Select Page

મર્ડર જેવા ગુનામાં નિર્દોષો ભોગ ન બને તે માટે પોલીસજ ફરિયાદી બની હત્યાને અકસ્માતમાં ખપાવવાના કારસાનો પીએમ રીપોર્ટથી પર્દાફાશ

મર્ડર જેવા ગુનામાં નિર્દોષો ભોગ ન બને તે માટે પોલીસજ ફરિયાદી બની હત્યાને અકસ્માતમાં ખપાવવાના કારસાનો પીએમ રીપોર્ટથી પર્દાફાશ

મર્ડર જેવા ગુનામાં નિર્દોષો ભોગ ન બને તે માટે પોલીસજ ફરિયાદી બની
હત્યાને અકસ્માતમાં ખપાવવાના કારસાનો પીએમ રીપોર્ટથી પર્દાફાશ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
એન્ડ્રોઈડ ફોનના અને સોશીયલ મીડીયાના વપરાશથી હવે ગામડાનો મજુરીયાત વર્ગનો વ્યક્તિ અબુધ અને અભણ માની લેવો તે ભુલ ભરેલુ છે. વિસનગર તાલુકાના ગુંજા ગામના વ્યક્તિએ અન્ય સ્ત્રી સાથેના આડા સબંધમાં તેની પત્નીને બોથડ પદાર્થથી માર મારી હત્યા કરી હતી. હત્યા તરફથી પોલીસનુ ધ્યાન ખસેડવા આ વ્યક્તિએ તેની પત્નીનુ કુદરતી મોત થયુ હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ મહિલાના પિતાના આક્ષેપ બાદ પોલીસે બોથડ પદાર્થથી માર મારતા હેમરેજ થતા મૃત્યુ થયુ હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે હત્યારા પતિ વિરુધ્ધ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે.
વિસનગર તાલુકાના ગુંજા ગામનો ભાવેશકુમાર ગાંડાલાલ રાવળના લગ્ન ખેરાલુ તાલુકાના અંબાવાડાના અમરતભાઈ લાલાભાઈ રાવળની દિકરી જશીબેન રાવળ સાથે અગીયાર વર્ષ પહેલા થયા હતા. તા.૬-૧૨-૧૯ ની રાત્રે અમરતભાઈ રાવળે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ફોન કરી જાણ કરી હતી કે, તેમની દિકરી જશીબેન રાવળનું ખૂન થયુ છે. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ટી.બી.વાળા સહીતની ટીમ ઘટના સ્થળે પહોચતા હાથની આંગળીઓ ઉપર છુટા છવાયા લાલ કાળા ડાઘા, હાથના પંજા ઉપર લોહીના ડાઘા, બન્ને પગે ઢીંચણથી ઘુંટણ સુધી લાલ ચકામાવાળી મહિલાની લાશ પડી હતી. આ બનાવમાં મહિલાના દિયર ચંદ્રેશભાઈ રાવળે પોલીસને જણાવ્યુ હતું કે, તેના ભાભી જશીબેન રાવળ ઘર આગળ ચાના વાસણ ઘસતા હતા. જેઓ અચાનક ઉભા થતા ચક્કર આવતા નીચે પડી જતા સામાન્ય ઈજાઓ થઈ હતી. ર્ડા.ભરતભાઈ પટેલના દવાખાને લઈ જતા ર્ડાક્ટરે મૃત્યુ થયુ હોવાનું જણાવ્યુ હતું.
એલીગેશનનો ડર રાખ્યા વગર નિર્દોષો ખોટી રીતે ન ફસાય તે માટે
તાલુકા પી.આઈ. બી.એચ.રાઠોડની સરાહનીય કામગીરી
પહેલા ઝઘડા થતા હતા ત્યારે પોલીસ એક તરફે ફરિયાદ લેતી હતી. પરંતુ ખોટા એલીગેશનના કારણે જવાબ ન આપવા પડે તે માટે પોલીસ હવે બન્ને પક્ષે ફરિયાદ દાખલ કરે છે. ગુંજાના મહિલાના હત્યા કેસમાં મહિલાના પિતાએ બોથડ પદાર્થ મારી હત્યા કરનાર જમાઈ તેમજ મૃતક મહિલાના સાસુ-સસરા તથા દિયર વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા આગ્રહ રાખ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા પાછળ મહિલાનો પતિ જવાબદાર હોવાનુ ખુલ્યુ હતુ. હત્યા પાછળ મૃતક મહિલાના સાસુ-સસરા તથા દિયર સામેલ હોય તેવુ કોઈ કારણ નહી જણાતા પોલીસે તમામ નામ સાથેની ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યો હતો. મર્ડરના ગુનામાં પોલીસ ઉપર ખોટા આક્ષેપ થાય તેમ હોવા છતાં પી.આઈ. બી.એચ.રાઠોડે મર્ડર જેવા ગંભીર ગુનામાં નિર્દોષોના નામ ન આવી જાય તે માટે સરકારજ ફરિયાદી બને તેવો નિર્ણય કરી કેસની તપાસ કરતા પી.એસ.આઈ. ટી.બી.વાળાની ફરિયાદ આધારે હત્યા કરનાર પતિ વિરુધ્ધ ગુનો નોધી નિડરતા દાખવી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
તાલુકા પોલીસે પ્રથમ અકસ્માતે મૃત્યુની નોધ કરી કાર્યવાહી કરી હતી. પરંતુ મૃતક મહિલાના પિતાએ ખૂન થયુ હોવાનો આક્ષેપ કરતા જીણવટભરી તપાસ શરૂ કરી હતી. લાશ પી.એમ. માટે મોકલી આપતા પેનલ ર્ડાક્ટર ર્ડા.સી.જે.ભોજક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમતા તથા ર્ડા.ધવલ જે.માંડલીક મેડિકલ ઓફીસર સિવિલ હોસ્પિટલ વિસનગરે લેખીત રીપોર્ટ આપ્યો હતો કે, મૃતદેહનું બાહ્ય પરિક્ષણ કરતા મૃત્યુનું કારણ જાણી શકાય તેમ નથી. પી.એમ. ફોરેન્સીક વિભાગ બી.જે.મેડિકલ અમદાવાદ ખાતે કરવુ જરૂરી છે. વિસનગરના બે ર્ડાક્ટરોની ટીમ સાથે અમદાવાદ ફોરેન્સીક વિભાગમાં પી.એમ. કરાવતા આવેલા રીપોર્ટથી પોલીસ આવાક બની ગઈ હતી. પી.એમ.રીપોર્ટમાં મહિલાનુ મૃત્યુ બોથડ પદાર્થથી આડેધડ માર મારવાના કારણે હેમરેજ થવાથી થયુ હોવાનું જણાવ્યુ હતું.
મૃતક મહિલાના પિતા અમરતભાઈ લાલજીભાઈ રાવળે પોલીસ ફરિયાદ આપી હતી કે, તેના જમાઈ ભાવેશ રાવળને કોઈ સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી જશીબેન રાવળને છેલ્લા એક વર્ષથી ખોટી રીતે હેરાન કરી મારઝુડ કરતો હતો. જેમણે જમ બનેલો જમાઈ ભાવેશ રાવળ તથા મૃતક મહિલાના સાસુ-સસરા તથા દિયર વિરુધ્ધ ફરિયાદ આપવા આગ્રહ કર્યો હતો. પરંતુ પોલીસે મર્ડર જેવા ગંભીર ગુનામાં નિર્દોષના નામ ન લખવા જણાવતા અમરતભાઈ રાવળ ફરિયાદમાં સહી કર્યા વગર જતા રહ્યા હતા. ત્યારે પોલીસે જાતેજ ફરિયાદી બનવાનો નિર્ણય કરી કેસની તપાસ કરતા પી.એસ.આઈ. ટી.બી.વાળાની ફરિયાદ આધારે બોથડ પદાર્થથી માર મારી હત્યા કરનાર હત્યારો ભાવેશકુમાર ગાંડાલાલ રાવળ વિરુધ્ધ આઈ.પી.સી. ૩૦૨ મુજબ ગુનો દાખલ કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts