Select Page

ગૌરવપથ ઉપર અંધારપટથી વેપારીઓમાં ચોરીનો ભય વિસનગર પાલિકા LED ની EESL કંપની સામે લાચાર

ગૌરવપથ ઉપર અંધારપટથી વેપારીઓમાં ચોરીનો ભય વિસનગર પાલિકા LED ની EESL કંપની સામે લાચાર

ગૌરવપથ ઉપર અંધારપટથી વેપારીઓમાં ચોરીનો ભય
વિસનગર પાલિકા LED ની EESL કંપની સામે લાચાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા વિસ્તારમાં ચોમાસાના કારણે સ્ટ્રીટલાઈટની કમ્પલેનથી રજીસ્ટર ભરાઈ ગયુ છે. EESL કંપનીને મેઈન્ટેનન્સની જવાબદારી સોપવામાં આવી હોવાથી ભાજપ સરકારનો માનીતો કોન્ટ્રાક્ટર લાઈટ રીપેરીંગ કરતો નથી. જ્યારે પાલિકા તંત્ર એલઈડી લાઈટ ખરીદી કરી શકતુ નથી. ગૌરવપથ રોડ ઉપર અઠવાડીયાથી અંધારપટ છે. ત્યારે કોરોના મહામારીમાં બેરોજગારી તથા આર્થિક સંકડામણ વધતા અંધારપટના કારણે વેપારીઓને ચોરીનો ભય સતાવી રહ્યો છે. લાઈટ કમ્પલેન કરીને કંટાળેલા લોકો હવે તો સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી ક્યારે મુક્તી મળશે તેની રાહ જોઈ રહ્યા છે.
વિસનગર પાલિકાના સભ્યોએ લાલચમાં શહેરની તમામ સ્ટ્રીટ લાઈટનો કોન્ટ્રાક્ટ આપી દેતા અત્યારે કાંડા કાપીને આપ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. EESL કંપનીને શહેરની તમામ સ્ટ્રીટલાઈટો બદલવાનો તથા રીપેરીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી લાઈટો બદલવાની અને રીપેરીંગ કરવાની જવાબદારી કંપનીની છે. જ્યારથી ચોમાસુ શરૂ થયુ છે ત્યારથી દર મહીને ૪૦૦ થી ૫૦૦ કમ્પલેન પાલિકાના રજીસ્ટરમાં નોધાય છે. જેની સામે EESL કંપની દ્વારા ૧૦૦ થી ૨૦૦ લાઈટોનો સપ્લાય કરે છે. આ એલઈડી લાઈટો નવી નહી પરંતુ જુની ઉતારેલી લાઈટોમાં સરકીટ બદલી રીપેરીંગ કરેલી હોવાથી વધારે ચાલતી નથી. રીપેરીંગ કરેલી એલઈડી જ્યા લગાવવામાં આવે છે ત્યાં પંદર દિવસ કે મહીનામાં બગડી જતા ફરીથી કમ્પલેન આવીને ઉભી રહે છે.
ઓગસ્ટ માસમાં ૪૦૦ કમ્પલેન નોધાઈ છે તેની સામે જાણવા મળ્યા પ્રમાણે EESLકંપની દ્વારા પાલિકાને ૫૦ લાઈટ આપવામાં આવી છે. જેમાં પણ વહાલા દવાલાની નિતિ રહેતા મોટાભાગની કમ્પલેનનો નિકાલ થતો નથી. અત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ કમ્પલેન જોવા મળે છે. લાઈટ કમ્પલેન માટે મોબાઈલ નંબર જાહેર કરી પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તથા લાઈટ ચેરમેન રાકેશભાઈ પટેલ પોતાની જવાબદારીમાંથી છટક્યા છે. પાલિકા બોર્ડની મુદત પતવા આવી હોવાથી પ્રજાની સમસ્યાઓ દેખાતી નથી. શહેરના ગૌરવપથ રોડ ઉપર છેલ્લા એક અઠવાડીયાથી અંધારપટ છે. આટલો લાબો સમય આ રોડ ઉપર ક્યારેય લાઈટો બંધ રહી નથી. ભાજપના શાસનમાં ગૌરવપથ રોડ ઉપર અંધારપટ રહેતા આ રોડ ઉપરના મોટા શો-રૂમના વેપારીઓ અને ખાસ કરીને મોબાઈલ શો-રૂમના વેપારીઓમાં ચોરીનો ભય સતાવી રહ્યો છે. તમામ દુકાનો બંધ થઈ ગયા બાદ રાત્રે ૧૧-૦૦ કલાક પછી તો કોઈ ફરતુ હોય તો દેખાય નહી તેવુ અંધારૂ થાય છે.
શહેરની લાઈટ સમસ્યા બાબતે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, સ્ટ્રીટ લાઈટ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સાથે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, પ્રમુખ વિગેરે શહેરી વિકાસ નિયામક આર.કે.બેનીવાલને મળી સ્ટ્રીટ લાઈટ પાલિકાને સોપવા રજુઆત કરી હતી. સરકાર પાલિકાને સ્ટ્રીટ લાઈટ સોપતી નથી અને પાલિકા રીપેરીંગ કરી શકતી નથી. ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ હતુ કે, સ્ટ્રીટ લાઈટની કમ્પલેન દુર નહી કરતા EESLકંપનીને ૧૦ થી ૧૨ નોટીસ આપી છે. લાઈટ સપ્લાય માટે કંપનીને ફોન કરવામાં આવે તો ફોન રીસીવ કરતા નથી. રીપેરીંગ કરેલી એલઈડી મોકલતા તુર્તજ બગડી જાય છે. ૫૦૦ લાઈટો કંપનીના ખર્ચે અને જોખમે ખરીદી છે. બીજી લાઈટો ખરીદવા માટે તાકીદ કરી છે. પરંતુ EESL કંપની દાદ આપતી નથી. ભાજપ સરકારની આ માનીતી કંંપનીની મનમાનીના કારણે અત્યારે વિસનગરના લોકો પીસાઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us