તમામ સમાજ, મિત્ર મંડળો, વેપારી મંડળો, સંસ્થાઓને બ્લડ બેંકના અદ્યતન બીલ્ડીંગના નિર્માણમાં દાન આપવા અપીલ
સાર્વજનિક સ્મશાન ગૃહના અદ્યતન વિકાસ બાદ પણ લોકોને દાનમાં સહભાગી નહી થઈ શકવાનો વશવશો છે. બ્લડ બેંકના બીલ્ડીંગના નિર્માણમા અત્યારે દાન આપવાનુ ચુક્યા તો ભવિષ્યમાં સાર્વજનિક સ્મશાન જેવોજ વસવસો રહેશે. બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલ શરમાળ પ્રકૃતિના હોવાથી દાન માટે કોઈને દબાણ કરી શકતા નથી. ત્યારે દાતાઓ સામેથી દાન આપી આ સેવા યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે. જે દાતાઓએ દાન આપ્યુ છે તેમનુ ખૂટે તો બીજુ દાન આપવાની ખુલ્લી ઓફર છે. પરંતુ રાજુભાઈ પટેલની ભાવના છેકે સંસ્થાના વિકાસમાં તમામ સમાજો તમામ લોકો સહભાગી બને.
તમામ સમાજ, મિત્ર મંડળો, વેપારી મંડળો, સંસ્થાઓને
બ્લડ બેંકના અદ્યતન બીલ્ડીંગના નિર્માણમાં દાન આપવા અપીલ
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકમાં રક્તની બોટલ આપતા હિન્દુ છેકે મુસ્લીમ છે, અમીર છેકે ગરીબ, કંઈ નાતનો છેકે કયા વર્ણનો છે તેવા કોઈ પ્રકારના ભેદભાવ વગર જરૂરીયાતવાળા દર્દી માટે રક્તની બોટલ આપવામાં આવે છે. બ્લડ બેંક સમાજના તમામ લોકો માટે ઉપયોગી છે. પંથકના વિવિધ સમાજના મંડળો, મિત્ર મંડળો, વેપારી એસોસીએશન, તાલુકાના ગામડાના લોકો ફાળો એકઠો કરીને પણ દાન આપી શકે છે. વિવિધ સંસ્થાઓ પણ બ્લડ બેંકમાં દાન આપી શકે છે. વ્યક્તિગત દાન આપનાર દાતાઓ પણ ઘણા છે. શહેરના તમામ લોકોની સંસ્થા બની રહે તે માટે ઉદાર હાથે દાન આપવા રાજુભાઈ પટેલે અપીલ કરી છે. દાન આપવા રાજુભાઈ પટેલ આર.કે.નો મો.નં.૯૮૨૫૦ ૬૮૦૦૯ તથા કિર્તિભાઈ પટેલનો મો.નં.૯૩૭૫૬ ૨૩૯૪૯ ઉપર સંપર્ક કરી શકાશે.