Select Page

વિસનગર ડેપોમાંથી એસ.ટી.નો ડુપ્લીકેટ ક્લાર્ક ઝડપાયો

વિસનગર ડેપોમાંથી એસ.ટી.નો ડુપ્લીકેટ ક્લાર્ક ઝડપાયો

નિમણુકના દસ્તાવેજ આપનારે સચીવની ઓળખ આપી બચાવમાં દોડી આવ્યા બાદ નાસી ગયો

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તપાસ થાય તો નોકરીના બહાને રૂપિયા પડાવવાનું કૌભાંડ બહાર આવે તેમ છે

વિસનગર ડેપોમા એસ.ટી.વિજીલન્સનું ચેકીંગ હતુ. દરમ્યાન એક પેસેન્જરે એસ.ટી.સ્ટાફમાં હોવાનુ જણાવ્યુ હતુ. નિમણુકના અલગ ડોક્યુમેન્ટ બતાવતા તપાસ કરતા તમામ ડોક્યુમેન્ટ ખોટા હતા. એસ.ટી.ના સિનિયર ક્લાર્કની ખોટી ઓળખ આપી મુસાફરી કરતા ઝડપાયેલ યુવાને ડોક્યુમેન્ટ આપનાર વ્યક્તિનો સંપર્ક કરતા ગાંધીનગર સચીવ હોવાનુ જણાવી બચાવવા દોડી આવ્યો હતો. હોબાળો થતા સચીવની ઓળખ આપનાર નાસી ગયો હતો. ઉંઝા ડેપોમાં પણ આવી રીતે એક કર્મચારી હાજર થયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આ બાબતે તપાસ કરે તો નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવાનું આખુ કૌભાંડ બહાર આવે તેમ છે. વિસનગર પોલીસ સ્ટેશનમા આ બનાવમા બે વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં ડુપ્લીકેટ શિક્ષકો, ડુપ્લીકેટ સરકારી કચેરીઓ, કર્મચારીઓ પકડાવાના અનેક બનાવ બની રહ્યા છે. ત્યારે વિસનગર એસ.ટી.ડેપોમાં બનેલા બનાવથી હવે ડુપ્લીકેટ એસ.ટી.કર્મચારીઓનુ પણ કૌભાંડ બહાર આવ્યુ છે. એસ.ટી.લાઈન ચેકીંગ સ્કોવર્ડ વિજીલન્સ વિભાગમાં ફરજ બજાવતા દિલીપસિંહ રામસિંહ શોમસિંહ ચૌહાણ વિસનગર ડેપોમાં બસોમાં ચેકીંગ કામગીરી કરતા હતા. ડેપોમાં મહેસાણાથી વિસનગર આવેલી બસમા ઉતરતા પેસેન્જરની ટીકીટ ચેક કરતા એક મુસાફર યુવાને એસ.ટી.સ્ટાફના હોવાનુ જણાવ્યુ હતુ. આઈકાર્ડ માગતા એસ.ટી.ના બે આઈકાર્ડ બતાવ્યા હતા. અને જોઈનીંગ લેટર, ટ્રેનીંગ લેટર એમ અલગ અલગ ત્રણ લેટર બતાવ્યા હતા. વિજીલન્સમા ફરજ બજાવતા અધિકારીને શંકા જતા વડી કચેરીએ સંપર્ક કરતા દસ્તાવેજો તદ્‌ન ખોટા હોવાનુ જણાવેલ. પુછ પરછમાં આ યુવાને પોતાનુ નામ ધવલકુમાર જીતેન્દ્રકુમાર સોની રહે. બામણવા, તા.વિજાપુર વાળો હોવાનું જણાવ્યુ હતુ. દસ્તાવેજ કોને આપ્યા તે બાબતે પુછતા યુવાને ફોન કરી રાકેશભાઈ પટેલ નામના શખ્સ જોડે વાત કરી હતી. જેણે વિજીલન્સના અધિકારીને પ્રથમ હું ગાંધીનગર સચીવ છુ. તેમ કહી ઓળખ આપી હતી. અને યુવાનને જવા દો તેમ કહ્યુ હતુ. થોડીવારમાં સચીવની ઓળખાણ આપનાર પોતાની જી.જે.૦૨ સી.એલ. ૮૧૦૪ નંબરની સ્વીફ્ટ કાર લઈને વિસનગર ડેપોમા આવ્યો હતો. કારના ડેસ બોર્ડ ઉપર લાલ કલરથી ગુજરાત સરકાર સચીવ ગાંધીનગર લખેલી પ્લેટ પડી હતી.
રાકેશભાઈ પટેલ નામનો શખ્સ હું ગાંધીનગર સચીવ છુ અને ધવલ સોનીને જવાદો તેમ કહી અધિકારીની ખોટી છાપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. વિજીલન્સના અધિકારીએ ૧૦૦ નંબર ઉપર ફોન કરવાનુ કહેતા સચીવ હોવાનુ જણાવનારના ટાંટીયા ધ્રુજી ગયા હતા. હોબાળો થતા સચીવની ખોટી ઓળખાણ આપનાર તકનો લાભ લઈ ડેપોમાંથી નાસી ગયો હતો. જ્યારે ધવલ સોનીને વિસનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. વિજીલન્સ અધિકારીની ફરિયાદ આધારે વિસનગર પોલીસે ધવલકુમાર જીતેન્દ્રકુમાર સોની તથા રાકેશભાઈ પટેલ વિરૂધ્ધ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો હતો.
જાણવા મળ્યા પ્રમાણે ધવન સોની નોકરીની લાલચમા ફસાયો હતો. એસ.ટી.મા નોકરી માટે રાકેશ પટેલને રૂા.૮ લાખ આપ્યા હતા. રાકેશ પટેલે જોઈનીંગ લેટર, નિમણુક પત્ર, નોકરીની ઓર્ડર કોપી અને એસ.ટી.નુ આઈ કાર્ડ આપ્યુ હતુ. થોડા દિવસ પહેલા ઉંઝા ડેપોમાં પણ આવોજ બનાવ બન્યો હતો. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તપાસ કરે તો એસ.ટી.માં નોકરી આપવાના બહાને લોકોને લુંટવાનુ આખુ કૌભાંડ પકડાય તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us