Select Page

એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નૂતન હોસ્પિટલમાં રૂા.૫૦ લાખના ખર્ચે કોવીડ ટેસ્ટ લેબ શરૂ થશે

એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નૂતન હોસ્પિટલમાં રૂા.૫૦ લાખના ખર્ચે કોવીડ ટેસ્ટ લેબ શરૂ થશે

એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી
નૂતન હોસ્પિટલમાં રૂા.૫૦ લાખના ખર્ચે કોવીડ ટેસ્ટ લેબ શરૂ થશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં વિસનગર પંથક માટે રાહતના સમાચાર છેકે, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નૂતન હોસ્પિટલમાં રૂા.૫૦ લાખના ખર્ચે કોરોના ટેસ્ટ લેબ ટુંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કોરોના ટેસ્ટ માટે માનસીક તણાવ વચ્ચે મહેસાણા જવુ પડતુ હતુ. જેમાં અડધો દિવસ બગડતો હતો. ત્યારે પંથકના લોકોની આરોગ્યની સતત ચીંતા કરતા પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી કોરોના ટેસ્ટ લેબ શરૂ થશે ત્યારે લોકોને ઘર આંગણે સેમ્પલની સેવા મળશે.
જૂન અને જુલાઈ માસમાં દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ નોધાવાની સંભાવના છે. જેને પહોચી વળવા માટે સરકાર દ્વારા વધારેમાં વધારે ટેસ્ટ થાય અને સારવાર માટે બેડની સુવિધા મળે તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિસનગર પંથકમાં જેમના પણ કોરોના સેમ્પલ લેવાયા તે તમામને મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં જવુ પડ્યુ છે. જ્યા સમગ્ર જીલ્લામાંથી આવેલા લોકોની વચ્ચે ભીડભાડમાં અડધો દિવસનો સમય થાય ત્યારે સેમ્પલની કાર્યવાહી પૂર્ણ થતી હતી. ત્યારે વિસનગર પંથક માટે રાહતના સમાચાર છેકે એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી નૂતન મેડિકલ કોલેજની નૂતન જનરલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ ટેસ્ટ લેબ ટુંક સમયમાં શરૂ થઈ રહી છે.
આ બાબતે પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ છેકે, જૂન માસના અંત સુધીમાં લેબ શરૂ થઈ જશે. એઈમ્સ જોધપુરના અન્ડરમાં મળેલી મેમ્બરશીપમાં લેબની મંજુરી મળી છે. જોધપુર એઈમ્સના માર્ગદર્શન તથા ગાઈડલાઈન પ્રમાણે લેબ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લેબોરેટરી માટેનુ ફર્નિચર તથા અન્ય તૈયારીઓ તો અગાઉથી કરી દીધી છે. લેબ માટેના ઈક્વીપમેન્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે સાધનો અઠવાડીયામાં આવી જશે. કોવીડ ૧૯ લેબ માટેનો સમગ્ર સ્ટાફ નૂતન સાયંસ કોલેજ અને મેડિકલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કંઈ રીતે સેમ્પલ લેવા તેનો ટ્રેનીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. લગભગ રૂા.૫૦ લાખના ખર્ચે કોવીડ-૧૯ માટેની લેબ તૈયાર થશે. મહત્વની બાબત છેકે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતી લેબ પાછળ રૂા.૧ કરોડ જેટલો ખર્ચ થાય છે. જ્યારે પ્રકાશભાઈ પટેલની આવડત અને અનુભવ આધારે નૂતન હોસ્પિટલમાં રૂા.૫૦ લાખમાં કોવીડ-૧૯ લેબ શરૂ થશે.
એક વાત ચોક્કસ છેકે, વિસનગર સિવિલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ લેબની સુવિધા ક્યારેય ઉભી થવાની નહોતી. આતો પંથકનુ સદનસીબ છેકે, પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી મેડિકલ કોલેજની મંજુરી મળી અને આ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સંસ્થા ખર્ચ કરવા માટે તૈયાર થતા કોવીડ-૧૯ લેબની મંજુરી મળી છે. આવી મહામારીમાં વિસનગરમાં કોવીડ-૧૯ ની લેબ શરૂ થાય એ બહુ મોટી સિધ્ધિ કહી શકાય. નૂતન હોસ્પિટલમાં કોવીડ-૧૯ ટેસ્ટ લેબ શરૂ થતા હવે પંથકના લોકોને ઘર આંગણે કોરોના સેમ્પલની સુવિધા મળશે. કોરોનાના નામથીજ લોકો માનસીક તણાવ અનુભવતા હોય છે. એવામાં સેમ્પલ માટે જે લોકો મહેસાણા ગયા છે તેમને ખબર છેકે કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. લોકોને ઘર આંગણેજ સારામાં સારી તબીબી સેવા મળી રહે તેવા હેતુથી પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી માતબર રકમના ખર્ચે નૂતન હોસ્પિટલમાં કોવીડ-૧૯ ની લેબ શરૂ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us