નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે સીમેન્સ કંપનીનું લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતુ તદ્દન નવુ મશીન ઉપલબ્ધ નુતન જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન સેવા ઉપલબ્ધ
નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે સીમેન્સ કંપનીનું લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતુ તદ્દન નવુ મશીન ઉપલબ્ધ
નુતન જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન સેવા ઉપલબ્ધ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સાંકળચંદ કાકા લોખંડી મનોબળ ધરાવતા હતા. તેવુ જ મનોબળ ધરાવતા તેમના પૌત્ર પ્રકાશભાઈ પટેલ અત્યારે અનેક વિધ્નો વચ્ચે પંથકના લોકોને ઘર આંગણે રાહતદરે ઉચ્ચ તબીબી સેવાઓ મળી રહે તે દિશામાં આગળ વધી રહ્યા છે. નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરની નુતન જનરલ હોસ્પિટલની તબીબી સેવાઓમા એક ઓર પુષ્પગુચ્છનો ઉમેરો થયો છે. પંથકના લોકો જાણીને આનંદ પામશે કે હોસ્પિટલમા હવે સીટી સ્કેન સેવા શરૂ થઈ ગઈ છે.
નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર એન્ડ નુતન જનરલ હોસ્પિટલમાં દિવસે દિવસે દર્દીની જરૂરીયાતને અનુરૂપ નવા સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ અને અતિ આધુનિક રોગ નિદાન માટેના સાધનો વસાવવાના શરૂ કરેલ છે. હોસ્પિટલમા રોડ એકસીડેન્ટ, બ્લડપ્રેશર કે ડાયાબીટીસથી થતા લક્વા (સ્ટ્રોક) ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. આ દર્દીઓને એક્સરે, સોનોગ્રાફી, ઈકો, ઈસીજી ઉપરાંત વધુ ઈન્વેસ્ટીગેશન (તપાસ)ની જરૂર પડતી હોય છે.જેના અનુસંધાનમાં નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરના ચેરમેન પ્રકાશભાઈના માર્ગદર્શન નીચે અને એમ.સી.આઈ.ની જરૂરીયાત મુજબ આવા દર્દીઓ માટે ખાસ ૩ર સ્લાઈસ સીમેન્સ કંપનીનું સી.ટી.સ્કેન મશીન ઉપલ્બધ કરવામા આવ્યુ છે. જે દર્દીઓને સચોટ નિદાન કરવામા ખુબ જ મદદરૂપ થશે અને ફક્ત સીટીસ્કેન માટે દર્દીને બહાર ગામ મોકલવાની જરૂરીયાત રહેશે નહિ. હોસ્પિટલમાં જ દર્દીને નિષ્ણાંત ડૉકટરના માર્ગદર્શન નીચે સારવાર મળી રહેશે. આમ દર્દીને નિષ્ણાંત ડૉકટરના માર્ગદર્શન નીચે સારવાર મળી રહેશે. આમ દર્દીનો સમય બચશે. સારવાર ઝડપી બનશે અને ખર્ચ પણ ખુબ જ ઘટશે. સીટી સ્કેનના ચાર્જીસ ખુબ જ રાહત દરે રાખવામા આવેલ છે. જેથી જરૂરીયાત મંદ દરેક દર્દી તેનો લાભ લઈ શકે. નુતન મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર એન્ડ નુતન જનરલ હોસ્પિટલ ખાતે એકજ સ્થળે દર્દીને અમદાવાદના ખ્યાતનામ સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ જેમ કે ન્યુરો ફીજીશીયન, ન્યુરોસર્જન, યુરોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન વગેરેની સેવાઓ તદ્દન ફ્રીમા મળી રહેશે અને ફીઝીશીયન, સર્જન, ગાયનેક, ઓથોપેડીક, બાળરોગ, સ્કીનરોગ, આંખના રોગના નિષ્ણાત, નાક, કાન, ગળાના રોગ (ENT) ના નિષ્ણાંત, સાઈક્યાટ્રીસ્ટ (માનસિક રોગ નિષ્ણાંત) વગેરે ડૉકટરની સેવાઓ દરરોજ નિયમિત પણે ફ્રીમાં મળતી રહેશે. સીટી સ્કેન, એક્સરે, સોનોગ્રાફી, બ્લડબેંક વગેરેની સુવિધા હોસ્પિટલમાં રાહત દરે તેમજ ૨૪ x ૭ મળશે જેનો જાહેર જનતાએ લાભ લેવા નમ્ર વિનંતી. આ બધી જ રેડીયોલોજી સેવાઓ ખ્યાતનામ રેડીયોલોજીસ્ટ ડૉ.વાય.ટી.પટેલના ખાસ માર્ગદર્શન નીચે મળી રહેશે.