Select Page

ખેરાલુ નાગરિક બેન્કના ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા કે નહી તે બાબતે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટે સંપૂર્ણ સત્તા ચુંટણી અધિકારીને આપી

ખેરાલુ નાગરિક બેન્કના ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા કે નહી તે બાબતે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટે સંપૂર્ણ સત્તા ચુંટણી અધિકારીને આપી

ખેરાલુ નાગરિક બેન્કની ચુંટણી જાહેર થઈ ત્યારથી વિવાદ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમા તે પછી હાઈકોર્ટમા પહોચ્યો છે. સત્તાધારી પક્ષ સામે પરમાર દશરથભાઈ રામજીભાઈએ ખેરાલુ નાગરિક બેન્કના મુખ્ય ચુંટણી અધિકારી સામે ઉમેદવારી કરનાર કેટલાક ઉમેદવારોને ચુંટણી લડવાનો અધિકાર નથી તેવો દાવો દાખલ કર્યો હતો. જેમા ૭ ઉમેદવારોએ ગેરકાયદેસર રીતે ફોર્મ ભરેલા છે. તેમજ નિયમ મુજબ ચુંટણી લડવા અધિકાર ધરાવતા નથી છતા ચુંટણી ફોર્મ મંજુર કર્યો છે. જેથી ૭ વ્યક્તિ વિરૂધ્ધ કામ ચલાઉ મનાઈ હુકમ લેવા અને ચુંટણીમા ડિરેક્ટર તરીકે ભાગ લે નહી તેવી મનાઈ અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે ૬ ઉમેદવારોને રદ કરતો હુકમ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટમા સત્તાધારી પેનલના છ ઉમેદવારોએ અપિલ દાખલ કરતા હાઈકોર્ટ નીચલી કોર્ટમા ઉમેદવારોને સાંભળવા હુકમ કર્યો હતો. તે દરમ્યાન અચાનક ચુંટણી જાહેર કરી દેતા દશરથલાલ રામજીભાઈ પરમારે ન્યાય મેળવવા રજાના દિવસે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે ન્યાયના હિતમાં ચુંટણી ઉપર સ્ટે આપ્યો હતો.
ઉપરોક્ત બનાવ પછી બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ મા અપીલ ચાલી જતા તમામ છ ઉમેદવારો માટે ન્યાયના હિતમા નિર્ણય લેવાની સત્તા ચુંટણી અધિકારીને આપી ૪-ર-ર૦ર૬ ના રોજ એફિડેવીટ રજુ કરવા હુકમ કર્યો હતો.
બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટે દ્વારા હસમુખભાઈ ત્રિભોવનદાસ પટેલ, ગોવિંદભાઈ કાન્તીભાઈ સથવારા અને ગોવિંદભાઈ ભીખાભાઈ સથવારા જે નિયમ મુજબ ચુંટણી લડવા લાયકાત ધરાવે છે કે કેમ તેમના ફોર્મ ચાલુ રાખવા કે રદ કરવાનો ચુંટણી અધિકારીએ નિર્ણય લેવાનો રહેશે. પ્રજાપતિ જસવંતભાઈ હરગોવનભાઈ ઉમેદવાર બન્યા છે. પરંતુ પ્રજાપતિ નવિનભાઈ કરશનભાઈની લોનમા જામીન થયેલ છે. જેની લોન ર૯-૧ર-રપ ના રોજ ભરાઈ ગઈ છે. તેઓ ચુંટણી લડી શકે કે નહી તેનો નિર્ણય ચુંટણી અધિકારીએ લેવાનો રહેશે. દેસાઈ રમીલાબેન મુકેશભાઈ ખેરાલુ મ્યુ.હાઈસ્કુલમા નોકરી કરે છે. જો ગર્વમેન્ટ કે સરકાર તરફથી મળતી ગ્રાન્ટીન એઈડમાંથી પગાર મેળવતી વ્યક્તિને ચુંટણીમા ભાગ લેવાનો અધિકાર મળતો નથી. પરંતુ નોકરીમાંથી રાજીનામુ આપી ચુંટણી લડી શકે છે. જેથી ચુંટણી લડી શકે કે નહી તે ચુંટણી અધિકારીએ નક્કી કરવાનુ રહેશે. નારાયણભાઈ ગોવિંદભાઈ ઠક્કરના સગા ચાંદનીબેન નંદુભાઈ ઠક્કરની લોન બાકી રહે છે. જો સગાની લોન બાકી રહેતી હોય તો ચુંટણી લડવાનો અધિકાર છેકે કેમ ? તે ચુંટણી અધિકારીએ નિર્ણય કરવાનો છે. બારોટ જ્યોત્સનાબેનના સગાભાઈના દિકરાના દિકરાએ લોન લીધેલ છ. જે સગાની વ્યાખ્યામા આવે છે કે કેમ ? તેનો નિર્ણય ચુંટણી અધિકારીએ કરવાનો રહેશે.
આ ઉપરોક્ત ૭ ડીરેક્ટરોના ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા કે રદ કરવા તેનો નિર્ણય ચુંટણી અધિકારીએ કરી ૪-ર-ર૦૨૬ના રોજ વિગતવારનુ સોંગધનામુ રજૂ કરવા બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટ હુકમ કર્યો છે.
આ બાબતે દશરથભાઈ પરમારે જણાવ્યુ હતું કે, ચુંટણી અધિકારી દ્વારા તા.૪-૨-૨૦૨૬ ના રોજ સોગંધનામુ રજુ કરવાને બદલે સત્તાધારી પક્ષની તરફેણ કરવા ચુંટણી અધિકારી દ્વારા ટ્રીબ્યુનલ કોર્ટમાં અપીલ કરી છે. હાલમાં બેન્કમાં વહિવટદાર હોવા છતા તેમની ઉપરવટ જઈ ચુંટણી અધિકારીએ બેન્કના નાણાંનો વ્યય કરવા ટ્રીબ્યુનલમાં અપીલ કરી છે. જે બતાવે છેકે ચુંટણી અધીકારી ભવાનભાઈ પટેલ તટસ્થ નથી. આવા સબંધો સાચવતા ચુંટણી અધિકારીને બદલી નિષ્પક્ષ ચુંટણી અધિકારીની નિમણુંક કરવી જોઈએ.