ધારાસભ્ય અજમલજી તથા ભીખાલાલ ચાચરીયા દ્વારા ભલામણ કરાયેલ ૬૬ રોડ મંજુર કરાયા
ધારાસભ્ય અજમલજી તથા ભીખાલાલ ચાચરીયા દ્વારા ભલામણ કરાયેલ ૬૬ રોડ મંજુર કરાયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર વિધાનસભાની ચુંટણી લડતા હતા ત્યારથી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે અંગત રસ લઈને ભવ્ય જીત અપાવી હતી. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર તથા નાયબ મુખ્યમંત્રી અંગત વિશ્વાસુ ભીખાલાલ ચાચારીયા દ્વારા ભલામણ કરાયેલા રસ્તાઓ પૈકી મોટાભાગના રોડ રસ્તાઓ મંજુર કરવામા આવ્યા છે. નોન પ્લાન રોડ તથા માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામર કામ માટે વડનગર, ખેરાલુ અને સતલાસણાના ૧ર રોડની રર.૯૦ કી.મી. માટે ૧૧.૪ર કરોડ ફાળવ્યા છે. જે રોડને બનાવ્યા પછી સાત વર્ષ થઈ ગયા છે તેવા ર૦ કામોમાં રીસર્ફેસિંગ માટે ૪૬.૯ર કી.મી.રોડ માટે ૮.૧૭ કરોડ ફાળવ્યા છે. જે રોડને બનાવ્યા પછી દસવર્ષ થઈ ગયા છેતેવા રર કામોના રીસર્ફેસિંગ પ૧.૩૭ કી.મી.રોડ માટે ૮.૮ર કરોડ ફાળવ્યા છે. જુના ગ્રામ્ય એપ્રોચ રોડને પહોળા કરવામાં ચાર રોડના ૯.૪૦ કી.મી.માટે ૪.૬ર કરોડ ફાળવ્યા છે. હયાત રસ્તામાં સ્લેબડ્રેઈન તેમજ બોક્ષ કલ્વર્ટ માટે ૮ રોડ માટે કુલ આઠ રસ્તાઓમાં ૭.૪૦ કરોડ ફાળવ્યા છે. આમ ખેરાલુ વિધાનસભામાં ૧ર૦.૧૯ કી.મીના રસ્તાઓ માટે ૪૦.૪૪ કરોડ ફાળવવામા આવ્યા છે.
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિધાનસભાની પેટા ચુંટણીમાં જે રીતે ભાજપ તર્ફી અભુતપુર્વ વોટીંગ કર્યુ તેના કારણે તેમજ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયાના પ્રયત્નોથી ૪૦.૪૪ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ બાબતે ભાજપી સુત્રોએ જણાવ્યુ હતુ કે આ તો પાશેરામાં પહેલી પુણી છે. આગામી સમયમાં ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ૩૦૦ ઉપરાંત રોડ નવા બનાવવાના છે તેમજ ૧પ૦ ઉપરાંત નવા લીંક રોડો માટે લોકો માંગણી કરી રહ્યા છે. જે તમામ રોડ અને ખેતી માટે સિંચાઈ માટેની વ્યવસ્થા પુરી કરવામા આવશે. કયા ગામના રોડ મંજુર થયા તે જોઈએ તો સતલાસણા તાલુકાના ૧૬ રોડ, વડનગર તાલુકાના ૧પ રોડ તેમજ ખેરાલુ તાલુકાના ૩પ રોડ આમ કુલ ૬૬ રોડ મંજુર થયા છે. સતલાસણા તાલુકાના રોડ જોઈએ તો બેડસ્માથી કુબડા, ઉમરેચાથી કાળકામાતા મંદિર, હિંમતપુરાથી ભાલુસણા આંકલીયારાને જોડતો રોડ, રીસર્ફેસીંગ માટે ઈશાકપુરા, કેવડાસણ, ગમાનપુરા, બ્રહ્મપુરી (હડોલ એપ્રોચ રોડ, કેશરપુરા વધાર રોડ, ખારી રોડ, નંદરડી રોડ, ભાલુસણા નાનીભાલુ રોડ, તખતપુરા, રાણપુર, જસપુરીયા રોડ, ભાલુસણા-નાનીભાલુ, સ્લેબડ્રેઈન, સુદાસણા, તાલેગઢ રોડ, સ્લેબડ્રેઈન, ખારી એપ્રોચ સ્લેબડ્રેઈન, વરેઠા સુદાસણા સ્લેબડ્રેઈન બનાવવામા આવશે.
વડનગર તાલુકામાં નોન પ્લાન રોડમાં ચાંપાથી મોહનપુરા, સરણા ચેહરપુરા, શાહપુર રોડ, શાહપુર (વડ) સ્મશાનથી બસ સ્ટેશન રોડ, કરશનપુરા જીહોર નેળીયાથી સિપોર રોડ, રિસર્ફેસિંગમા કરશનપુરા, સિપોર ગોલવાટ, ચાંપા, ઊંડણી ગણેશપુરા, વડનગરથી નવાપુરા રેડ લક્ષ્મીપુરા રોડ, રેડલક્ષ્મીપુરાથી શાહપુર રોડ, સુલતાનપુરા(મોઘરીપુરા) રોડ, સિપોર ભવાનીપુરા રોડ, વલાસણા વાગડી રોડ, વડનગર-રાજપુર (વડ) રોડ, બનાવવામા આવશે. ખેરાલુ તાલુકાના રોડ જોઈએ તો નોન પ્લાન, લીમડીથી સદીકપુર, ખેરપુરાથી મશીનવાળા પરામાં રોડ, એસ્સાર પંપથી મલેકપુર, થાંગણા સધી માતાથી મોટી હીરવાણી, નોરતોલ કોતરીયાવાળા રોડથી ખટાસણા રોડ, રીસર્ફેસિંગમાં ખેરાલુ દેસાઈવાડાથી હાઈવે, ગાજીપુર, સુવરીયા, ખેરાલુ, જોડીયા, ચિત્રોડીપુરા, લુણવા, વાવડી, ભાઠાપુરા, ગુલાબપુરા, થાંગણા, ચાચરીયા રોડ, મલારપુરા, ડાલીસણા, ડાવોલ એપ્રોચ રોડ, બાજપુરાથી કુડા રોડ, તારણમાતા, માધુપુરા (બળાદ) ફતેપુરા, ડભોડા- માધુગઢ, ખેરાલુ-સમોજા, બળાદ-વીઠોડા, થાંગણા-ડીઓપપુરા, ચાચરીયા મહાકાલી મંદિરથી હઠીપુરા, વિઠોડા-સંતોકપુરા, સંતોકપુરા-ફતેપુરા સાકરી રોડ, ફતેપુરા-મંદ્રોપુર, બળાદ-માધુપુરા, ચિમનાબાઈ કોલોની એપ્રોચરોડ, ગણેશપુરા-દેદાસણ, કેવડાસણ, સાગથળા, ગોરીસણા રોડ અને મછાવા એપ્રોચ રોડ તથા ખેરાલુ દેસાઈવાડા રોડ, પહોળો કરાશે. સુવરીયા બળાદ રોડ સ્લેબડ્રેઈન, ખેરાલુ-સમોજા સ્લેબડ્રેઈન, બળાદ-વિઠોડા બોક્ષ કલ્વર્ટ બનાવવામા આવશે.