Select Page

ટ્રેક્ટર ખરીદવા ઉછીના લઈ બે વર્ષ બાદ અરજી કરી

ટ્રેક્ટર ખરીદવા ઉછીના લઈ બે વર્ષ બાદ અરજી કરી

વ્યાજખોરીના કેસમાં સુકા ભેગુ લીલુ બળવાનુ ચાલુ

  • યુવકને ગોઠવાની યુવતી બતાવી લગ્નનુ પ્રલોભન આપી પૈસા ઉછીના લીધા હતા

સરકાર દ્વારા જે કાયદા ઘડવામાં અ ાવે છે તેનો લોકહિત કરતા દુરઉપયોગ વધારે થાય છે. વ્યાજખોરોને શબક શીખવવા માટે અભિયાન ચાલ્યુ છે. તેમાં સુકા ભેગુ લીલુ બળવાનુ ચાલુ થઈ ગયુ છે. યુવકના લગ્નનુ પ્રલોભન આપી ટ્રેક્ટર ખરીદવા બે વર્ષ પહેલા ઉછીના પૈસા લીધા હતા. પૈસા પરત નહી આપતા એક વર્ષ પહેલા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો છે. તેમ છતા વ્યાજખોરીની અરજી કરવામાં આવતા પોલીસ સમાધાન માટે દબાણ કરતા ઉછીના પૈસા આપનાર લાચારી અનુુભવી રહ્યા છે.
દહેજધારા તથા એટ્રોસીટી એક્ટનો જે રીતે દુરઉપયોગ થઈ રહ્યો છે તેજ રીતે વ્યાજખોરી અભિયાનનો દુરઉપયોગ થઈ રહ્યો છે. વિસનગર ગોવિંદચકલા સોસાયટી વિસ્તારમાં રહેતા પટેલ સમાજના એક વ્યક્તિનો ગોઠવાના ઠાકોર સમાજના યુવાન સાથે પરિચય થયો હતો. પટેલ સમાજના આ વ્યક્તિ આર્થિક સધ્ધર નહી હોવાથી તેમના પુત્રના લગ્ન થતા નહોતા. ત્યારે ગોઠવાના યુવાને એક યુવતી બતાવી હતી. પસંદ હોય તો લગ્ન કરવા માટે પણ જણાવ્યુ હતુ. યુવતી બે વખત વિસનગર ઘરે આવી હતી. પુત્રના લગ્ન થશે તેવી પિતાની આશા બંધાઈ હતી.
આ પાટીદાર વ્યક્તિની લાચારીનો લાભ લઈ ગોઠવાના યુવાને ટ્રેક્ટર ખરીદવા માટે રૂા.૧,૭૫,૦૦૦/- ઉછીના માગ્યા હતા. જમીન વેચીને આ પૈસા પરત કરવા બાહેધરી આપી હતી. વિસનગરના આ પાટીદાર વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નહી હોવાથી રોકડની કોઈ વ્યવસ્થા નહોતી. માતાનુ મૃત્યુ થયુ હોવાથી પોસ્ટમાં પડેલા નાણાં ઉપાડી પુત્રના લગ્ન થશે તેવી લાલસાએ ગોઠવાના યુવાનને રૂા.૧.૭૫ લાખ ઉછીના આપ્યા હતા. જેની સામે યુવાનનો ચેક લીધો હતો.
નાણાં ઉછીના લીધા બાદ સમય જતા યુવાન ગુમ થઈ ગયો. વ્યાજ કે મુડી આપવામાં ગલ્લા તલ્લા શરૂ કર્યા. યુવતીનો લલચાવા અને ફોસલાવવા માટેજ ઉપયોગ કર્યા હોવાનો અનુભવ થયો. મુડી અને વ્યાજ સાથેનો ગોઠવાના યુવાને આવેલો ચેક બેંકમાં ભરતા પરત ફર્યો હતો. જેમાં એક વર્ષ અગાઉ ચેક રીટર્નનો કેસ કર્યો હતો. જે વિસનગર કોર્ટમાં ચાલી રહ્યો છે.
ભાજપ સરકાર દ્વારા વ્યાજખોરોને શબક શીખવવા અભિયાન ચલાવવામાં આવતા ગોઠવાના યુવાન દ્વારા ગોવિંદચકલાના પટેલ ઈસમે ખોટુ વ્યાજ લીધુ હોવાની વિસનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. પોલીસે સમાધાન કરવા દબાણ કરતા યુવાન હવે ગેરફાયદો ઉઠાવી રહ્યો છે. કરેલી અરજીના સમાધાન માટે ગોઠવાનો આ યુવાન રૂા.૧૫,૦૦૦ આપવા તૈયાર થયો છે. અને કોર્ટમાં કરેલો કેસ પાછો ખેચવા માટે પણ જણાવી રહ્યો છે. પોલીસ સ્ટેશને અરજી કરી યુવાને જણાવ્યુ છે કે વધારે વ્યાજ લેવામાં આવ્યુ છે. ત્યારે એક વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે કોર્ટમાં વધારે વ્યાજ લેતા હોવાનુ કેમ ન જણાવ્યુ? વાતચીતના બહાને પટેલ ઈસમનુ રેકોર્ડીંગ કરીને તેનો પણ દુરઉપયોગ કરાયો છે. વ્યાજખોરોને ડામવા માટે સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જે પોલીસે ધ્યાન રાખવુ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us