Select Page

અભ્યાસ કરતી દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે રાવળાપુરાની મહિલાઓની સવાલામાં દબાણ હટાવી પોલીસ ચોકી બનાવવા માગણી

અભ્યાસ કરતી દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે રાવળાપુરાની મહિલાઓની સવાલામાં દબાણ હટાવી પોલીસ ચોકી બનાવવા માગણી

વિસનગર તાલુકાના રાવળાપુરા ગામની મહિલાઓએ પોતાની ગામની તથા આજુબાજુના ગામની અભ્યાસ કરતી દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સવાલા બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી લાયસન્સ વગર ધમધમતી બિલ્મીલ્લાહ હોટલનુ દબાણ દુર કરી તે જગ્યાએ પોલીસ ચોકી બનાવવા મહેસાણા કલેક્ટરશ્રીને લેખિત રજુઆત કરી હતી. જેમાં ટી.ડી.ઓ.ના આદેશથી સવાલા ગ્રામ પંચાયતે રોડની આજુબાજુના દબાણકર્તાઓને પોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવવા જાહેર સુચના આપતા અત્યારે બિસ્મીલ્લાહ હોટલના સંચાલકે સ્વૈચ્છિક પોતાનુ દબાણ હટાવ્યુ છે.
વિસનગર તાલુકાના રાવળાપુરા અને સવાલા ગામના વિદ્યાર્થીઓ વચ્ચે તા.૭-૭ના રોજ બસમાં બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં કોઈએ ફોન કરતા સવાલા બસ સ્ટેન્ડ પાસે મુસ્લીમ સમાજના ટોળાએ બસને ઘેરી અંદર બેઠેલી રાવળાપુરા ગામની વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હતા અને પાકિસ્તાન જીંદાબાદ બોલો કહીને પથ્થરમારો કર્યો હોવાની વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા સમગ્ર હિન્દુ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ બનાવ બાદ રાવળાપુરા ગામની મહિલાઓએ મહેસાણા જીલ્લા કલેક્ટરશ્રીને રજુઆત કરી છે કે, સવાલા ગામમાં જ્યારે કવાલી હોય છે ત્યારે કરોડો રૂપિયાનો દારૂ, ગાંજો તથા ચરસ પિવાય છે. ગામના અસામાજીક તત્વો સાંજના સમયે દારૂ- ગાંજાનું વેચાણ કરે છે.
તાલુકા અને જીલ્લાના વહીવટીતંત્રના આદેશથી અત્યારે બિસ્મીલ્લાહ હોટલના સંચાલકે સ્વૈચ્છીક પોતાનુ દબાણ હટાવ્યુ છે
મહેસાણા જીલ્લા તથા ગુજરાત બહારના રાજ્યોના તડીપારો સવાલા ગામમાં રહે છે. જેમની પાસે ગેરકાયદેસર બંદુક અને તમંચા હોય છે. સવાલાથી કમાણા રોડ ઉપર જ્યાં વર્ષોથી હિન્દુઓના મંદિર આવેલા છે તેની આજુબાજુમાં મટનની દુકાનો છે. તેમજ અરડુસા બસસ્ટેન્ડની આજુબાજુ આંગણવાડી કેન્દ્ર પાસે પણ બિનઅધિકૃત ચિકન અને મટનની દુકાનો ચાલે છે. જેથી હિન્દુઓની લાગણી દુભાય છે. તેમજ નાના બાળકો ઉપર તેની વિકૃત અસર ઉભી થાય છે. તો અમારા ગામની તથા આજુબાજુના ગામની અભ્યાસ કરતી દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સવાલા બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી લાયસન્સ વગર ધમધમતી બિસ્મીલ્લાહ હોટલનું દબાણ દુર કરી તેની જગ્યાએ પોલીસ ચોકી બનાવી તેમાં રિવોલ્વર સાથે એક એ.એસ.આઈ, બંદુક સાથે હેડ કોન્સ્ટેબલ, રાઈફલ સાથે પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ તથા એક પોલીસવાનની વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આ રજુઆતને ગંભીરતાથી લઈ ૨૦ દિવસમાં કાર્યવાહી નહી થાય તો હિન્દુ સંગઠનોેનો આશરો લઈને મહારેલી કાઢવાની ચિમકી ઉચ્ચારી છે. જોકે કલેક્ટરશ્રીને રજુઆત કર્યા બાદ તેમના આદેશથી ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓએ ગંભીરતાથી નોંધ લઈ સરકારી જમીનમાં થયેલુ દબાણ દુર કરવા સવાલા ગ્રામ પંચાયતને આદેશ કર્યો હતો. ટી.ડી.ઓના આદેશથી ગ્રામ પંચાયતે રોડની આજુબાજુના દબાણકર્તાઓને સ્વૈચ્છિક પોતાનુ દબાણ દુર કરવા જાહેર સુચના આપી હતી. જેમા અત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ બિસ્મીલ્લાહ હોટલના સંચાલકે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તંત્રની હાજરીમાં સ્વૈચ્છીક રીતે પોતાનુ દબાણ હટાવ્યુ છે. હવે બીજા દબાણો ક્યારે દુર થાય છે તેની લોકો રાહ જોઈને બેઠા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us