Select Page

ખેરાલુમાં મુસ્લીમ સમાજનું ભાજપના ભરતસિંહને ખુલ્લુ સમર્થન

ખેરાલુમાં મુસ્લીમ સમાજનું ભાજપના ભરતસિંહને ખુલ્લુ સમર્થન
પાટણ લોકસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ચુંટણી પ્રવાસ ચાલે છે. જેમાં ખેરાલુ તાલુકાના રહી ગયેલા ગામોનો પ્રવાસ પુર્ણ થતા સાંઈધામ કાદરપુર ખાતે ખેરાલુ તાલુકાના ૧૪ ગામોના મુસ્લીમ આગેવાનોની મિટીંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના આગેવાનો હાજર રહેતા બેસવા માટેની ખુરશીઓ પણ ખુટી પડી હતી.
મુસ્લીમ સમાજની મિટીંગમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ખુલ્લુ સમર્થન આપતા ભાજપના આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, રામસિંહ શંકરજી ઠાકોર, ત્રણ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ નટુભા, ડભોડા સરપંચ ભુપતજી ઠાકોર, ખેરાલુ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બારોટ (ચાડા), હાજી જહાંગીરભાઈ સિંધી (ખેરાલુ), કરીમખાન બહેલીમ (ખેરાલુ), શેખુબાપુ કાજી (લાલાવાડા), ફિરોજખાન પોલાદી (ખેરાલુ), લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ રંગરેજભાઈ છોટાભાઈ (પ્રિન્સીપાલ), સિમાબાનું (અમદાવાદ) સહિત મોટી સંખ્યામાં મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, મુસ્લીમ સમાજે વિચારવુ જોઈએ કે, આગામી સમયમાં ખેરાલુ વિધાનસભાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અભુતપુર્વ વિકાસ કરાઈ રહ્યો છે. હજારો કરોડની ગ્રાન્ટો ફાળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતની ગાથામાં જોડાવવા આહવાન કર્યુ હતુ. બધાના સાથ સહકાર આપીએ અને વધુ વિકાસ કરીએ. વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાછે. વડાપ્રધાન બન્યા પછી જુના ખેરાલુ તાલુકાના વતની હોવાથી વધુમાં વધુ લાભ આપણને મળવાનો છે. વધુ લીડથી ભરતસિંહ ડાભીને જીતાડવા અપીલ કરી હતી. તેમજ મુસ્લીમ સમાજને કોઈપણ વિકાસ કામ માટે જરૂર હોય તો અમને કહેજો ૧૪ ગામોના તમામ બુથ પ્લસ કરીને આપો. કમળમાં મત આપી અમારી સાથે છો તેની સાબિતી આપો. હું તમને ખાત્રી આપુ છું તેમને વિકાસ કરવામાં ક્યારેય અન્યાય નહી થાય તેની ખાત્રી આપુ છુ. કોઈ ખોટી રીતે તમને હેરાન કરતુ હોય તો હું તમારી સાથે છું. જો ખોટા કામમાં કોઈને મદદ કરવાનો નથી. જેથી ખોટા કામો લઈને આવવુ નહી. સોયદોરાનુ કામ કરવાનુ છે. કાતરનુ કામ કરવાનુ નથી. ભૂતકાળની વાતો ભુલી જવાનું છે. લોકોએ આપણને દુર રાખવા ખુબ પ્રયત્ન કર્યા છે.
પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે, ત્રણ વિધાનસભા અને એક લોકસભાની ચુંટણી જીત્યો છું. ક્યારેય મુસ્લીમ સમાજના ગામોમાં બુથ પ્લસ થયા નથી. જેથી આ વખતે ધ્યાન રાખજો, મુમનવાસ ગામે ચુંટણી પ્રવાસમાં ગયો ત્યારે મોટી જનમેદની એકત્ર થઈ હતી. ત્યારે કહ્યુ હતુ કે, ઘણી ચુંટણીઓમાં આવ્યો છું. પરંતુ આટલી મોટી સભા લઘુમતીઓની જોઈ નથી. પહેલી વખત આટલી મોટી સંખ્યા જોઈ છે. બીજો અનુભવ કાદરપુર સાંઈધામ મંદિરે સભામાં જોયો છે. ૭૦ વર્ષના સાશનમાં પહેલી આટલી મોટી સભા જોઈ છે. રાજકારણએ સેવાનું ક્ષેત્ર છે. સેવા કરવા ક્યારેય ધર્મ જોયો નથી. આ ક્ષેત્ર પવિત્ર છે. બુથ છલકાવી વડાપ્રધાનના વિકાસમાં સહભાગી બનો તેવી અપીલ કરી હતી.
ખેરાલુ તાલુકાના ૧૪ ગામોના મુસ્લીમ સમાજના આગેવાનોની મિટીંગમાં ભરતસિંહ ડાભીને ખુલ્લુ સમર્થન જાહેર કરાતા આગામી ખેરાલુ નગરપાલિકાની ચુંટણી લડવા ઈચ્છુક કોંગ્રેસના આગેવાનોમાં ફફડાટ વ્યાપ્યો હોય તેવુ લાગતુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts