Select Page

ભાજપની સરકાર પાણી માટે ટટળાવે છે-મુકેશભાઈ દેસાઈ

ભાજપની સરકાર પાણી માટે ટટળાવે છે-મુકેશભાઈ દેસાઈ

ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતોને

ભાજપની સરકાર પાણી માટે ટટળાવે છે-મુકેશભાઈ દેસાઈ

વડનગરના તળાવો ભરવા માટે મફત પાણી જ્યારે ખેરાલુના તળાવો ભરવા સરકાર દરરોજ ૧૪ હજાર રૂપિયા ભરવા પડે છે. આ ક્યાનો ન્યાય?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ-સતલાસણા તાલુકાના ૨૫ ગામોને ધરોઈ સિંચાઈ યોજનામાં સમાવેશ કરવા માટે ભાજપની સરકારને રસ નથી. પરંતુ ધરોઈના ઈજનેરો પણ ખેડુતોના સાચા પ્રશ્નોને યોગ્ય જગ્યાએ પહોંચાડતા નથી. ખેરાલુૃ- સતલાસણા તાલુકાના ખેડુતોને સિંચાઈનું પાણી ન મળતા હિજરત કરવી પડે તેવી સ્થિતી છે. ત્યારે સરકારી તંત્ર અને ભાજપના પદાધિકારીઓએ પ્રજાને મરવાના વાંકે છોડી દીધી છે. છેલ્લા બે અઠવાડીયાથી પ્રચાર સાપ્તાહિક ખેડુતોના પ્રશ્ને વાચા આપે છે. ત્યારે ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ પણ હવે સરકાર સામે ખેડુતોના સહયોગમાં આવી ગયા છે.
મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, ૨૦૦૨ના વર્ષમાં હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચુંટણી દરમ્યાન ખેરાલુ વૃંદાવન ચોકડી અને સતલાસણાની જાહેર સભામાં જણાવ્યુ હતું કે, હું ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ છલોછલ ભરી દઈશ. દર વખતની ચુંટણીમાં ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવના નામે મત લઈ ગયા છે. આ વિસ્તારના ભોળા ખેડુતો નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો રાખી મત આપતા ગયા છે. છતાં બંન્ને તળાવો છલકાયા નથી. ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવએ ભાજપ માટે મત બેન્કની જીવાદોરી છે. જ્યારે ચુંટણી આવે એટલે આ મુદ્દાને આગળ કરીને પાણી છોડીને મત લીધા છે. તાલુકા/ જીલ્લા પંચાયત કે ધારાસભા/ લોકસભાની ચુંટણી તાકડે સુજલામ સુફલામ પાઈપ લાઈનમાંથી પાણી છોડવામાં આવે છે. અને ચુંટણી પતે તે દિવસે પાણી બંધ કરવામાં આવે છે.
ખેરાલુ- સતલાસણા તાલુકાના ખેડુતો જાણે સરકારને આ યોજન પોસાતી નથી. લીફ્ટ કરી પાણી નાંખવામાં ચુંટણી તાકડેજ સરકારને પોસાય છે. ચુંટણી પત્યા પછી સરકારને આ યોજના મોંઘી લાગે છે. ઈજનેરો જણાવે છે કે, આટલી મોંઘી યોજનાથી પાણી સિંચાઈ માટે આપી શકાય નહીં. હાલ લીફ્ટ કરીને પાણી આપવા માટે ૧ લીટર પાણી રૂા.૪/-માં પડે છે. ખેડૂતોને તો ચાર પૈસાનું પાણી પણ ખેતી માટે પોસાય તેમ નથી. આ તમામ બાબતો સરકાર જાણે છે. આ વિસ્તારના ભોળા ખેડુતોને ભોળવીને તુટક તુટક પાણી આપીને વોટ લેવા માટે છેતરવામાં આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી પાણી માટે રાજકારણ ચાલે છે. પરંતુ આ પ્રશ્નનો કાયમી નિકાલ થતો નથી. કરોડો રૂપિયાની પાઈપલાઈનો નંખાય છે. ખેડુતોને લાગે કે પાણી નંખાશે તેવી આશાએ ભાજપને વોટ મળે છે. વાસ્તવમાં આ યોજના પીવાના પાણી માટે છે. સરકારે સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ કરેલુ છે કે, આ પાણી પીવા માટે આપવાના છીએ. સુપ્રિમ કોર્ટ જાણે છે સાચા અર્થમાં પાણી આપવુ હોય તો ગ્રેવીટીથી પાણી આપવા કેનાલો બનાવવી જોઈએ. જ્યારે ધરોઈનું ૪૫ ટકા પાણી અમદાવાદમાં અપાતુ હતું. જે ફાજલ થતા વોટર બજેટીંગમાં કહેવાતા ભાજપના નેતાઓ પદાધિકારીઓ યોગ્ય રજુઆતો ન કરતા ફાજલ પાણી વિજાપુર, માણસા, મહેસાણા અને ઉંઝા સુધી પહોંચી ગયુ ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવા ઘાટ ઘડાયો હતો.
ખેરાલુ શહેરના તળાવો ભરવા માટે ખેડુતોએ દરરોજ ૧૪ હજાર રૂપિયા જમા કરાવી લીફ્ટ કરાવી ચિમનાબાઈ સરોવરમાં પાણી નંખાયુ છે. તે પાણી માટે ખેડુતો ઘેર ઘેર જઈ ઉઘરાણી કરી નાણાં પાલિકામાં ભર્યા અને પાલિકાએ સિંચાઈ વિભાગમાં ભર્યા છે. તાત્કાલિક ધોરણે મફતમાં પાણીથી તળાવો ભરવા મુકેશભાઈ દેસાઈએ સરકારને વિનંતી કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us