Select Page

વાયરસની બીમારી માટે કોઈ રસીનુ સંશોધન થયુ નથી ત્યારે કોરોના વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારવા ડાયટ પ્લાન

વાયરસની બીમારી માટે કોઈ રસીનુ સંશોધન થયુ નથી ત્યારે કોરોના વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારવા ડાયટ પ્લાન

વાયરસની બીમારી માટે કોઈ રસીનુ સંશોધન થયુ નથી ત્યારે
કોરોના વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારવા ડાયટ પ્લાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના મુળ વતની અને બેંગ્લોરના જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ ર્ડા.અનુપ અતુલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક માટે જણાવ્યુ છેકે, આ વાયરસને અટકાવવા કોઈ એન્ટી બાયોટીક દવા કે રસી શોધાઈ નથી. ત્યારે કોરોના વાયરસ પ્રિવેન્સન જરૂરી છે. આખુ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે આ વાયરસના પ્રિવેન્સન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન (WHO) દ્વારા રોજીંદા જીવનમાં શુ ખાવુ જોઈએ તે માટે ડાયટ ટીપ્સ આપવામાં આવી છે. આ ટીપ્સ પ્રમાણે વર્તવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવુ ર્ડા.અનુપ બ્રહ્મભટ્ટે જણાવ્યુ છે.
કોરોના વાયરસની મહામારીમાં રોજીંદા જીવનમાં શું લેવુ જોઈએ તે બાબતે જણાવ્યુ છેકે, • વિટામીન-ઝ્ર ખુબજ મહત્વ ધરાવે છે. દરરોજ ૨૦૦૦ થી ૩૦૦૦ એમજી વિટામીન સી લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં ખુબજ વધારો થાય છે. નારંગી, મોસંબી, કોબીજ, ડુંગળી, લીંબુ, પાઈનેપલ, કીવી, પપૈયુ, આમળાનો ઉપયોગ કરવાથી વીટામીન સી મળી રહે. • જીંક(ZINC) -૧૨ વર્ષની નાની ઉંમરના બાળકોને ૮ એમજી સુધી અને મોટી વયનાએ ૧૫ એમજી જીંક લેવુ જોઈએ. આદુ, કોળાના બીજ, લસણ, પાલક અને મસુરમાંથી ભરપુર માત્રામાં જીંક મળે છે. • વિટામીન D – દરેક વ્યક્તિને ૨૦૦૦ થી ૪૦૦૦ ૈેંં ફૈં્‌ ડ્ઢ૩ દરરોજ સવારે ૭-૦૦ થી ૮-૩૦ કલાક સુધીમાં ૧૫ થી ૨૦ મીનીટ તડકો લેવાથી મળે છે. આ ઉપરાંત દુધ તથા તેની બનાવટો પનીર, ચીજ, દહી અને યોગર્ટમાંથી આ વિટામીન મળે છે. • પ્રો બાયોટીક – પ્રો બાયોટીક પણ ખુબજ સારી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એક રીપોર્ટ મુજબ ૧૦-૧૫ બીલીયન પ્રો.બાયોટીક દરરોજ લેવુ જોઈએ. સુકી દ્રાક્ષ અને મધ મીક્ષ કરી સવાર, બપોર અને સાંજ બે બે ચમચી લેવાથી પ્રો બાયોટીક્સ મળે છે. • આવશ્યક તેલ – કેટલાક એસેન્સીયલ તેલનો ઘરમાં ધુપ કરવાથી તેમાં રહેલા એન્ટી વાયરસ દ્રવ્યોના કારણે વાયરસનો નાશ થાય છે. ટી ટ્રી ઓઈલ + લવીંગ + લીંબુનો રસ + નીલગીરીને મીક્ષ કરીને ધુપ કરી શકાય. આમાંથી કોઈ એક તેલનો ઘરમાં થોડા માત્રામાં સ્પ્રે કરી શકાય. હાથ અને પગના તળીયે માલીશ કરી શકાય. • રોગ પ્રતિકારક ચા, એક લીંબુનો રસ, રોજમેરીના પાંદડા, ૧/૨ આદુ, સુકી દ્રાક્ષ અને મધ, ૧ કળી લસણ, ૧ ચમચી Apple Cider Vinegerઆ બધુ ૫૦૦ એમ.એલ. પાણીમાં લઈ ૧૫ મીનીટ ઉકાળીને પીવુ.
આ બધા ખોરાક કોરોના વાયરસ સામે લડવા તાકાત આપે છે. આ સાથે ૧૦-૧૨ ગ્લાસ ગરમ પાણી પીવુ, ભીડવાળી જગ્યામાં ન જવુ, તેમજ ના જોઈતો પ્રવાસ ન કરવા ર્ડા.અનુપ બ્રહ્મભટ્ટે સલાહ આપી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us