Select Page

વિસનગર તાલુકાના સરપંચોની રૂા.૪.૭૧ લાખની રાહતફંડમાં સહાય

વિસનગર તાલુકાના સરપંચોની રૂા.૪.૭૧ લાખની રાહતફંડમાં સહાય

ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અપીલ અને ટીડીઓ બી.એસ.સથવારાના સરાહનીય પ્રયન્તોથી

વિસનગર તાલુકાના સરપંચોની રૂા.૪.૭૧ લાખની રાહતફંડમાં સહાય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચોએ કોરોના મહામારીમાં મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય કરી અન્ય તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચોને નવો રાહ ચીન્ધ્યો છે. પી.એમ. અને સી.એમ.રાહત ફંડમાં સહાય કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં સરપંચો દ્વારા વધારેમાં વધારે સહાય આપવામાં આવે તે માટે ટીડીઓ બી.એસ.સથવારાએ સરાહનીય પ્રયત્નો કર્યા હતા અને વિસનગર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ગામીએ તમામ સરપંચોનો સંપર્ક કર્યો હતો. જે પ્રયત્નોના પરિણામે તાલુકાના ૬૬ ગ્રામ પંચાયતોના સરપંચોએ ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરતા કુલ રૂા.૪,૭૧,૯૦૦/- પી.એમ. તથા સી.એમ. રાહતફંડમાં જમા કરવામાં આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ ફંડ આપ્યુ હોય તેવો સમગ્ર ગુજરાતમાં પ્રથમ દાખલો હશે. જેનુ શ્રેય ટીડીઓને જાય છે. ટીડીઓ બી.એસ.સથવારા તથા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ગામી દ્વારા રાહત ફંડમાં સહાયનો ચેક ધારાસભ્ય ઋષિભાઈ પટેલને આપવામાં આવ્યો હતો. ભાલકના સરપંચ યુનુસખાન પઠાણ દ્વારા સૌથી વધુ રૂા.૨૨,૦૦૧/- રાહત ફંડમાં આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસની મહામારીમાં સરકારને મદદરૂપ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી હતી. જે અપીલના પગલે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તાલુકામાંથી વધારેમાં વધારે ફંડ પી.એમ. અને સી.એમ.રાહતફંડમાં જાય તે માટે હાકલ કરી હતી. જેમાં ટીડીઓ બી.એસ.સથવારા તથા તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતના તમામ સરપંચો રાહતફંડમાં રકમ જમા કરાવે તે માટે સરાહનીય પ્રયત્નો હાથ ધર્યા હતા. કઈ ગ્રામ પંચાયતના કયા સરપંચશ્રીએ કેટલા રૂપિયા રાહતફંડમાં આપ્યા તે જોઈએ તો, ભાલક – યુનુસખાન ઈબ્રાહિમખાન પઠાણ ૨૨,૦૦૧, બોકરવાડા – બીપીનચંદ્ર સી.પટેલ ૨૧,૦૦૦, દેણપ – મહેન્દ્રભાઈ પી.પટેલ ૨૧,૦૦૦, કડા – કનુભાઈ એલ.પટેલ ૨૧,૦૦૦, કાંસા એન.એ. – અમીષાબેન આર.પરમાર ૨૧,૦૦૦, ગુંજા – સુરેશભાઈ વી.ચૌધરી ૨૧,૦૦૦, કાંસા – ભરતભાઈ આર.પટેલ ૨૧,૦૦૦, કમાણા – વિઠ્ઠલભાઈ ટી.પટેલ ૧૫,૦૦૦, બાસણા – વિજયકુમાર બી.ચૌધરી ૧૧,૦૦૦, ગણેશપુરા(ત) – પ્રહલાદભાઈ એસ.પટેલ ૧૧,૦૦૦, રંગાકુઈ – અશ્મિતાબેન બી.ચૌધરી ૧૧,૦૦૦, ઉદલપુર – જસીબેન આઈ.ઠાકોર ૧૧,૦૦૦, ઘાઘરેટ – રાજેશપુરી એસ.બાવા ૧૧,૦૦૦, ગોઠવા – મહેશજી એસ.ઠાકોર ૧૧,૦૦૦, બાજીપુરા – મનુભાઈ કાનજીદાસ પટેલ ૧૦,૦૦૦, ભાન્ડુ – વિનુજી પોપટજી ઠાકોર ૧૦,૦૦૦, કુવાસણા – વિરુબેન આર.પટેલ ૧૦,૦૦૦, સાતુસણા – સીતાબેન મહેન્દ્રભાઈ પટેલ ૧૦,૦૦૦, પુરણપુરા – જ્યોત્સનાબેન કમલેશભાઈ પટેલ ૧૦,૦૦૦, રામપુરા(કાંસા) – સુમિત્રાબેન ભરતભાઈ પટેલ ૧૦,૦૦૦, રામપુરા(લા) – સુરેખાબેન ડી.પટેલ ૧૦,૦૦૦, છોગાળા – કૈલાસબેન આઈ.રબારી ૫,૦૦૦, ચિત્રોડીપુરા – કનુભાઈ કે.ચૌધરી ૫,૦૦૦, ધામણવા – મનુભાઈ કે.પટેલ ૫,૦૦૦, ધારૂસણા – ગીતાબેન એમ.રબારી ૫,૦૦૦, ગણપતપુરા – દિવાનજી ડી.ઠાકોર ૫,૦૦૦, ગુંજાળા – માનસંગભાઈ આર.ચૌધરી ૫,૦૦૦, ઈયાસરા – હરીજી એમ.ઠાકોર ૫,૦૦૦, જેતલવાસણા – દશરથભાઈ પી.પટેલ ૫,૦૦૦, કામલપુર(ખ) – લક્ષ્મણજી એમ.ઠાકોર ૫,૦૦૦, કંસારાકુઈ – અંબારામ એન.પટેલ ૫,૦૦૦, મગરોડા – આશાબેન એન.ચૌધરી ૫,૦૦૦, મહમદપુર – ભીખીબેન બી.ઠાકોર ૫,૦૦૦, રાજગઢ – લક્ષ્મીબેન બી.ઠાકોર ૫,૦૦૦, રાવળાપુરા – તખીબેન એસ.ચૌધરી ૫,૦૦૦, સદુથલા – સોનલબેન વી.પટેલ ૫,૦૦૦, સવાલા ફીરદોસ્તબીબી ઈકબાલહુસેન પઠાણ ૫,૦૦૦, સેવાલીયા – ચેતનાબેન કીર્તિભાઈ પટેલ ૫,૦૦૦, તરભ – ભારતીબેન આર.ઠાકોર – ૫,૦૦૦, થુમથલ – નિકીતાબેન એમ.રબારી ૫,૦૦૦, વડુ – કમુબેન ગોવિંદજી ઠાકોર ૫,૦૦૦, વિષ્ણુપુરા(ખ) – લખીબેન બાબુજી ઠાકોર ૫,૦૦૦, દઢિયાળ – શંકરભાઈ વી.ચૌધરી ૫,૦૦૦, કિયાદર – ભરતભાઈ એચ.ચૌધરી ૫,૦૦૦, કાજીઅલિયાસણા – યોગેશકુમાર પી.ચૌધરી ૫,૦૦૦, પાલડી – દયાબેન નાથુભાઈ ચૌધરી ૫,૦૦૦, ખદલપુર – રમેશજી ડી.ઠાકોર ૫,૦૦૦, , થલોટા – બેનિબેન નરસંગજી ઠાકોર ૫,૦૦૦, વાલમ – ભાવનાબેન એ.પરમાર ૫,૦૦૦, પુદગામ – અંબાબેન કે.ઠાકોર ૪,૫૦૦, હસનપુર – વસંતભાઈ કે.પટેલ ૪,૦૦૦, ચિત્રોડા(મોટા) – રશ્મિતાબેન જે.ચૌધરી ૩,૧૦૦, ખંડોસણ – માધુભાઈ બી.ચૌધરી ૩,૧૦૦, બાકરપુર – પન્નાબેન કે.વણકર ૨,૫૦૦, કંકુપુરા(ગો) – મહેન્દ્રસિંહ આર.ઠાકોર ૨,૫૦૦, ખરવડા – કાળીદાસ જે.લેઉઆ ૨,૧૦૦, રંડાલા – મંજુલાબેન પી.ઠાકોર ૨,૧૦૦, બેચરપુરા – વિષ્ણુભાઈ જે.પટેલ ૨,૦૦૦, ગણેશપુરા(પુ) રમીલાબેન સી.સથવારા ૨,૦૦૦, લાછડી – લાલાજી બી.ઠાકોર ૨,૦૦૦, રાલીસણા – ભોગીલાલ વી.વણકર ૨,૦૦૦, રંગપુર(ખે) – સુરેખાબેન બી.પટેલ ૨,૦૦૦, લક્ષ્મીપુરા(ભા) – મંજુલાબેન આઈ.પટેલ ૨,૦૦૦, ઉમતા – શર્મિષ્ઠાબેન બી.પટેલ ૨,૦૦૦, સુંશી – તેજલબા જગજીતસિંહ રાજપૂત ૨,૦૦૦ ફાળો આપેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us