Select Page

ખેરાલુમાં મત આપનારને ૫ થી ૧૦ % ડિસ્કાઉન્ટ અપાશે

મતદાન કરનાર નાગરિકોને ખેરાલુના દુકાનદારો વેપારીઓ મતદાનના દિવસે ખાસ ડિસ્કાઉન્ટ આપશે

મહેસાણા,
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ અને પ્રચાર પ્રસારમા જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર સાથે જન સામાન્ય પણ સહભાગી બની રહ્યું છે. નાના અને મધ્યમ દુકાનદારો પણ મતદાન વધારેમાં વધારે થાય એ માટે મતદારો માટે અલગ અલગ પ્રોત્સાહનો આપી રહ્યા છે. જે માટે લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ખેરાલુમાં વધારે મતદાન થાય તે માટે પ્રાંત અધિકારી ખેરાલુની સૂચનાથી ખેરાલુ નગરપાલિકાના વહીવટદાર કે.એસ. મકવાણા, ચીફ ઓફિસર દિગ્વિજયભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ખેરાલુ નગરપાલિકા ખાતે વેપારીઓની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મતદાન કરનારા મતદાતાઓને પાંચથી દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા વેપારી એસોસિયશન મિટિંગ કરી મતદાનના દિવસે મતદારને પ્રોસાહિત કરવા માટે ૫ થી ૧૦% ડિસ્કાઉન્ટ આપવા માટે સંમતિ દર્શાવેલ. નગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકાર ની દુકાન, રેસ્ટોરન્ટ, કપડા દુકાન ધારકોની મીટીંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા ચુંટણી અને તાલુકા તંત્ર દ્વારા તેમને અપીલ કરેલ કે લોકસભાની ચુંટણીમાં મહત્તમ મતદાન કરવામાં આવે તે માટે ખેરાલુના નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવે. જેને અનુલક્ષીને, તંત્રની અપીલને ધ્યાને લઈને સૌ દુકાન ધારકો તથા રેસ્ટોરન્ટ ધારકો એ જે નાગરિકો મત આપીને તેમને ત્યાં સામાન ખરીદવા આવે અને આંગળી માં મત આપ્યાનું નિશાન બતાવે તે લોકો માટે ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી થયેલ છે. એ પ્રમાણે અલગ અલગ દુકાન ધારક અશોશિયેશન સાથે મીટીંગમાં તમામે મત આપનાર લોકો ને ૫ થી ૧૦ % ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરેલ છે. એમ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાપતિએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ. નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ રીતે પ્રોત્સાહકો પ્રવૃત્તિઓ જન સહયોગ દ્વારા કરવામાં આવી રહી છે. ખેરાલુ શહેરમાં ૫ થી ૧૦% ડિસ્કાઉન્ટ આપનારા વેપારીઓમાં ૫% ડિસ્કાઉન્ટ આપનાર વિશાલ ઈલેક્ટ્રોનિક્સ (કાન્તમ કોમ્પલેક્ષ), જીગર કિરાણા (ચંદ્રપુષ્પ કોમ્પલેક્ષ), લખન સ્ટોર (મેઈન બજાર), દર્શન એમ્પોરિયમ(સ્ટેશન રોડ), તુલસી રેસ્ટોરન્ટ(અંબાજી હાઈવે), B-માર્ટ (શિવ લેન્ડમાર્ક) તથા ૧૦% ડિસ્કાઉન્ટ આપનાર ક્રિષ્ના ફૂટવેર (મેઈન બજાર) દ્વારા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us