Select Page

ડોર ટુ ડોર રેકોર્ડીંગ ક્લીપથી હીટવેવમા સાવચેતીની જાણકારી અપાશે-ચીફ ઓફીસર વિસનગરમાં ૪૬ ડીગ્રીના પ્રકોપથી બપોરે સન્નાટો

ડોર ટુ ડોર રેકોર્ડીંગ ક્લીપથી હીટવેવમા સાવચેતીની જાણકારી અપાશે-ચીફ ઓફીસર વિસનગરમાં ૪૬ ડીગ્રીના પ્રકોપથી બપોરે સન્નાટો

પર્યાવરણ જાળવણીની કોઈ દરકાર કરવામાં નહી આવતા સુર્યદેવ ૪૬ થી ૪૭ ડીગ્રીના પ્રકોપથી તેની આડઅસરોનો અનુભવ કરાવવા જાણે મૂડ બનાવી લેતા અત્યારે સમગ્ર ભારતમાં ગરમીનો હાહાકાર મચી ગયો છે. વિસનગરમાં પણ હીટવેવની અસરો જોવા મળી રહી છે. બપોરના પીક સમયે બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. લોકો સતત થઈ રહેલી અગન વર્ષાથી સાવધાન રહે તે માટે ડોર ટુ ડોરમા રેકોર્ડીંગ ક્લીપથી જાણકારી આપવામાં આવશે તેવુ પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ છે. સોસાયટીઓમાં ઘર નજીકના ઝાડના નાના રોપા કે છોડવા ગરમીમા મુરજાઈ ન જાય તે માટે સીંચન કરવા વિસનગર સિનિયર સિટીઝન્સ કાઉન્સીલ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરવામાં આવી છે.
ગ્લોબલ વોર્મિંગની અસરો અને પર્યાવરણ જાળવણીમાં નિષ્ક્રીયતાના કારણે દર ઉનાળામાં ગરમીનો પ્રકોપ જોવા મળે છે. પરંતુ આ વર્ષે લોકસભાની ચુંટણીમાં ગુજરાતમા મતદાન દિવસથીજ એકધારા હીટવેવથી લોકો તોબા પુકારી ગયા છે. ઘણા વર્ષ બાદ આટલો લાબો સમય હીટવેવનો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ઠાકોર સમાજની લગ્ન સીઝન હોવાથી દર વર્ષે વિસનગરના બજારોમાં આ મોસમમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ સતત ૪૫ થી ૪૬ ડીગ્રી ગરમીના કારણે બપોરે અગનવર્ષાના પીક સમયે બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. બજારના અને બેંકોના કામ લોકો ૧૨-૦૦ વાગ્યા પહેલા પતાવી રહ્યા છે. અત્યારે લોકો હાય ગરમી હાય ગરમી કરશે પરંતુ જેના કારણે ગરમી રોકાય છે તે ઝાડ વાવવાનુ ચોમાસામાં કોઈ યાદ નહી કરે તે પણ સનાતન સત્ય છે.

તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા ગામડામાં આશા વર્કરોને ઓ.આર.એસ.ના ૧૦ હજાર પેકેટ અપાયા

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટોકથી બચવા માહિતગાર કરાયા
લોકો હીટવેવનો ભોગ ન બને તેમજ સાવચેતી રાખે તે માટે તંત્ર સજ્જ બન્યુ છે. વિસનગર પાલિકાની હીટવેવમાં શુ તૈયારી તે બાબતે ચિફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીનો સંપર્ક કરતા જણાવ્યુ છેકે, પશુ પક્ષીઓને પીવાના પાણી માટે અત્યારે ધ્યાન રાખીને ટેન્કરથી હવાડા ભરવામાં આવે છે. સનસ્ટોકના ચેતવણી રૂપ સ્ટીકરો લગાવવામાં આવે છે. તંત્ર દ્વારા હીટવેવથી સાવચેત રહેવા ઓડીયો ક્લીપ આપવામાં આવશે. જે કચરો ઉઘરાવતા ડોર ટુ ડોરના વાહનોમાં વગાડવામાં આવશે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં સનસ્ટોકની ગંભીર અસરવાળા કોઈ દર્દી નોધાયા નથી. પરંતુ દરેક ઓપીડી, સર્જીકલ વોર્ડ, ઈમરજન્સી વોર્ડમાં ઠંડા પાણીના જગ અને ઓ.આર.એસ.ની વ્યવસ્થા કરવામાં આવી છે. ર્ડાક્ટરો દ્વારા દરેક દર્દીને સાવચેતી માટે આરોગ્ય લક્ષી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
કોઈપણ મહામારીમાં આરોગ્ય વિભાગની વિશેષ જવાબદારી બની રહી છે. વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, સતત પડી રહેલ ગરમીમા તાલુકાનુ સમગ્ર આરોગ્ય તંત્ર સતર્ક છે. ગામડાઓમાં ફરજ બજાવતી આશા વર્કરોને ઓ.આર.એસ.ના પેકેટ આપવામાં આવ્યા છે. લગભગ ૧૦,૦૦૦ ઓ.આર.એસ.ના પેકેટ આપી જરૂર જણાય ત્યા ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે. સનસ્ટોકનો કોઈ દર્દી જણાય તો તાત્કાલીક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હજી પણ એક અઠવાડીયા સુધી હીટવેવની આગાહી છે ત્યારે લોકોને સાવધાન અને સાવચેત રહેવા તંત્ર દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts