Select Page

કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો અદભૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો અદભૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સંગઠન, સેવા અને સમર્પણ સાથે કોપરસીટી વેલ્ફેર એસોસીએશન સંચાલિત

કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો અદભૂત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોપરસીટી મરચન્ટ એસોસીએશનના આગામી કાર્યક્રમો અને સેવાઓ

(૧) www.visnagarbazar.com ની સ્થાપના કરવી.
(૨) વિસનગર સેન્ટરના વિકાસ અર્થે “ગ્લોબલ કોપરસીટી બીઝનેસ સમિટ”નુ આયોજન કરવુ.
(૩) કોપરસીટી મરચન્ટ એસોસીએશનના સભાસદ વેપારી મિત્રો માટે “મૃત્યુ સહાય યોજના” બનાવવી જેમાં મૃત્યુ સહાય રકમ ૨૫,૦૦૦/- થી શરૂઆત કરીને આ રકમ ૫ લાખ સુધી લઈ જવી.
(૪) વેપારી દુકાનો અને ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે નોટબુક શૈક્ષણિક સહાય યોજના ભવિષ્યમાં લાવવી.
(૫) વેપારી મિત્રો માટે બિઝનેસ મોટીવેશન કાર્યક્રમોનુ આયોજન કરવુ.
(૬) સામાજીક અને આધ્યાત્મિક, ધાર્મિક કાર્યક્રમો થકી સમાજ સેવાના કાર્યો કરવા.

કોપરસીટી સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન સન્માન પામેલી સંસ્થાઓ

(૧) રોટરી ક્લબ ઓફ વિસનગર(સમાજ સેવા માટે)
(૨) લાયન્સ ક્લબ(કોપરસીટી) (સમાજ સેવા માટે)
(૩) સાર્વજનિક સ્મશાનગૃહ (સ્મશાનગૃહની અદ્યતન સેવા માટે)
(૪) વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ,વિસનગર (ઓક્સીજન સેન્ટર માટે)
(૫) રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન (સમાજસેવા માટે)
(૬) માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ, વિસનગર(અસ્થી વિસર્જન સમાજ સેવા માટે)
 
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સીટી એટલે તાંબાની નગરી. તામ્ર નગરી તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. તેવો તેનો ઈતિહાસ બોલે છે. આવી તાંબાની નગરી એટલે કે કોપરસીટીમાં નવાજ સંગઠનો તેના ઐતિહાસિક નામ સાથે કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો ભવ્ય શુભઆરંભ થઈ ગયો. વિસનગરના ૫૬ જેટલા એસોસીએશનનુ વેપારી મહાસંગઠન કે જેના શુભારંભ, ટેલીફોન ડીરેક્ટરી વિમોચન અને સ્નેહમિલન એવા ત્રિવેણી કાર્યક્રમને ખુલ્લો મુકતાની સાથેજ બીજા ૫ એસોસીએશન જોડાયા અને કુલ ૬૧ એસોસીએશન સાથે કોપરસીટી મરચન્ટ એસોસીએશન વિસનગર વેપારી મહાજન બની ગયુ. કોપરસીટી વેલ્ફેર એસોસીએશન દ્વારા સંચાલિત કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો સ્નેહમિલન કાર્યક્રમ તેની કોર કમીટીએ પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન કીર્તિભાઈ કલાનિકેતનના નેતૃત્વ નીચે સમગ્ર ટીમ શેઠશ્રી કેશવલાલ પટેલ, રાજુભાઈ (આર.કે.), નિમેશભાઈ શાહ, નટુભાઈ સદુથલા, અજીતભાઈ ચૌધરી, કરશનભાઈ પટેલ, પી.સી.પટેલ ગંજબજાર, પ્રવિણભાઈ ચૌધરી, રમેશભાઈ સાયકલ, ભરતભાઈ એબી, રાજુભાઈ ગાંધી, ગાંડાલાલ પટેલ, દિનેશ માસ્ટર અને જયંતિભાઈ રાજા એમ સમગ્ર ટીમે અદ્યતન આયોજન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ૫૨૦૦ જેટલા વેપારીઓ અને આમંત્રીતો મહેમાન હાજર રહ્યા હતા. જ્યારે ૪૮૦૦ જેટલા લોકોએ ભોજન લીધુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન ટેલીફોન ડીરેક્ટરીની ૪૦૦૦ બુકોનુ વિમોચન થયુ હતુ. અને બુકના પ્રોજેક્ટ ચેરમેન કીર્તિભાઈ કલાનિકેતનનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતું કે, આ બુકો દરેક વેપારી મિત્રોને વિનામુલ્યે આપવામાં આવશે. વિસનગરના વેપારી મિત્રોએ પ્રોત્સાહન માટે જાહેરાત દ્વારા રૂા.૧૫ લાખ જેટલુ માતબર દાન આ બુક દ્વારા મળ્યુ છે. જેમાં ૧,૫૧,૦૦૦/- પ્રકાશભાઈ પટેલ ચેરમેન એસ.કે.કોલેજ, ૧,૨૫,૦૦૦ મા.ઋષિકેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી, વિસનગર(ધારાસભ્યશ્રી), ૧,૦૦,૦૦૦ રાજુભાઈ પટેલ(આર.કે.), ૫૧,૦૦૦ રાજુભાઈ દાળીયા-ચેરમેન મરચન્ટ એજ્યુકેશન કેમ્પસ, ૩૧,૦૦૦ શેઠ શ્રી કેશવલાલ પટેલ, ૩૧,૦૦૦ પરેશભાઈ ચૌધરી સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૩૧,૦૦૦ ગંજબજાર વેપારી મંડળ, ઉપરાંત્ત ઘણા બધા વેપારી મિત્રોએ ૨૧૦૦૦, ૧૧,૦૦૦ અને ૫,૫૦૦ જેટલુ જાહેરાત દાન આપ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન કોપરસીટી નામ હેતુસર સર્વોદય મેટલ એસો.ની. ટીમે કાન્તીભાઈના નેતૃત્વ નીચે સુંદર કોપરના વાણસો અને કલાનુ પ્રદર્શન કર્યુ હતુ. ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ રોટરી ક્લબ, સાર્વજનીક સ્મશાન ગૃહ, રાઉન્ડ ટાઉન, લાયન્સ ક્લબ, વિશ્વ પાટીદાર ટ્રસ્ટ, માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના પ્રદર્શન સ્ટોલનો અદભૂત નજારો હતો. કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો આ પ્રસંગ દરેક બાજુથી સોળે કલાથી ખીલી ઉઠ્યો હતો. તેને સુવર્ણ અક્ષરે લખાયો તેમ કહેવુ ખોટુ નથી. સમગ્ર સ્ટેજ સંચાલન પ્રશાંતભાઈ બારોટ, નિમેષ શાહ, રમેશભાઈ સાયકલ, પી.સી.પટેલ અને અજીતભાઈ ચૌધરીએ સુંદર રીતે કર્યુ હતુ. સ્વાગત પ્રવચન પ્રમુખ પરેશભાઈ પટેલે કર્યુ હતુ. શરૂઆતે પ્રાર્થના રાજુભાઈ મિશ્રાએ કરી હતી. જ્યારે ગણેશવંદના કાું સલોની આર.દરજીએ પોતાની નૃત્ય કલાથી સુંદર કરી હતી. ત્યારબાદ વિસનગર શહેરની એક ટેલીફીલ્મ બતાવવામાં આવી હતી. આ ટેલી ફીલ્મ અને કેમેરા, વિડીઓ, ન્ઈડ્ઢનુ સુંદર આયોજન બાબુભાઈ પ્રજાપતિના નેતૃત્વ નીચે પ્રોફેશનલ સ્ટુડીઓ એસોસીએશને કર્યુ હતુ. જેમનુ સન્માન પણ થયુ હતુ. સમગ્ર પાર્ટી પ્લોટને નવોઢાની જેમ મંડપ એસોસીએશને સેવાર્થે વિનામુલ્યે મંડપ એસોસીએશન ટીમ દ્વારા ધર્મેન્દ્રભાઈ, અરવિંદભાઈ અને લાલભાઈ મેહુલ મંડપના નેતૃત્વ નીચે સજાવ્યો હતો. સાઉન્ડ એસોસીએશને નેલેષ સથવારાના નેતૃત્વ નીચે સાઉન્ડ સેવા પુરી પાડી હતી. અને રાજુભાઈ આર.કે.એ વિનામુલ્યે સેવાર્થે પાર્ટીપ્લોટ આપેલ હતો. આ સમગ્ર ટીમનુ સન્માન થયુ હતુ. મહેમાનોનુ સ્વાગત ગંજબજાર વેપારી મિત્રો દ્વારા પરેશભાઈ, પી.સી.પટેલ અને કરશનભાઈના નેતૃત્વ નીચે માથા ઉપર સાફા પહેરી
કર્યુ હતુ. કેમીસ્ટ એસો. ટીમે વિનુભાઈ અને ધવલભાઈના નેતૃત્વ નીચે ભોજનપાસ અને પ્રવેશ પાસ કલેક્શન સેવા કરી હતી. ભોજનમાં રસોડાનુ આયોજન રામભાઈ પટેલના નેતૃત્વ નીચે કરીયાણા એસોસીએશન દ્વારા થયુ હતુ. જ્યારે ભોજન હૉલમાં સપ્લાય અને કાઉન્ટર આયોજન નટુભાઈના નેતૃત્વ નીચે શ્રોફ એસોસીએશન દ્વારા થયુ હતુ. જેમાં સહયોગી ટીમ હેરસલુન એસો. ટીમ સંજય જેવીના નેતૃત્વ નીચે અને સ્ક્રેપ એસો. ગીરીશભાઈના નેતૃત્વ નીચે જોડાઈ હતી. મુખ્ય મહેમાનોની આગતા સ્વાગત વીઆઈપી ભોજન માટે સુભાષ પટેલના નેતૃત્વ નીચે ચોક્સી એસો. ટીમ અને યોગેશભાઈ રૂપકલાના નેતૃત્વ નીચે કાપડ મહાજન ટીમ દ્વારા સેવા અપાઈ હતી. જીઆઈડીસી પ્રમુખ અમૃતલાલ પટેલના નેતૃત્વ નીચે જીઆઈડીસી વેપારી ટીમ દ્વારા સભાખંડમાં બેઠક વ્યવસ્થાનુ સુંદર આયોજન કર્યુ હતુ. પ્રકાશભાઈ પ્રમુખના નેતૃત્વ નીચે ટુ વ્હીલર્સ મીકેનીકલ ગૃપ દ્વારા પાર્કીંગ સેવાનુ આયોજન થયુ હતુ. જ્યારે જયેશ પટેલ અને ભાવેશ પટેલ ટુ વ્હીલર્સ ઓટો સ્પેરપાર્ટ દ્વારા ફટાકડાનુ આયોજન થયુ હતુ. રણજીતભાઈ લક્ષ્મી પ્રેસ અને તેમની ટીમે એલઈડી જાહેરાત અને બુક પ્રીન્ટીંગનું સુંદર આયોજન કર્યુ હતુ. કાર્યક્રમ દરમ્યાન ૨૧૦૦૦ થી ઉપરના દરેક જાહેરાત દાતાઓનુ સન્માન થયુ હતુ. કાર્યક્રમમાં સ્ટેજસ્થાને મુખ્ય મહેમાનોમાં ર્ડા.આશાબેન, ધારાસભ્યશ્રી ઉંઝા, પ્રકાશભાઈ પટેલ ચેરમેન એસ.કે. યુનિવર્સિટી, રાજુભાઈ આર.કે., દિનેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી ઉંઝા, સંજયભાઈ સાજર, સેક્રેટરી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ખોડભાઈ પટેલ પૂર્વ મંત્રીશ્રી અને ચેરમેન એપીએમસી મહેસાણા, મણીભાઈ ચૌધરી, વા.ચેરમેન એપીએમસી, વિસનગર હતા અને તેમને પ્રવચનો કર્યા હતા. આ ઉપરાંત્ત પી.સી.પટેલ ચેરમેન મજુરમંડળી, જશુભાઈ કાંસા, રાજુભાઈ ચૌધરી, ડી.એમ.પટેલ, ર્ડા.મીહીરભાઈ જોષી, ર્ડા.ઈશ્વરલાલ વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ કીર્તિભાઈ જે.પટેલ કલાનિકેતન દ્વારા કરવામાં આવી હતી. જેમાં સૌના આભાર સાથે જાણે અજાણે થયેલી કોઈપણ તકલીફ કે ભુલ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. આમ કોપરસીટી મરચન્ટ એસોસીએશનનો સમગ્ર કાર્યક્રમ નિર્વિઘ્ન સુંદર રીતે થઈ ગયો. જે સંસ્થા વિસનગર વેપારી વર્ગ માટે અને આમ જનતા માટે ભવિષ્યમાં ઉપયોગી બની રહેશે. કાર્યક્રમ દરમ્યાન રાજુભાઈ આર.કે.ના નેતૃત્વ નીચે વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન કોપરસીટી મરચન્ટ એસોસીએશન અને સ્વસ્તીક ગૃપ દ્વારા જે સ્વીકારવામાં આવ્યુ તે ખુબજ પ્રસંશનીય કાર્ય થઈ ગયુ. જે ખુબજ નોંધનીય બાબત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us