વિસનગરમાં હાડકાના દર્દનો નિદાન-સારવાર તથા સાધન સહાય કેમ્પ
મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ તથા અપંગ માનવ મંડળ અમદાવાદ દ્વારા વિનામૂલ્યે
વિસનગરમાં હાડકાના દર્દનો નિદાન-સારવાર તથા સાધન સહાય કેમ્પ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકાના ગામડાઓમાં જે અસ્થિવિષયક(હાડકા)ના દર્દથી પીડાતા હોય તેવા દર્દીઓ માટે નિદાન, સારવાર અને સાધન સહાય કેમ્પનું તા.ર૩-ર-ર૦ર૦ના રોજ સી.એન.કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ લેવા મહર્ષિ દયાનંદ કેળવણી મંડળ દ્વારા જણાવાયુ છે.
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ તથા અપંગ માનવ મંડળ અમદાવાદ દ્વારા શ્રી વીણાબેન અનિલભાઈ પટણીકે ચેરીટેબલ ટ્રસ્ટ સ્વ બળવંતરાય વી.દોશી અને સુ.શ્રી રમાબેન બી. દોશી અને ભારત સેવક સમાજ ગુજરાતના સહયોગથી વિસનગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ સી.એન.કોમર્સ કોલેજના તા.ર૩-ર-ર૦ર૦ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦થી ૧-૦૦ સુધી વિના મુલ્યે અસ્થિ વિષયક ફીઝીયોથેરાપી નિદાન સારવાર તથા સાધાન સહાય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કેમ્પમાં સારવાર લેવા માંગતા દર્દીઓ તા.રર-ર-ર૦ર૦ને શનિવાર સાંજે ૪-૦૦ કલાક સુધી કોમર્સ કોલેજમાં નામ નોંધાવવાના રહેશે.
વિસનગર તાલુકાના આજુબાજુના ગામના હાડકાના વિવિધ રોગથી પીડાતા હોય તેવા દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે. અપંગ માનવ મંડળ અમદાવાદની પ્રતિષ્ઠીત સેવાભાવી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ગુજરાતના શહેરોમાં વિના મુલ્યે ફીઝીયોથેરાપી અને વિના મૂલ્યે સાધન સહાય કેમ્પ કરે છે. આ કેમ્પમા અપંગ માનવ મંડળના ફીઝીયોથેરાપીસ્ટ ડૉ.મનિષભાઈ ત્રીવેદી તથા તેમની ટીમ દ્વારા નિદાન અને સારવાર કરવામા આવશે. આ કેમ્પમાં બાળ લકવો, પોલીયો, ગરદન પગ, કમર, ખભા, સાયટીકા, સાંધા વિગેરે દુઃખાવા અર્થરાઈટીસ તથા ફેસીયલ પાલ્સી , હાડકાના ઓપરેશન પછીની સારવાર દર્દીની નિઃશુલ્ક નિદાન સારવાર કરવામા આવશે અને જરૂરી સાધનો આપવામાં આવશે.
આ કેમ્પમાં નિદાન બાદ દર્દીની જરૂરીયાત મુજબ નિઃશુલ્ક સેવા આપવામા આવશે. વોકર, ઘોડી, સ્ટીક તથા કસરતના જરૂરી સાધનો આપવામા આવશે. કૃત્રિમ પગ તથા કેલીપર્સન માપ લેવામા આવશે. તે પછી પંદર દિવસ બાદ દર્દીને પગની જાણ કરી કેમ્પના સ્થળે માપ મુજબ બનાવેલ કૃત્રીમ પગ તથા કેલીપર્સ બેસાડી આપવામા આવશે. આ અંગેની જરૂરી ટ્રેનીંગ પણ આપવામા આવશે. કેમ્પ દરમ્યાન નિદાન પછી જે કોઈ દર્દીને ઓર્થોપેડીક સર્જરી (ઓપરેશન) ની જરૂર જણાય તો અપંગ માનવ મંડળ અમદાવાદ દ્વારા તેની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામા આવશે.
શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખ ડૉ.મહેશભાઈ ગાંધી, ઉપપ્રમુખ યોગેશભાઈ સી, મણીયાર, મંત્રી નિકેતુભાઈ મણીયાર, ચંન્દ્રકાન્તભાઈ એમ.પટેલ વકીલ ખજાનચી, શૈલેષભાઈ એસ.મણીયાર અપંગ માનવ મંડળ અમદાવાદના પ્રમુખ અનિલભાઈ ચીનુભાઈ પરીખ તથા અન્ય હોદ્દેદારોએ કેમ્પનો લાભ લેવા અસ્થિ વિષયક દર્દીઓને જણાવ્યુ છે. કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા શ્રીમહર્ષિ દયાનંદ કેળવણી મંડળ સ્ટેશન રોડ વિસનગર ફોન નં(૦ર૭૬પ) રરર૩૮૩ સમય સવારે ૧૦-૦૦થી સાંજે પ-૦૦ કલાક સુધી રૂબરૂ સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત પ્રણવભાઈ પરીખનો મોનં ૯૯રપપ ૪પ૯૮૪ તથા સચીનભાઈ કંસારાનો મોનં.૯૯૦૪૩ ૩૮૭૯૧ ઉપર સંપર્ક કરી શકાશે.