Select Page

વિસનગરના ૨૩૬ માંથી ૩૭ બુથમાં સ્ત્રી પુરુષ સમોવડી

વિકસીત ભારત દેશમાં દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધતો જાય છે. પશ્ચીમી દેશોની જેમ હવે દેશની મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતી જાય છે. ત્યારે હવે મતદારોમાં પણ મહિલાઓનો નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં ૧૮ બુથમાં મહિલા મતદારોની સંખ્યા વધારે નોધાઈ છે. જે જોતા હવે રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચારમા મહિલાઓની નોધ લેતા થયા છે.
વિસનગર તાલુકામા ડીસેમ્બર ૨૦૨૩ સુધી સેક્સ રેશીયો ૧૦૦૦ પુરુષોએ ૮૯૪ સ્ત્રીઓનો હતો. જે વધીને એપ્રીલ ૨૦૨૪ સુધીમા ૯૦૨ થયો છે. જેની અસર લોકસભાની ચુંટણીમાં મતદાર યાદીમાં પણ જોવા મળી રહી છે. અત્યાર સુધી પરિસ્થિતિ એવી હતી કે ચુંટણી મીટીંગો અને પ્રચારમાં પુરુષ મતદારોનેજ બોલાવવામાં આવતા હતા. હવે બદલાયેલી પરિસ્થિતિમાં મહિલા મતદારોની પણ નોધ લેવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિસનગર મત વિસ્તારમાં કુલ ૨,૩૪,૨૧૦ મતદારોમા પુરુષ મતદારોની ટકાવારી ૫૧.૫૦ છે. જ્યારે સ્ત્રી મતદારો ૪૮.૫૦ ટકા છે. પુરુષ અને સ્ત્રી મતદારો વચ્ચે હવે ત્રણ ટકાનોજ ફરક છે. વિસનગરના ૨૩૬ બુથમાંથી ૧૮ બુથ એવા છેકે જેમાં મહિલા મતદારોની સંખ્યા એક આકડામા ઓછી છે. બુથ નં.૨૦ વાલમ-૪ મા પુ.-૫૯૯ સ્ત્રી-૫૯૭, બુથ નં.૩૨ કાજીઅલીયાસણામા પુ.-૪૩૦ સ્ત્રી-૪૨૬, બુથ નં.૫૩ રાજગઢ પુ.-૫૯૮ સ્ત્રી-૫૯૩, બુથ નં.૬૫ કાંસા-૨ પુ.-૩૦૬ સ્ત્રી-૩૦૩, બુથ નં.૬૬ કાંસા-૩ પુ.-૩૬૫ સ્ત્રી-૩૬૪, બુથ નં.૧૦૨ વિસનગર-૯ પુ.-૫૯૩ સ્ત્રી-૫૯૨, બુથ નં.૧૧૨ વિસનગર-૧૯ પુ.-૩૦૯ સ્ત્રી-૩૦૩, બુથ નં.૧૧૪ વિસનગર-૨૧ પુ.-૬૨૮ સ્ત્રી-૬૨૫, બુથ નં.૧૩૧ વિસનગર-૩૮ પુ.૬૩૬ સ્ત્રી-૬૩૨, બુથ નં.૧૪૨ વિસનગર-૪૯ પુ.-૪૦૨ સ્ત્રી-૪૦૧, બુથ નં.૧૫૪ ભાલક-૪ પુ.-૪૭૩ સ્ત્રી-૪૭૧, બુથ નં.૧૫૯ બાકરપુર-૨ પુ.-૩૨૯ સ્ત્રી-૩૨૮, બુથ નં.૧૬૭ સવાલા-૧ પુ.-૫૦૪ સ્ત્રી-૪૯૮, બુથ નં.૧૮૦ ચિત્રોડીપુરા પુ.-૩૨૫ સ્ત્રી-૩૨૧, બુથ નં.૧૮૩ કમાણા-૧ પુ.-૪૭૦ સ્ત્રી-૪૬૩, બુથ નં.૧૯૨ મગરોડા-૧ પુ.-૩૯૦ સ્ત્રી-૩૮૩, બુથ નં.૨૦૮ ધામણવા-૨ પુ.-૫૪૮ સ્ત્રી-૫૪૭, બુથ નં.૨૦૯ ધારૂસણા પુ.-૩૫૧ સ્ત્રી-૩૪૫ એમ કુલ ૧૮ બુથમા સ્ત્રી મતદારો એકી સંખ્યામાં ઓછા છે.
જ્યારે ૧૯ બુથ એવા છેકે જેમા પુરુષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધારે નોધાઈ છે. જેમાં બુથ નં.૪૫ ઉમતા-૬ પુ.-૩૭૯ સ્ત્રી-૩૮૧, બુથ નં.૪૯ હસનપુર-૧ પુ.-૩૬૩ સ્ત્રી-૩૬૯, બુથ નં.૫૬ થલોટા-૨ પુ.-૫૪૭ સ્ત્રી-૫૫૯, બુથ નં.૫૯ પુદગામ પુ.-૫૮૨ સ્ત્રી-૫૮૪, બુથ નં.૯૭ વિસનગર-૪ પુ.-૩૨૦ સ્ત્રી-૩૪૧, બુથ નં.૧૦૬ વિસનગર-૧૩ પુ.-૫૭૨ સ્ત્રી-૫૮૬, બુથ નં.૧૧૦ વિસનગર-૧૭ પુ-૬૨૬ સ્ત્રી-૬૩૨, બુથ નં.૧૧૭ વિસનગર-૨૪ પુ.-૩૯૨ સ્ત્રી-૪૧૧, બુથ નં.૧૧૯ વિસનગર-૨૬ પુ.-૪૮૫ સ્ત્રી-૪૯૭, બુથ નં.૧૬૩ કુવાસણા-૨ પુ.-૩૨૯ સ્ત્રી-૩૩૬, બુથ નં.૧૬૪ કુવાસણા-૩ પુ.-૩૬૦ સ્ત્રી-૩૬૨, બુથ નં.૧૭૧ રાવળાપુરા પુ.-૪૬૧ સ્ત્રી-૪૬૫, બુથ નં.૧૮૧ બેચરપુરા પુ.-૩૦૩ સ્ત્રી-૩૦૬, બુથ નં.૧૯૧ દઢિયાળ-૪ પુ.-૫૦૪ સ્ત્રી-૫૦૭, બુથ નં.૨૦૧ ગુંજા-૧ પુ.-૩૬૭ સ્ત્રી-૩૬૭, બુથ નં.૨૧૪ લાછડી-૨ પુ.-૫૪૪ સ્ત્રી-૫૫૬, બુથ નં.૨૧૫ રામપુરા(લાછડી) પુ.-૩૬૧ સ્ત્રી-૩૬૬, બુથ નં.૨૧૬ કડા-૧ પુ.-૪૨૭ સ્ત્રી-૪૩૨ તથા બુથ નં.૨૩૪ કામલપુર(ગોઠવા) પુ.-૪૬૮ સ્ત્રી-૫૦૧ એમ ૧૯ બુથમાં સ્ત્રી મતદારોની સંખ્યા વધારે નોધાઈ છે.
પહેલા પરિસ્થિતિ એવી હતી કે દિકરીઓને ભણતરમાં મહત્વ અપાતુ નહોતુ. અત્યારે દરેક દિકરી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરે તેવી માતા પિતાની મહેચ્છા હોય છે. જેથી દિકરીઓમાં ભણતર વધ્યુ છે. જેથી હવે મહિલાઓ ઘરકામની સાથે સારૂ ખોટુ સારી રીતે સમજી શકે છે. એટલા માટેજ રાજકીય પક્ષો મહિલા અનામતને મહત્વ આપી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us