જેમની મહેનત અને ધગશથી યુનિવર્સિટીએ ટુંક સમયમાં નામના મેળવી છે તેવા પ્રકાશભાઈ પટેલને પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ
જેમની મહેનત અને ધગશથી યુનિવર્સિટીએ ટુંક સમયમાં નામના મેળવી છે તેવા
પ્રકાશભાઈ પટેલને પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરની એસ.કે.યુનિવર્સિટીની નામના સાથે શૈક્ષણીક નગરીની પણ નામના વધી છે યુનિવર્સીટી સહીત શહેરની નામના વધારવામાં મહેનત સાથે અથાગ પ્રયત્નો છે તેવી યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે એજ્યુકેશન ક્ષેત્રે પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ મેળવી સમગ્ર વિસનગરનું ગૌરવ વધાર્યુ છે.
ગુજરાતના એક પ્રીન્ટ મીડીયા દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જેમને એજ્યુકેશન ક્ષેત્રે, ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે આમ વિવિધ વિભાગોમા જેમને ટુંક સમયમાં નામના પ્રાપ્ત કરી હોય તેવા વિશિષ્ટ વ્યક્તિઓને એવોર્ડ આપવા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વની પ્રશંસનીય કામગીરી કરનાર એસ.કે.યુનિવર્સીટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલને પ્રાઈડ ઓફ નોર્થ ગુજરાતનો એવોર્ડ આપવામા આવ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત વિગેરે નામાકીંત વ્યક્તિઓની ઉપસ્થિતીમાં પ્રકાશભાઈ પટેલને એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા.
શૈક્ષણિક નગરીની સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ ગુજરાતની એકમાત્ર યુનિવર્સીટી છે કે જ્યા ટેકનીકલ, પેરામેડીકલ અને મેડીકલ ક્ષેત્રેના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ યુનિવર્સિટી ટુંક સમયમાં નામાંકિત યુનિવર્સીટી તરીકે પ્રસ્થાપિત થઈ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની યુનિવર્સીટીઓને રેન્ક આપવામાં આવ્યો હતો. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ ટોપ ટ્વેન્ટીમા સ્થાન મેળવ્યુ છે. ઉત્તર ગુજરાતની એક માત્ર પ્રાઈવેટ યુનિવર્સીટી છે જેમા પ્રાઈવેટ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. મેડીકલ કોલેજ એક ધોળા હાથી સમાન છે તેમ છતા વિસનગર સહીત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે પ્રકાશભાઈ પટેલે અનેક સમસ્યાઓનો સામનો કરી મેડીકલ કોલેજની મંજુરી મેળવી છે તે એક ગૌરવની તેમજ બીરદાવવા લાયક બાબત છે. આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને વૈશ્વીક કક્ષાનું ટેકનીકલ નોલેજ મળે અને વિદ્યાર્થીઓ વિશ્વમાં કોઈપણ ખુણે પોતાની કારકિર્દી બનાવી શકે તેવા આશયથી એસ.કે.યુનિવર્સીટી દ્વારા ઈન્ટરનેશનલ યુનિવર્સીટી સાથે જોડાણ કર્યુ છે. નોંધપાત્ર બાબત છેે કે ઉત્તર ગુજરાતમાં ફક્ત એસ.કે.યુનિવર્સીટીને જીજીૈંઁ યુનિટ સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે. જેમાં બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની સરકારે મંજુરી આપી છે. આ જીજીૈંઁ યુનિટના કારણે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ સરકારની આર્થિક મદદ અને સાંકળચંદ પટેલ યુનિવર્સટીના માર્ગદર્શનથી પોતાના અભ્યાસક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ અને સ્કીલ ઈન્ડીયા જેવી સરકારી સ્કીમો આધારે પોતાનો અભ્યાસક્રમ શરૂ કરી શકશે.
આમ ફ્કત યુનિવર્સીટીની સ્થાપના કરીને સંસ્થામા આવક મેળવવા અભ્યાસક્રમ ચલાવવા પુરતોજ નહી પરંતુ યુનિવર્સીટીમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના બહુલક્ષી હિતને ધ્યાનમા રાખી પ્રકાશભાઈ પટેલે પ્રયત્નો અને મહેનત કરવાના કારણે આજ સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ ટુંક સમયમાં ગુજરાતમા નામના પ્રાપ્ત કરી છે.