પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી અને તેમના માર્ગદર્શનમાં CAA ના સમર્થનમાં વિસનગરમાં ૧૫૦ મીટરના તીરંગા સાથે જંગી રેલી નીકળી
પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી અને તેમના માર્ગદર્શનમાં CAA ના સમર્થનમાં
વિસનગરમાં ૧૫૦ મીટરના તીરંગા સાથે જંગી રેલી નીકળી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં નાગરિક એકતા સમિતિ દ્વારાCAA ના સમર્થનમાં અભૂતપૂર્વ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલીમાં જંગી સંખ્યા, આયોજન તથા સફળતા માટે એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનુ માર્ગદર્શન મહત્વનુ હતુ. ૧૫૦ મીટરના તિરંગા સાથે રેલી જે સ્થળેથી નીકળી ત્યારે દેશ ભાવનાનુ વાતાવરણ ઉદ્ભવ્યુ હતુ. એસ.કે.યુનિવર્સિટીથી જંગી રેલી નીકળી તાલુકા સેવાસદન સમાપન થયુ હતુ. જ્યાં પ્રાન્ત ઓફીસરને CAA ના સમર્થનમાં આવેદન પત્ર આપ્યુ હતુ.
વિસનગરમાં નાગરિક સમિતિ દ્વારા તા.૭-૧-૨૦૨૦ ને મંગળવારના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીથી CAA ના સમર્થનમાં અભૂતપૂર્વ જંગી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલીને શહેરની ૩૨ ઉપરાંત્ત સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. વિવિધ કાર્યક્રમો કરવામાં માહિર એવા એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શનમાં યુનિવર્સિટી કેમ્પસમાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે ખરેખર દાદ માગી લે તેવી હતી. રેલી શરૂ થાય તે પહેલા CAA ના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખવા માટે ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટકાર્ડમાં સમર્થકનુ નામ અને મોબાઈલ નંબર લખવામાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. પોસ્ટ કાર્ડ લખવા માટે ૯ ટેબલ મુકવામાં આવ્યા હતા. ત્યારે તમામ ટેબલ ઉપર CAA ના સમર્થનમાં પોસ્ટકાર્ડ લખવા માટે ઘસારો જોવા મળ્યો હતો. શહેરના પ્રબુધ્ધ નાગરિકો પોસ્ટકાર્ડ લખવા માટે જોવા મળ્યા હતા. ઝ્રછછ સમર્થન રેલી સમયે તેના સમર્થનમાં ૧૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખવાના આ અભિગમને લોકોએ આવકારી બીરદાવ્યો હતો.
પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં કાંસા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો બાઈક, સ્કુટર અને વાહનો સાથે નીકળી એસ.કે.યુનિવર્સિટી સુધી રેલી સ્વરૂપે આવ્યા હતા. ડી.જે. સાથે આ રેલી એસ.કે.યુનિવર્સિટીમાં આવતા જંગી જન સમર્થન રેલીમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જશુભાઈ પટેલની આગેવાનીમાં કાંસામાંથી આવેલી આ રેલી વિસનગર નાગરિક સમિતિ રેલી સાથે જોડાઈ હતી.
રેલીના પ્રસ્થાન પહેલા જંગી સંખ્યામાં ઉપસ્થિત લોકોને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ સુરેશભાઈ સોની, સામાજીક કાર્યકર સોમભાઈ મોદી તથા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે નાગરિકતા સંશોધન કાયદો શુ છે તેની સમજ આપી હતી. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે CAA સમર્થન માટેની પ્રસ્થાવના વાંચી સંભળાવી હતી. આ સમયે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે હાજરી આપી હતી. લગભગ ૧૦-૦૦ કલાકે દેશભક્તીના ગીતો સાથે વિસનગર શહેર અને તાલુકાના મહાનુભાવો, ત્રીસથી વધુ સામાજીક, શૈક્ષણીક, સહકારી સંસ્થાઓના આગેવાનો, શહેર અને તાલુકાના નાગરિકો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જંગી રેલીનુ પ્રસ્થાન થયુ હતુ. આ રેલીમાં ૧૫૦ મીટરના તિરંગાએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. વિસનગરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧૫૦ મીટરના તિરંગા સાથે રેલી નીકળતા ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. CAA ને સમર્થન આપતા પ્લેકાર્ડ, તીરંગા સાથે મોટી સંખ્યામાં ૧ કી.મી.થી પણ વધારે મોટી રેલી શહેરના જે વિસ્તારમાંથી નાીકળી ત્યાં દેશભક્તીનુ વાતાવરણ ઉદ્ભવ્યુ હતુ. ભારતની એકતા અને અખંડીતતાના મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના પ્રબળ પુરૂષાર્થથી રાષ્ટ્રના મજબુત નિર્માણ માટે ઘડવામાં આવેલ CAA ના સમર્થનમાં લોકો પ્રચંડ જંગી સંખ્યામાં જોડાયા હતા. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીથી પ્રસ્થાન થયેલ રેલી કમાણા ચાર રસ્તા, આદર્શ વિદ્યાલય, સવાલા દરવાજા, ત્રણ ટાવર, સ્ટેશન રોડ, રેલ્વે સર્કલ, નૂતન હાઈસ્કુલ, ગંજબજાર થઈ તાલુકા સેવા સદને પહોચી હતી. જ્યા રેલીમાં જોડાયેલ મહાનુભાવોના હસ્તે CAA ના સમર્થનનુ આવેદન પત્ર પ્રાન્ત ઓફીસરને આપવામાં આવ્યુ હતુ. મહત્વની બાબત છેકે ઝ્રછછ ની અણસમજના મુસ્લીમો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નીકળેલી આ જંગી રેલીમાં વિસનગરના મુસ્લીમ બીરાદરો પણ ઉમંગથી જોડાઈને સમરસતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. આ રેલીમાં જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન પટેલ સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. જંગી રેલીની સફળતા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિવિધ કોલેજના પ્રિન્સીપાલ, યુનિવર્સિટીના પ્રોફેસર તથા સ્ટાફનુ યોગદાન મહત્વનુ હતું.