Select Page

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા  ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી

કુંભારખાડ તળાવથી વરસાદી પાણીની બીજી લાઈન નાંખવામા
ખેરાલુમાં માર્ગ અને મકાન વિભાગની લાલીયાવાડી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરના સવળેશ્વર તળાવમાં વરસાદી પાણીનો પુરતો સંગ્રહ થાય અને ચોમાસા દરમિયાન વધુ વરસાદ થાય ત્યારે વધારાનું પાણી તળાવને નુકશાન કર્યા વગર સીધુ રૂપેણ નદીમાં છોડી દેવાય તે માટે વર્ષોથી પાલિકા દ્વારા સરકારમાં માંગણી કરવામા આવતી હતી. કારણ કે દર ત્રણ-ચાર વર્ષે ભારે વરસાદ દરમિયાન તળાવ ફાટવાની બીક રહેતી હતી. ખેરાલુના તત્કાલીન ધારાસભ્ય અને હાલના સાંસદ ભરતસિંહ ડાભી ર૦૧૭મા ધારાસભ્ય બન્યા ત્યારે તેમણે ખેરાલુ શહેરને તળાવ ઓવરફલો કે ફાટવાના ડરથી બચાવવા સરકારમાં રજુઆત કરી હતી. ગોઝારીયાથી અંબાજી સુધીના સ્ટેટ હાઈવેના ૧પ૦ કરોડના કામમાં સવળેશ્વર તળાવની પાઈપલાઈનોને પાલિકા સભ્ય કનુભાઈ દેસાઈ (કોન્ટ્રાક્ટર) ના સંબંધોથી સમાવેશ કરાયો હતો. ત્યારબાદ કામગીરી શરુ કરાઈ. સ્પાન બજારથી રૂપેણ નદીના પુલ સુધી ૧ર૦૦ સ્સ્ ડાયાની પાઈપલાઈન નંખાઈ તે પછી કામ અટકી ગયુ બે-ચાર મહિના સુધી કામ બંધ રહેતા તપાસ કરતા જાણવા મળ્યુ કે માર્ગ અને મકાન વિભાગની લેવલ આપવાની ભુલના કારણે પાઈપો જરૂરીયાત કરતા વધુ ઉંડી નંખાઈ જતા ધરોઈની પાઈપ લાઈન વચ્ચે આવી જતા પાઈપ લાઈનની કામગીરી બંધ કરાઈ છે.
ખેરાલુ શહેરની આઈ.ટી.આઈ. પાસે આવેલ કુંભારખાડ તળાવ આગળથી પાઈપ તળાવ ઓવરફલોની પાઈપ લાઈન નંખાઈ છે. જે વગર વરસાદે ઓછા પાણીમાં પણ અડધી માટીથી ભરાઈ ગઈ છે. આ બાબતે આજુબાજુના ખેડુતોને પુછતા જાણવા મળ્યુ કે કુંભારખાડ તળાવમાં પાણી જયાંથી આવે છે. તેના લેવલે પાઈપ લાઈન નાંખવા રજુઆત કરાઈ હતી. પરંતુ આડેધડ પાઈપ લાઈન નાંખી દેતા અડધુ તળાવ ખાલી રહે તે રીતે પાઈપો નંખાઈ છે. જયાં પાઈપ નંખાઈ છે ત્યાંથી તળાવની માટી પાઈપોમાં ઓછા વરસાદમાં પ્રવેશી ગઈ છે. જેથી એક કિલોમીટર લાંબી પાઈપ લાઈન અડધી માટીથી ભરાઈ ગઈ છે. કુંભારખાડ તળાવ પાસે જયાંથી પાણી જવાની શરૂઆત થાય ત્યાં ખેડુતોએ રજુઆત કરી કે પાઈપની આજુબાજુ ચોરસ ચેમ્બર બનાવો જેથી પાણી પછડાઈને ધક્કા સાથે પાઈપોમાં પસાર થાય પરંતુ માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોએ આડેધડ પાઈપો ની આજુબાજુ સંરક્ષણ દિવાલ બનાવી દીધી જેથી પાઈપોમાં માટી ભરાઈ ગઈ છે.
ઉપરોક્ત બાબતે માર્ગ અને મકાન વિભાગના ઈજનેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે ખેડુતો ખોટી બુમો પાડે છે. વિજ કચેરી વાળા થાંભલો હટાવતા નથી વચ્ચે એક ચેમ્બર બનાવવાની બાકી રહી ગઈ છે. અમે એસ્ટીમેટ ભર્યો છે છતા વિજકચેરી વાળા ગાંઠતા નથી. જેથી ઓછા વરસાદમાં પાઈપ લાઈનમાં માટી પ્રવેશી ગઈ છે. આ બાબતે કુંભારખાડથી હાઈવે તરફ નાંખેલી પાઈપ લાઈનમાં તપાસ કરતા હાઈવે તરફથી પણ અડધી પાઈપો માટીથી ભરાઈ ગઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખોટુ લેવલ અપાતા જરૂરીયાત કરતા વધુ ઉંડી નંખાઈ ગયેલી પાઈપોથી પાણી સવળેશ્વર તળાવમાં પહોચે તે પહેલા ધરોઈનું પાણી પુરવઠાની પાઈપ લાઈન વચ્ચે આવતા કામગીરી બંધ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને પુછ્યુકે કામ કેમ બંધ છે ત્યારે તેમણે જણાવ્યુ કે ગોઝારીયા અને સતલાસણા હાલ કામ ચાલુ છે. હવે પાઈપ કયાંથી નંખાશે તે નક્કી નથી. સ્પાન બજાર સામેના સ્પાન કોમ્પલેક્ષથી પાઈપ લાઈન નાંખવાનુ વિચારી રહ્યા છીએ. કુંભારખાડથી ગુરુ કોમ્પલેક્ષ સ્પાન કોમ્પલેક્ષ થઈ રૂપેણ નદી સુધી પાઈપ લાઈન લઈ જવાય તો જ પાણી જઈ શકે તેમ છે. પરંતુ સવળેશ્વર તળાવના નાળા પાસે આવેલ સ્પાન કોમ્પલેક્ષથી પાઈપ લાઈન લઈ જવાનો વિચાર ખેરાલુના લોકોને ઉલ્લુ બનાવવાનો તઘલખી નિર્ણય સાબિત થશે.ખેરાલુમાં હાઈવેના ઉત્તર તરફથી પાઈપ લાઈન નાંખવાનું કયારે શરુ કરાશે તે માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોને પણ ખબર નથી. સરકારી અધિકારીઓ ઉંઘતા રહેશે તો આવતા ચોમાસામાં પણ પાણી રૂપેણ નદીમાં નહી પહોચે. હાલ જે પાઈપ લાઈન નાંખી છે તે પાઈપ લાઈન ગુરુ કોમ્પલેક્ષના માલિકોએ નાંખેલી પાઈપ લાઈન કરતા ચારથી પાંચ ફુટ નીચી છે. જેથી આગામી ચોમાસામાં નવી પાઈપ લાઈન માટીથી ભરાઈ જશે અને દર વર્ષની જેમ લોકો હૈરાન પરેશાન થઈ રસ્તા તોડી પાણીનો નીકાલ કરશે તેવું લાગે છે. આડેધડ નંખાતી પાઈપ લાઈનોની પરિસ્થિતી માટે ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ રજુઆત કરાઈ હતી પરંતુ પરિણામ કાંઈ દેખાતુ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts