Select Page

વિશ્વ મહામારી સામે લડવા સૌથી પહેલા લોકોએ જાગૃત થવુ પડશે ખેરાલુને કોરોના સામે લડવા સ્વચ્છતા જરૂરી-પાલિકા પ્રમુખ

વિશ્વ મહામારી સામે લડવા સૌથી પહેલા લોકોએ જાગૃત થવુ પડશે ખેરાલુને કોરોના સામે લડવા સ્વચ્છતા જરૂરી-પાલિકા પ્રમુખ

વિશ્વ મહામારી સામે લડવા સૌથી પહેલા લોકોએ જાગૃત થવુ પડશે
ખેરાલુને કોરોના સામે લડવા સ્વચ્છતા જરૂરી-પાલિકા પ્રમુખ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા વિશ્વ મહામારી કોરોના સામે લડવા માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. ખેરાલુ શહેરના લોકો પણ જાગૃત થાય તે ખુબ જ જરૂરી છે. કોરોના વાયરસ સામે લડવા જેટલી જવાબદારી સરકારની છે.તેટલી જ જવાબદારી લોકોની પણ છે. સરકારી તંત્ર તો રોડ-રસ્તા કે મહોલ્લા સાફ રાખી શકે પરંતુ લોકોએ પોતાના ઘર કે પોતાના શરીરને સ્વચ્છ રાખવાની જવાબદારી તો નિભાવવી જ પડશે. આવા ઉમદા હેતુથી ખેરાલુ પાલિકા પ્રમુખ હીરાબેન ભગુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ હેમન્તભાઈ શુકલ, કારોબારી ચેરમેન જેઠાલાલ પ્રજાપતિ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કર અને પાલિકા સભ્યોની ટીમના સહયોગથી પાલિકા ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ અને સેનેટરી ઈન્સ્પેક્ટર અરૂણભાઈ ચૌધરી દ્વારા સફાઈ માટે અભુતપુર્વ આયોજન કરવામા આવ્યુ છે. ખેરાલુ પાલિકાના તમામ સફાઈ કામદારોને માસ્ક આપવામા આવ્યો છે તેમજ ખેરાલુના તમામ વિસ્તારોમાં પાઉડરનો છંટકાવ કરવાની શરુઆત કરાઈ છે.
ખેરાલુ પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર અરૂણભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે વિશ્વ મહામારી નોવેલ કોરોના વાયરસ(ર્ઝ્રેંૈંંડ્ઢ-૧૯) થી પ્રભાવીત થયેલ છે. જેના કારણે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે ત્યારે ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસને કારણે કે પછી કોઈપણ પ્રકારની બિમારીની કોઈપણ નાગરીકને તકલીફ ન પડે તે માટે ખેરાલુ પાલિકા વિસ્તારમાં તમામ જગ્યાઓ ઉપર સામુહિક સફાઈ કરી ગંદકી દુર કરવામાં આવી છે. નગરમાં તમામ સ્થળે મેલેથીયોન પાવડર, બેગોન બેઈટનો તેમજ ગટરના ગંદા પાણીમાં પાઈરેસીલ ઓઈલનો છંટકાવ કરવામા આવી રહ્યો છે. નાગરિકોને શરદી, ઉઘરસ તાવ જેવી બીમારી હોય તો સરકારી દવાખાનામાં તાત્કાલિક સારવાર લેવા પણ લોકોને જાગૃત કરવામા આવ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કરતા કર્મચારીઓને પણ કોરોના વાયરસ તેમજ અન્ય બિમારી સામે રક્ષણ આપવા માસ્ક પહેરીને સફાઈ કામગીરી કરવા સુચનાઓ અપાઈ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ગાઈડ લાઈન્સ પ્રમાણેની કામગીરી ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામા આવી છે. નગરમાં લોક જાગૃતિ માટે બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
ઉપરોક્ત સારી સારી વાતો વાંચ્યા પછી પાલિકાએ જાહેરમાં પાણી ઢોળતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કે શિક્ષાત્મક દંડ કરવા વિશે પણ વિચારવું જોઈએ કારણ કે પાલિકા ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ લોકો જાગ્રૃત થયા વગર બેફામ પાણીનો બગાડ કરી રહ્યા છે. રસ્તા ઉપર ઢોળાતા પાણી માટે પાલિકા કડક પગલા નહી ભરે તો ખેરાલુ શહેરના લોકોની આરોગ્ય સુખાકારી વધવાની નથી તે વાત નિશ્વિત છે. વોટ બેંકની રાજનીતી છોડી પાલિકાએ તમામ નગર જનોના ભલા માટે કડક પગલા ભરવા જ પડશે. જાહેરમાં થુંકનારને પ૦૦/- રૂા દંડ માટે બેનર લગાવ્યા છે પરંતુ કોઈને દંડ કર્યા નથી તે બાબતે યોગ્ય પગલા ભરાય તેની જવાબદારી પણ પાલિકા પ્રમુખની જ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us