Select Page

વિસનગરમાં ૪૪મી ભવ્ય રથયાત્રા માટે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

વિસનગરમાં ૪૪મી ભવ્ય રથયાત્રા માટે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

હરિહર સેવા મંડળમાં મોટી સંખ્યામાં મીટીંગ મળી

  • ભાજપ અગ્રણી જશુભાઈ પટેલની આગેવાનીમાં અંબિકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા આ વર્ષે મોસાળુ કરવામા આવશે

વિસનગરમાં ૪૪ મી રથયાત્રાની મીટીંગમા પ્રથમ વખત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી કાર્યકરોએ હાજરી આપી અષાઢી બીજે શહેરમા ભગવાન જગન્નાથજીનો નાદ ગુંજતો કરવા ઉત્સાહ દાખવ્યો હતો. હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓએ પરંપરાગત રથયાત્રાની રૂપરેખા વર્ણવી હતી, જયારે આ વર્ષે અંબીકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા રૂા.૬થી ૭ લાખના ખર્ચે મોસાળુ કરવામા આવનાર હોઈ સંસ્થાવતી ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ ઉપસ્થિત રહીને હરિહર લાલજીના ઉદ્‌ભવ સ્થાન કાંસાથી ભવ્ય શોભાયાત્રા કાઢી મોસાળુ કરવાનુ જણાવતા મીટીંગમા હાજર તમામ ધર્મપ્રેમીઓએ તાળીઓના ગડગડાટથી અનેરી ધાર્મિક ભાવના બીરદાવી હતી.
તા.૭-૭-ર૦ર૪ ને રવિવારે અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. શોભાયાત્રાની તૈયારી રૂપે તા.ર૭-પ-ર૦ર૪ને સોમવારની રાત્રે ૮-૩૦ કલાકે હરિહર સેવા મંડળમાં મીટીંગ મળી હતી. મીટીંગમા દ્વારકેશભાઈ મણીયાર, ઈશ્વરલાલ નેતા, જયકૃષ્ણભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા, જશુભાઈ પટેલ, જે.કે. ચૌધરી, મોસાળા કમિટિના ભરતભાઈ પટેલ, હર્ષલભાઈ પટેલ, મહેશભાઈ ઓમકાર, મનિષભાઈ ગળીયા, રાજુભાઈ ગાંધી, રથયાત્રાના આજીવન કાર્યકરો સંજયભાઈ પટેલ, જનકભાઈ પંચાલ, અજયભાઈ પટેલ, દિનેશભાઈ હિંગુ, બકાભાઈ નવદુર્ગા, હાર્દિકભાઈ વસંતા, જયેશભાઈ પ્રજાપતિ, બાબુભાઈ બેંકર, હરિહર સ્વયંમ સેવક સમિતિના સભ્યો વિગેરેએ ૧પ૦ ઉપરાંત ધર્મપ્રેમી કાર્યકરોએ હાજરી આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી દ્વારકેશભાઈ મણીયાર અને ઈશ્વરલાલ નેતાએ રથયાત્રાની આગવી તૈયારીઓની રૂપરેખા આપતા પહેલા રાજકોટ અગ્નિકાડના મૃતકોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામા આવી હતી. ત્યારબાદ રથયાત્રાની મીટીંગનુ કામકાજ આગળ વધારતા જણાવ્યુ હતુ કે રથયાત્રીઓ માટે મોસાળામા જમવાની વ્યવસ્થા કરવામા આવે છે. ત્યારે ગરમી પુષ્કળ પ્રમાણમાં હોવાથી સેવા કેમ્પોમા લીબું શરબત, છાસ, ઓરેન્જ શરબત, ઠંડુ પાણી વિગેરે પીણાના કેમ્પ કરવા સેવા કેમ્પોના આયોજકોને વિનંતી કરી હતી. રથયાત્રાના નામે કેટલાક લેભાગુ તત્વો ખોટી પાવતીઓ લઈને ઘેર ઘેર દાન ઉઘરાવવા નિકળી પડે છેે. સંસ્થા દ્વારા દાન માટે આવી કોઈ પાવતી બુકો લઈને કાર્યકરો ફરતા ન હાઈ દાન આપનાર દાતાઓને હરિહર સેવા મંડળમા દાન આપી પાકી પાવતી બુક મેળવી લેવા જણાવ્યુ હતુ. મોસાળા મહોત્સવમા એક કલાકનો વિરામ થતો હોવાથી સવારે ૯-૦૦ કલાકે આરતીનો ચડાવો અને ૧૦-૦૦ કલાકે રથયાત્રાનુ પ્રસ્થાન થશે. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા દાતાઓ દ્વારા ભેટ આપવા અપીલ કરવામા આવી હતી. રથયાત્રા માટે શહેરમા ઠેર ઠેર બેનરો લગાવવા તથા ટ્રાફિક નિયમનનુ પાલન કરવા માટેની પણ ચર્ચા કરવામા આવી હતી. મોસાળા સમયે અખાડાના રમતવીરો, બેન્ડવાજા, અને અન્ય વાહનો આગળ ન નિકળી જાય તેની પણ મીટીંગમા ચર્ચા કરવામા આવી હતી. મોસાળા કમિટિવતી ભરતભાઈ પટેલે મીટીંગમા ૪૦૦૦થી પ૦૦૦ ભક્તોનો જમણવાર, ૮ડબ્બા ઘીનો અન્નકુટ, ભગવાનનો શણગાર વિગેરે તૈયારીઓની રૂપરેખા જણાવી હતી. આ વર્ષે અંબીકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા મોસાળુ કરવામા આવનાર હોઈ સંસ્થાવતી જશુભાઈ પટેલ મીટીંગમાં ઉપસ્થિત રહી ભવ્ય મોસાળુ ભરવા માટેનો ઉત્સાહ દાખવ્યો હતો. મોસાળા મહોત્સવમાં કોઈ સહભાગી બનવા માગતુ હોય તો ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામા આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts