Select Page

કોરોના વાયરસનો ચેપ ગામડાઓ સુધી ફેલાતા આગમચેતી રૂપ પગલા વિસનગરમાં હવે પાંચ સ્ટેન્ડ ઉપરથીજ શાકભાજી મળશે

કોરોના વાયરસનો ચેપ ગામડાઓ સુધી ફેલાતા આગમચેતી રૂપ પગલા વિસનગરમાં હવે પાંચ સ્ટેન્ડ ઉપરથીજ શાકભાજી મળશે

કોરોના વાયરસનો ચેપ ગામડાઓ સુધી ફેલાતા આગમચેતી રૂપ પગલા
વિસનગરમાં હવે પાંચ સ્ટેન્ડ ઉપરથીજ શાકભાજી મળશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટા શહેરોમાં શાકભાજીની લારીઓવાળાના કારણે ગ્રાહકો કોરોના સંક્રમીત બન્યા છે. કોરોના ચેપના સુપર સ્પ્રેડર એવા શાકભાજીના નાના વેપારીઓના કારણે વિસનગરમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે હવે ફક્ત પાંચ સ્ટેન્ડ ઉપરથીજ શાકભાજી મળી રહેશે. શાકભાજીવાળા સોસાયટીમાં ફરી શકશે નહી. પાલિકા અને પોલીસ દ્વારા આ સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેનુ પાલન કરવા જણાવ્યુ છે.
કોરોના વાયરસનો ચેપ વિસનગર તાલુકાની આસપાસના તાલુકા સુધી પહોચી ગયો છે. ભીડવાળી જગ્યામાં કોરોના વધારે ફેલાય છે. ત્યારે રોજેરોજ તાજી શાકભાજી ખરીદવાની લાલચના કારણે વિસનગરમાં લોકો શાકભાજીની લારીઓ ઉપર ભીડ કરી બેસે છે. લોકડાઉનમાં પણ કોરોનાના ચેપ વધતા શાકભાજી, કરિયાણાની ખરીદી કરવા નીકળો તો ત્રણ ચાર દિવસ સુધી બહાર નીકળવુ ન પડે તે પ્રમાણે ખરીદી કરવા તંત્ર દ્વારા સુચન કરાયુ છે. તેમ છતાં લોકો રોજેરોજ શાકભાજી ખરીદી કરવા નીકળે છે.
મોટા શહેરોમાં શાકભાજીની લારીઓવાળાના કારણે ગ્રાહકો કોરોના સંક્રમીત બનતા પાલિકા અને પોલીસ દ્વારા નિર્ણય લેવાયો
અમદાવાદમાં શાકમાર્કેટના હૉલસેલર વેપારીઓ તથા છુટક શાકભાજીના વેપારીઓમાં કોરોના પોઝીટીવ આવતા અને તેમના કારણે ગ્રાહકો કોરોના સંંક્રમીત બનતા તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. વિસનગરમાં કોરોના પોઝીટીવનો કેસ નોધાયો નથી, તેમ છતાં પાલિકા અને પોલીસના સંયુક્ત પ્રયાસથી આગમચેતી રૂપ નિર્ણયો કરવામાં આવ્યા છે. વિસનગરમાં શાકભાજીનાવેચાણ માટે હવે પાંચ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. (૧) જી.ડી.હાઈસ્કુલના મેદાનમાં (૨) નૂતન હાઈસ્કુલના મેદાનમાં (૩) આદર્શ હાઈસ્કુલના મેદાનમાં (૪) મહેસાણા ચાર રસ્તા મજુર મંડળીના પ્લોટમાં અને (૫) છબીલા હનુમાન મંદિર રોડ એમ પાંચ સ્ટેન્ડ ઉપર શાકભાજી અને ફળફળાદીની લારીઓ ઉભી રાખવાનો નિર્ણય કરાયો છે. લગભગ ૩૫૦ જેટલી લારીઓ ઉભી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લારીઓ વચ્ચે અને ગ્રાહક ખરીદી કરતી વખતે સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે ચુના કલરથી માર્કિંગ કરવામાં આવ્યા છે. લોકડાઉન મુક્તી સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન શાકભાજીની લારીઓ ઉભી રહેશે અને ખરીદી કરી શકાશે. આ સ્ટેન્ડ સીવાય સોસાયટી, મહોલ્લામાં કે રોડ ઉપર લારી ઉભી રહેલી જણાશે કે ફરતી જણાશે તો જપ્ત કરવામાં આવશે. આ બાબતે ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ છેકે, લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ ન બને તે માટે ભીડ નહી કરવા વારંવાર અપીલ કરવા છતાં સોશિયલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી શકતા નથી. ત્યારે શહેરના લોકોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાથી તેનુ પાલન કરવા વિનંતી કરી છે. ચીફ ઓફીસરે વધુમાં જણાવ્યુ છેકે, આ દરેક શાકભાજીના સ્ટેન્ડમાં પ્રવેશ કરતા નાગરિકનુ થર્મલ ગન દ્વારા ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts