી વચ્ચેથી નીકળી ગયા પરંતુ તેમને મજબુત ટેકો આપવા આહ્વાન કરુ છુ. ખેરાલુ વિધાનસભામાં જે પ્રમાણે પ્રવાસમાં ભારે ઉત્સાહ છે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પહેલા પાણી વગર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં પાણીની તકલીફ હતી. પરંતુ હાલમાં પાણી પહોચતુ કર્યુ છે. ખેરાલુ માટે ૩૧૭ કરોડની યોજના, ખેરાલુથી વાવનો ૧પ૧ કરોડનો ફોર ટ્રેક રોડ, મહેસાણાથી વે-વેઈટ હોટલ થઈ વડાલી સુધીનો ૭૦૦ કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. ધરોઈ ઉપરનો ચાર માર્ગીય ૪૦૦ કરોડનો બ્રિજ, જેવા અસંખ્ય કામો થઈ રહ્યા છે. ગત વખતે ૬૦ હજારની લીડ ખેરાલુ વિધાનસભાએ આપી હતી. આ વખતે ૧.રપ લાખની લીડ મળવાની છે. જો ખેરાલુ વિધાનસભા ૧.રપ લાખની લીડ આપીએ તો ર૦ર૯માં ફરીથી લોકસભાની ટીકીટ ખેરાલુ વિધાનસભાને મળશે. મોદી સાહેબે રેલ્વે માટે ૩૦૦૦ કરોડ, ધરોઈ પ્રવાસન માટે રપ૦૦ કરોડ આપ્યા છે. ભરતસિંહ ડાભીએ કહ્યુ કે સવાલાખની લીડ આપીએ અને પાંચ લાખની લીડ આપીએ તો મોટો હજારો કરોડના પ્રોજેકટ આવે. ક્ષત્રિય આંદોલનમા અમે ક્ષત્રિય સમાજને આગેવાનોને મનાવી લઈશુ તેવો અમને વિશ્વાસ છે. મે મહિનાની સાત તારીખ સુધી પોતાનુ બુથ, ગામ અને શક્તિકેન્દ્રોમા કામ કરવાનુ છે. રપપ બુથોમાં દરેક ગામમાં પ૦૦ની લીડ મળે એટલે સવાલાખની લીડ પૂર્ણ થાય.
ભરતસિંહ દિલ્હી પહોચે, વડાપ્રધાન આપણા તાલુકાના તે પ્રમાણે આપણા ચારે હાથમાં લાડુ છે. નવી પેઢીને રોજગારી તક આપવાનો સમય છે. આ વખતે સુવર્ણ સમય છે જે તક ચુકવાની નથી વિધાનસભાના કોઈપણ ગામમાં કોઈના પણ ત્યાં ધારાસભ્યને લઈ જવાથી મત વધતા હોય તો હું તમે કહો ત્યાં ચા પીવા જરૂર આવીશ. કાર્યાલય ઉપર જાણ કરવા ધારાસભ્યએ કાર્યકરોને અપીલ કરી હતી.