Select Page

બેંકને ખોટી કપાત કરેલ રકમ પરત કરવા તથા બે વિમા કંપનીઓને વળતર ચુકવવા હુકમ
વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રયત્નોથી ત્રણ કેસમાં ન્યાય

બેંકને ખોટી કપાત કરેલ રકમ પરત કરવા તથા બે વિમા કંપનીઓને વળતર ચુકવવા હુકમ<br>વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રયત્નોથી ત્રણ કેસમાં ન્યાય

સમય અને માર્ગદર્શનના અભાવે મોટાભાગના ગ્રાહકો કન્ઝયુમર કોર્ટમાં જવાનુ ટાળે છે. ત્યારે આવા ગ્રાહકો માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરીને દાદ માગવામાં આવે છે. ગ્રાહકોને ન્યાય માટે વિસનગર ઓફીસેજ આવવાનુ રહે છે. મહેસાણા સુધી ધક્કા ખાવાના રહેતા નથી. વળી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા દ્વારા કરવામાં આવતા કેસમાં ગ્રાહકને વકીલ ફીના ઉંચા કમિશનમાંથી પણ રાહત મળે છે. વિસનગર ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહક વતી આવા ત્રણ કેસ કરવામાં આવતા વળતરનો હુકમ કરવામાં આવ્યો છે.
ગ્રાહકોના હિત અને ન્યાય માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરી દાદ માગવામાં આવે છે
વિસનગરમાં રેશનીંગની દુકાન ધરાવતા તથા રેશનીંગ દુકાનદાર એસો.ના પ્રમુખ જે.એમ.ચૌહાણે સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગંજબજાર સામે આવેલ એક્સીસ બેંકમાં સ્વાઈપ મશીન માટે અરજી કરી હતી. બેંકે સ્વાઈપ મશીનની સુવિધા એક્ટીવ કરી હતી. ત્યારબાદ પાંચ વખત રૂા.૪૧૩/- તથા રૂા.૮૧.૪૨ ની રકમ ખાતામાંથી કપાત કરી હતી. સ્વાઈપ મશીન બેંકે આપ્યુ નહી હોવા છતા ખોટી રીતે રકમ કપાત કરતા સ્વાઈપ મશીનની સુવિધા બંધ કરવા જણાવ્યુ હતુ. જેમાં બેંકે સુવિધા બંધ કરાવશો તો ફરીથી એક્ટીવ કરવી મુશ્કેલ થશે. મશીન નહી આપે તો કપાત રકમ પરત કરવા જણાવ્યુ હતુ. ત્યારબાદ જે.એમ.ચૌહાણના ખાતામાં રૂા.૩,૫૭,૧૬૫.૧૯/- ની વિમાની રકમ જમા થઈ હતી. જેમાં ઈ.ડી.સી.ટર્મિનલ ચાર્જના રૂા.૧૨૯૮૦/- ત્યારબાદ ફરીથી રૂા.૪૧૩/- અને રૂા.૮૧.૪૨/- ની રકમ ત્રણ વખત કપાત કરી હતી. આમ રૂા.૧૬૫૭૩.૪૨ ખોટી રીતે કપાત કરતા આ બાબતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક વતી વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળે જીલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં અરજ કરી હતી. જેમાં રૂા.૧૩૩૧૩/- ફરિયાદ દાખલ કર્યા તારીખથી ૮% વ્યાજ સહીત ચુકવવા તેમજ માનસિક યાતનાના રૂા.૩૦૦૦/- અને ફરિયાદ ખર્ચ પેટે રૂા.૩૦૦૦/- ચુકવવા એક્સીસ બેંકને હુકમ કરવામાં આવ્યો હતો.
વિસનગરમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ જગદંબા સોસાયટીમાં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પરમારે ચોલા મંડલ એમ.એસ.જનરલ ઈન્સ્યોરન્સ કં.લી.માંથી ગૃપ હેલ્થ ઈન્સ્યુ. ફેમીલી ફોલ્ટર મેડીક્લેઈમ લીધો હતો. રૂા.૩,૦૦,૦૦૦/- નો મેડી ક્લેઈમ હતો. મહેશભાઈ પરમારની પત્નીની તબીયત બગડતા ઉપાસના હાર્ટ હોસ્પિટલમાં તપાસ કરાવેલ. તબીયત સુધારો ન થતા રીપોર્ટ કઢાવતા કોવિડ પોઝીટીવ હોવાનુ જણાયુ હતુ. દર્દિને તા.૨-૧૨-૨૦ થી ૭-૧૨-૨૦૨૦ સુધી વિશ્વાસ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. જેમની સારવાર પાછળ રૂા.૧,૧૦,૭૦૭/- ખર્ચ થયો હતો. જે અંગેનો ક્લેઈમ ખોટા કારણો આપી વિમા કંપની દ્વારા નામંજુર કરવામાં આવ્યો હતો. મહેશભાઈ પરમારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરતા ગ્રાહક વતી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વળતરની રકમ રૂા.૧,૧૦,૭૦૭/- અરજી દાખલ કર્યા તારીખથી ૮% વ્યાજ સહીત ચુકવવા તથા માનસિક હેરાનગતીના રૂા.૩૦૦૦ અને અરજી ખર્ચ પેટે રૂા.૨૦૦૦/- ચુકવવા વિમા કંપનીને હુકમ કરાયો હતો.
વિસનગરમાં તિરૂપતી ટાઉનશીપમાં રહેતા પટેલ ગોવિંદભાઈ મણીલાલે રેલીગેર હેલ્થ ઈન્સ્યોરન્સ કં.લી.માંથી પરિવારની પોલીસી લીધી હતી. પોલીસીના સમય દરમ્યાન ગોવિંદભાઈ પટેલની તબીયત બગડતા હિમા હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા સારવાર પાછળ કુલ રૂા.૧,૦૭,૮૬૨/- નો ખર્ચ થયો હતો. ખર્ચનો ક્લેઈમ વિમા કંપનીએ નામંજુર કર્યો હતો. ગોવિંદભાઈ પટેલે ન્યાય માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરતા ગ્રાહક વતી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રૂા.૧,૦૭,૮૬૨/- ફરિયાદ તારીખથી રકમની ચુકવણી થાય ત્યાં સુધી ૮ ટકા વ્યાજ સહીત તથા માનસિક ત્રાસના રૂા.૩૦૦૦/- અને અરજી ખર્ચ પેટે રૂા.૨૦૦૦/- ચુકવવા વિમા કંપનીને હુકમ કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts