Select Page

લોકસભાની ચુંટણીના છેલ્લા અઠવાડીયામા ખેરાલુ વિધાનસભા સીટમા ભાજપ દ્વારા ર૭પ ઉપરાંત બેઠકોનો ધમધમાટ

લોકસભાની ચુંટણીનુ મતદાન ૭મે ના દિવસે છે. તેમા પ મેના દિવસે રાત્રે ચુંટણી પ્રચાર બંધ થાય તે પહેલા છેલ્લા અઠવાડીયામા ભાજપ દ્વારા ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ર૭પ ઉપરાંત બેઠકો કરી ચુંટણી પ્રચાર પૂર્ણ કર્યો હતો. ભાજપ દ્વારા માઈક્રો પ્લાનીંગ કરી વિધાનસભાના રપપ બુથો ઉપરાંત સમાજની મિટીંગોનો દોર શરૂ કર્યો હતો. ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલ, વિધાનસભાના વિસ્તારક મહિપાલસિંહ સોલંકી, વિધાનસભાના પ્રભારી જયશ્રીબેન દેસાઈ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, ડભાડ જિલ્લા સીટમા નિવૃત ડી.વાય.એસ.પી.એમ.ડી.ચૌધરી, મલેકપુર જિલ્લા સીટમા દિનેશભાઈ ચૌધરી, સતલાસણા જિલ્લા સીટમાં મુકેશભાઈ મહેતા, સુદાસણા જિલ્લા સીટમાં કનુભાઈ બારોટ, વિરેન્દ્રસિંહ ઠાકોર, થાનસિંહ ચૌહાણ, સહીત જવાબદારી ઉપાડી હતી. જેમા સહયોગ કરનાર આગેવાનો જોઈએ તો ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ઠાકોર, ડભોડા સરપંચ ભુપતજી ઠાકોર, સિપોર જિલ્લા પંચાયત સભ્ય યશવંતસિંહ રાઠોડ, કોદરભાઈ રામી, ભગુભાઈ પટેલ, બાબુજી ઠાકોર (વકીલ), માનસિંહભાઈ ચૌધરી ઊણાદ, તેમજ ખેરાલુ તાલુકામાં બાબુજી ઠાકોર (વાવડી), વિનાયકભાઈ પંડયા (વિઠોડા), દિલિપસિંહ રાણા(મંદ્રોપુર), સવજીભાઈ ચૌધરી (બળાદ), દલસંગભાઈ ચૌધરી (મછાવા), રમેશભાઈ રાવત (મંડાલી), મુકેશભાઈ બારોટ( ડભાડ), દિનેશભાઈ મોદી(ડભાડ), રેવાભાઈ ચૌધરી (અરઠી), વિનુભાઈ પી.ચૌધરી (મહિયલ), દશરથભાઈ પ્રજાપતિ (થાંગણા), ભરતજી ઠાકોર( લીમડી), ભરતભાઈ ચૌધરી (ચાણસોલ), ભગુભાઈ ચૌધરી (વઘવાડી), ધર્મેન્દ્રભાઈ બારોટ (ચાડા), રમેશજી ઠાકોર (દેલવાડા), રતીલાલ વાલ્મીકી(ગોરીસણા) ત્રણ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ ઉર્ફે નટુભા રાજપૂત, વિનોદભાઈ ચૌધરી (પ્રિન્સીપાલ), ખેરાલુ એ.પી.એમ.સી.ના ડીરેક્ટર દિનેશભાઈ દલસંગભાઈ ચૌધરી, મફાભાઈ દેસાઈ (અરઠી) સહીત સંખ્યાબંધ આગેવાનો દ્વારા તમામ બુથો ઉપર પ્રમુખોની મીટીંગનુ આયોજન કર્યુ હતુ.
૨૫૫ બુથો ઉપર મિટીંગો પૂર્ણ કરી તે દરમ્યાન દરરોજ સવાર સાંજ સમાજ વાઈઝ મિટીંગો કરી હતી જેમા મુસ્લીમ સમાજ, પ્રજાપતિ સમાજ, દેવી પુજક સમાજ, રબારી સમાજ, અનુસુચિત જાતી સમાજ, રાવળ યોગી સમાજ, મહિલા મીટીંગો રાજપૂત સમાજ સંમેલન (કોઠાસણા) આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયુ હતુ.
ખેરાલુ વિધાનસભામાં ભાજપ દ્વારા ઉપરોક્ત તમામ આગેવાનોને મિટીંગો સંમેલનો કરવાની જવાબદારી આપી હતી. જેમાં કોઈપણ જગ્યાએ હોબાળા કર્યા સિવાય ર૭પ ઉપરાંત મિટીંગો સંમેલનો કર્યા છે. જેમા દરરોજ આયોજનની મિટીંગો કાદરપુર સાંઈમંદિર ખાતે કરવામા આવી હતી. તમામ આગેવાનો મિટીંગ કરીને આવ્યા પછી દરરોજ રિપોટીંગ કરતા હતા. લોકોની મિટીંગોમાં હાજરી બાબતે પણ ચર્ચાઓ થતી હતી. ક્ષત્રિય સમાજની નારાજગી એક પણ મિટીંગ દરમ્યાન જોવા મળી નહોતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us