Select Page

વિસનગર કંસારા સમાજમાં શોક-અકસ્માતમાં બે ના મૃત્યુ

વિસનગર કંસારા સમાજમાં શોક-અકસ્માતમાં બે ના મૃત્યુ

ઉંઝા બેસણામાંથી પરત ફરતા હતા અને તરભ આગળ કાળ મંડરાતો હતો

વિસનગર કંસારા સમાજના ઈસમો ઉંઝા બેસણામા હાજરી આપીને ઈકો ગાડીમાં વિસનગર પરત ફરતા હતા. તરભ આગળ રોડનુ કામ ચાલતુ હોઈ એક તરફજ ટ્રાફીકની અવરજવર હતી ત્યારે સામેથી પુરઝડપે આવતી તુફાન ગાડીએ ટક્કર મારતા આ અકસ્માતમાં બે ઈસમોનુ મૃત્યુ થતા કંસારા સમાજમાં ભારે શોક છવાયો છે. પોલીસે તુફાન ગાડી ચાલક વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી કરી છે.
વિસનગરમાં દરબાર રોડ નિલકંઠ મહાદેવની પાસે રહેતા શિલ્પાબેન નિકુંજભાઈ સુરેશભાઈ કંસારાના ઉંઝા ખાતે રહેતા માસાજી મંગળભાઈ કંસારાનુ મૃત્યુ થતા તેમનુ બેસણું રાખવામાં આવ્યુ હતુ. શિલ્પાબેન કંસારા, રાજેશકુમાર રસીકલાલ કંસારા, ભગીરથભાઈ રસીકલાલ કંસારા, કામીનીબેન રાજેશભાઈ કંસારા વિગેરે તેમના કુટુંબના ગજેન્દ્રભાઈ કાન્તીલાલ કંસારાની જી.જે.૨૭ બી.એલ.૦૪૨૧ નંબરની ઈકો ગાડીમાં ઉંઝા બેસણામાં ગયા હતા. ઈકો ગાડીનુ ડ્રાઈવીંગ ગજેન્દ્રભાઈ કંસારા કરતા હતા. જેઓ બપોરે વિસનગર પરત ફરતા હતા ત્યારે તરભ ગામ આગળ સામેથી પુરઝડપે આવતી જી.જે.૦૨ બી.એચ.૫૯૫૭ નંબરની તુફાન ગાડીના ચાલકે ઈકોને ટક્કર મારી હતી. ઈકો ગાડીમાં આવતા તમામને ઈજાઓ થતા નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અકસ્માતમાં ઈકો ગાડીના ચાલક ગજેન્દ્રભાઈ કાન્તીલાલ કંસારા તથા ગાડીમાં મુસાફરી કરતા રાજેશકુમાર રસીકલાલ કંસારાના ગંભીર ઈજાઓ થતા તેમના મૃત્યુથી કંસારા સમાજમાં ભારે ગમગીની છવાઈ હતી. શિલ્પાબેન કંસારાની ફરિયાદ આધારે પોલીસે તુફાનના ડ્રાઈવર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
નોધપાત્ર બાબત છેકે તરભ ગામ આગળ રોડનો ઢાળ ઓછો કરવા કામ ચાલી રહ્યુ છે. જેથી એકજ તરફનો રોડ ચાલુ છે. પરંતુ વાહનોની સ્પીડ રોકવા માર્ગ મકાન વિભાગ તરફથી કોઈ દરકાર કરવામાં આવી નહી હોવાથી આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts