Select Page

કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનનો અમલ કરવા પી.આઈ.પી.કે.પ્રજાપતિની અપીલ વિસનગરમાં એકજ અઠવાડીયામાં જાહેરનામા ભંગની ૨૦૦ ફરિયાદ

કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનનો અમલ કરવા પી.આઈ.પી.કે.પ્રજાપતિની અપીલ  વિસનગરમાં એકજ અઠવાડીયામાં જાહેરનામા ભંગની ૨૦૦ ફરિયાદ

કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનનો અમલ કરવા પી.આઈ.પી.કે.પ્રજાપતિની અપીલ
વિસનગરમાં એકજ અઠવાડીયામાં જાહેરનામા ભંગની ૨૦૦ ફરિયાદ
(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
વિસનગર પોલીસ દ્વારા કોરોના વાયરસનો શહેરમાં ચેપ ફેલાતો અટકાવવા માટે કડક કાર્યવાહી સાથે ખડેપગે સેવા આપવામાં આવી રહી છે. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે એકજ અઠવાડીયામાં ૨૦૦ ઉપરાંત્ત જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. પી.આઈ. પી.કે.પ્રજાપતિએ જાહેરનામાનો અમલ કરવા અને લોકડાઉનમાં ઘરમાં રહી કોરોના સંક્રમણ અટકાવવા અપીલ કરી છે.
કોરોના ચેપ સંપર્કથી ફેલાતો રોગ છે. જેથી એકજ સ્થળે ચારથી વધારે લોકોને ભેગા નહી થવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેમ છતાં કેટલાક દુકાનદારો તેનુ ધ્યાન નહી રાખતા તેમજ લોકડાઉન દરમ્યાન લોકો ટોળે વળી વાતો કરતા વિસનગર પી.આઈ.પી.કે.પ્રજાપતિ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે સુકા ભેગુ લીલુ પણ બળે તેમ કેટલાક નિર્દોષ પણ દંડાતા હશે પરંતુ પોલીસની લોકડાઉનમાં કડક કાર્યવાહી નહી હોય તો કોરોના ચેપનુ સંક્રમણ કોઈ અટકાવી શકશે નહી. આ મહામારીમાં પોલીસને સહકાર આપવો એ આપણા અને સમાજના હિતમાં છે. ગત અઠવાડીયામાં લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગની વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં ૨૦૦ ઉપરાંત્ત ફરિયાદો કરવામાં આવી છે.
જાહેરનામા ભંગની કઈ બાબતે કોના વિરુધ્ધ ફરિયાદ થઈ તે જોઈએ તો, સ્ટેશન ચક્કર પાસે ચામુંડા તેલ ઘાણીમાં ચારથી વધારે ભેગા થવા બદલ મોદી સુભાષભાઈ કાન્તીલાલ વિરુધ્ધ, ગંજબજારના નાકે પટેલ કાશીરામ નામની દુકાનમાં ગ્રાહકોનુ ટોળુ એકઠુ થવા બદલ પટેલ મુકેશકુમાર કાશીરામભાઈ, ગંજબજારના નાકે પ્રતાપ કિરાણા સ્ટોર નામની દુકાનમાં જાહેરનામાનો ભંગ થતા ચૌધરી પ્રતાપભાઈ મોતીભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ થઈ હતી. આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે ટોળુ વળી એકઠા થવા બદલ પટેલ દિનેશભાઈ રમણલાલ, સુથાર વિષ્ણુભાઈ પ્રહેલાદભાઈ, પંચાલ કિશોરકુમાર નરોત્તમભાઈ, દેણપ રોડ ઉપર ગોપાલ નમકીનની દુકાન ચાલુ રાખતા પટેલ ચેતનકુમાર અમરતલાલ, કાંસા રોડ ઉપર ખોડીયાર કિરાણા સ્ટોરની દુકાન ઉપર ચાર થી વધારે ભેગા થતા પટેલ રમેશભાઈ માધવલાલ વિરુધ્ધ, મેટ્રો મૉલ આગળ ટોળે વળતા નાયી મેહુલકુમાર હસમુખભાઈ, પટેલ દિનેશકુમાર મીઠાભાઈ, પટણી દરવાજા વિસ્તારમાં પટેલ ભાવિકુમાર ડાહ્યાલાલ, શેખ મહંમદમીયા શરીફમીયા, પટેલ દિપકકુમાર રાકેશભાઈ, દેણપ ત્રણ રસ્તા પાસે ચૌધરી સુરેશભાઈ વીરસંગભાઈ સરપંચ ગુંજા, કાળકા માતાના પરા પાસે સથવારા કૌશીકકુમાર દિનેશભાઈ, મારવાડી પૂનમચંદ નારાયણદાસ, સથવારા સેધાભાઈ દશરથભાઈ, ફતેહ દરવાજા પટેલ રાકેશકુમાર શંકરલાલ, પટેલ રાકેશકુમાર ગુણવંતભાઈ, વડનગરી દરવાજા પટેલ વિનોદકુમાર રામાભાઈ, પટેલ ભરતકુમાર મફતલાલ, સવાલા દરવાજા પંચાલ માર્કેટ કડીયા શૈલેષ બાબુભાઈ, કડીયા દેવાંગકુમાર અમરતલાલ, ફતેહ દરવાજા પટેલ જનકકુમાર ચંદુભાઈ, પટેલ લવકુમાર નરેન્દ્રભાઈ, નવાવાસ મેમણ ફજલ મોહસીનભાઈ અબ્દુલરસુલ, મેમણ વારીસ અહેમદભાઈ, શેખ સીરાજ અનવરભાઈ, ગોવિંદચકલા ગોવિંદભાઈ કેશવલાલ પટેલ, મહેન્દ્રભાઈ કાન્તીલાલ પટેલ, ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ, મેઈન બજાર શેખ રફીકભાઈ રસુલભાઈ ફુટવેરની દુકાન ખોલતા, કાંસા પ્રથમ બસ સ્ટેન્ડ ભરતભાઈ ભગવાનભાઈ દરજી, સેધાભાઈ પોપટભાઈ નાયી, રાજેન્દ્રભાઈ શંકરલાલ નાયી, કાંસા બીજુ બસ સ્ટેન્ડ કાન્તીલાલ શંકરલાલ પટેલ, બબલુભાઈ મહેન્દ્રભાઈ રાજપૂત, કરણકુમાર વિઠ્ઠલભાઈ પટેલ, ભાનુસીંગ રામબાબુ કોળી, દિપરા દરવાજા પટેલ સંજયકુમાર બાબુલાલ, પટેલ કનુભાઈ ઈશ્વરલાલ, મિતેષકુમાર કાન્તીલાલ પટેલ, રણજીતકુમાર રામાભાઈ પટેલ, ગેલેક્સી વિલા મહેસાણા રોડ કિરણચંદ્ર હરિભાઈ પટેલ, પ્રવિણભાઈ આત્મારામ પટેલ, ઘાઘરેટ ગામ અલકેશ રમેશભાઈ પટેલ, રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટ દિનેશપુરી રમેશપુરી ગોસ્વામી, ચંદ્રવિરસિંહ શંકરસિંહ રાજપૂત, દયાશંકર ખરભંગ ગૌર, ગેલેક્સી વિલા વિષ્ણુભાઈ નારાયણભાઈ પટેલ, બાબુભાઈ ચેલદાસ પટેલ, લાલ દરવાજા અનમોલ ઈંડાવાળાની દુકાને ઈંડાનો વેપાર કરતા શેખ ઈમ્તીયાઝ હુસેનભાઈ, માયાબજાર શુભમ પાન પાર્લર ચાલુ કરતા ઠાકોર જીગરજી કાન્તીજી, મેઈન બજાર મેમણ મહંમદસોહીલ ફજલમહંમદ, મનસુરી ફૈસલભાઈ મુનીરભાઈ, વિજયપરા રાજેશ્વરી સ્વિટમાર્ટની દુકાન ચાલુ કરતા પટેલ બાબુભાઈ રમણલાલ, પાલડી જય કિસાન સોસાયટીના નાકે ચૌધરી વિનોદકુમાર કેશવલાલ, ચૌધરી રણછોડભાઈ લવજીભાઈ, કાંસા રામાપીર મંદિર નજીક પટેલ જય ડાહ્યાભાઈ, પટેલ વિધુ જીતેન્દ્રભાઈ, સવાલા દરવાજા ઘર આગળ માટલાની દુકાન ખુલ્લી રાખતા પ્રજાપતિ જીતેન્દ્ર શીવરામભાઈ, પ્રજાપતિ કાન્તીલાલ મંગળદાસ, સવાલા દરવાજા ભગવતી મસાલાની દુકાન ખુલ્લી રાખતા મોદી અમીતકુમાર વિષ્ણુભાઈ, ત્રણ દરવાજા ટાવરની અંદર દુકાન ખુલ્લી રાખતા પટેલ કમલેશકુમાર બાબુલાલ, સવાલા દરવાજા પટેલ શૈલેષકુમાર ગોવિંદભાઈ, તપોવન સોસાયટી પટેલ ભાવેશકુમાર પ્રહેલાદભાઈ, પટેલ જયકુમાર દશરથભાઈ, કાંસા પરામાં પટેલ દેવાંગ અનીલકુમાર, પટેલ ધૃવ ભરતકુમાર, કમાણા ચાર રસ્તા મહેબુબભાઈ હબીબભાઈ મોમીન, આબીદઅલી ગુલામભાઈ મોમીન, સંતોષનગર કિશનકુમાર મુકેશભાઈ પટેલ, હિતેષ પરષોત્તમભાઈ પટેલ, કાંસા ચાર રસ્તા પટેલ સ્નેહલ સી
રીશકુમાર, રાવળ પોપટભાઈ સોમાભાઈ, અંબર સિનેમા પંચાલ દિપકકુમાર ડાહ્યાલાલ, પંચાલ તરૂણકુમાર નરેશભાઈ, કડા રોડ કૃષ્ણનગર પટેલ રાહુલકુમાર જયંતિલાલ, પટેલ રસીકભાઈ ચમનલાલ, કાંસા ચાર રસ્તા પટેલ દિપકકુમાર ચંદુભાઈ, ઝાલા અજીતસિંહ દોલતસિંહ, મહેસાણા રોડ રાજેન્દ્ર સોસાયટી નાકે ફુલેશ્વરી કિરાણા સ્ટોર પટેલ બીપીનભાઈ ફુલચંદભાઈ, પુર્વજ કિરાણા સ્ટોર મોદી સુરેશભાઈ ચંદુલાલ, આગણવિલા સોસાયટી પટેલ જીજ્ઞેશભાઈ ગણપતલાલ, સોની મીહીરકુમાર નવીનભાઈ, પટેલ નવીનભાઈ વિશ્વરામ, પટેલ જયમીનકુમાર રસીકભાઈ, પટેલ નિતેશકુમાર વિશ્રામભાઈ, પટેલ વિપુલકુમાર ખોડાભાઈ, પટેલ દિનેશકુમાર હરગોવનભાઈ, પટેલ વિમલકુમાર ગોપાળભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts