Select Page

પ્રચારની આગાહી સાચી ઠરી-વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી બહારથી જરૂર આવશે કોરોના પોઝીટીવના ૭ કેસ પાછળ બહારગામથી અવર જવરની હીસ્ટ્રી

પ્રચારની આગાહી સાચી ઠરી-વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી બહારથી જરૂર આવશે કોરોના પોઝીટીવના ૭ કેસ પાછળ બહારગામથી અવર જવરની હીસ્ટ્રી

પ્રચારની આગાહી સાચી ઠરી-વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી બહારથી જરૂર આવશે
કોરોના પોઝીટીવના ૭ કેસ પાછળ બહારગામથી અવર જવરની હીસ્ટ્રી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સંતોષનગર સોસાયટીમાં કોરોના સંક્રમણના વધુ બે પોઝીટીવ કેસ નોધાતા લોકો કોરોના ડરથી ગભરાટ અનુભવી રહ્યા છે. પરંતુ કોરોનાથી ડરવાનુ નથી, સાવચેત રહેવાનુ છે. વિસનગરમાં પોઝીટીવ ૭ કેસમાં એક સમાનતા એ છેકે તમામ કેસની પાછળ બહારગામથી અવરજવરની હીસ્ટ્રી છે. સોસાયટી, મહોલ્લા કે ઘરમાં બહારગામથી અવરજવર કરતુ હોય ત્યાં ખાસ સાવચેતી રાખવામાં આવે તો વિસનગરમાં કોરોનાનુ કોમ્યુનીટી સ્પ્રેડીંગ થતુ અટકી જશે.
વિસનગરમાં આરાધના કર્મભૂમિ અને ત્યારબાદ સંતોષનગર સોસાયટીમાં કોરોના પોઝીટીવ કેસ નોધાતા આ સમગ્ર વિસ્તાર કોરોના હોટસ્પોટ વિસ્તાર બની ગયો છે. સંતોષનગરમાં રહેતા બાદલ ઈન્ડસ્ટ્રીઝવાળા મહેન્દ્રભાઈ ચીમનભાઈ શાહ ઉં.વ.૬૪ તથા તેમના પત્ની પ્રવિણાબેન મહેન્દ્રભાઈ શાહ ઉં.વ.૬૨ ને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા બન્નેને વડનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને પતિ-પત્ની કોરોના સંક્રમણનો ભોગ ક્યાંથી બન્યા તેની હીસ્ટ્રીમાં તેમનો પુત્ર અમદાવાદ ફેક્ટરીમાં અવરજવર કરતો હોવાથી સંક્રમણનો ભોગ બન્યો હોય અને જેના દ્વારા વૃધ્ધ માતા પિતા સંક્રમીત થયા હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. કારણકે વિસનગરમાં કોમ્યુનીટી સ્પ્રીડીંગ નથી એટલે બહારથીજ કોરોના આવ્યો હોવો જોઈએ. તા.૭-૬-૨૦૨૦ ને રવિવારના બપોરે કોરોના પોઝીટીવ જાહેર થતાની સાથેજ આરોગ્ય વિભાગના ર્ડા.આર.ડી.પટેલ અને તેમની ટીમ સ્થળ ઉપર પહોચી પોઝીટીવના પરિવારના અન્ય સભ્યોની તથા આસપાસના વિસ્તારમાં સર્વે કર્યુ હતુ. પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તથા પાલિકા ટીમ સ્થળ ઉપર પહોચી સમગ્ર વિસ્તાર સેનેટાઈઝ કર્યો હતો. પી.આઈ.પી.કે. પ્રજાપતિ પોલીસ સ્ટાફ સાથે પહોચી કન્ટેન્મેન્ટની કામગીરી શરૂ કરી હતી.
પ્રચાર સાપ્તાહિકના તા.૨૦-૪-૨૦૨૦ ના અંકમાં હેડલાઈન હતી કે, વિસનગરમાં કોરોનાનો એકપણ કેસ નહી-બહારથી જરૂર આવશે. પ્રચારની આ આગાહી અક્ષરસહ સાચી પડી રહી છે. વિસનગરમાં જેટલા પણ કોરોના પોઝીટીવ કેસ નોધાયા તેની પાછળની હીસ્ટ્રી પોઝીટીવના ઘરમાં બહારગામથી આવ્યા હોવાની અથવા બહારગામથી અવરજવરની હીસ્ટ્રી છે. સ્વરાજ સોસાયટીના પોઝીટીવ કેસમાં મહિલાના પતિ મહેસાણા અપડાઉન કરે છે. જેમાં મહિલાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો. રંગપુર ગામના પોઝીટીવ મહિલા અમદાવાદના હોટસ્પોટ રામોલ વસ્ત્રાલથી આવ્યા હતા. તરભના પોઝીટીવ કેસમાં વ્યક્તિ અમદાવાદના હોટસ્પોટ હાટકેશ્વર વિસ્તારમાંથી આવ્યા હતા.
વિસનગરમાં આરાધના સોસાયટી પોઝીટીવ મહિલાની હીસ્ટ્રીમાં થરાદ લોકાચાર ગયા હતા. જે સોસાયટીની બાજુમાં કર્મભૂમી સોસાયટીના પોઝીટીવ કેસમાં ઈન્સ્યુરન્સ કંપનીના કામે અમદાવાદ અવરજવર હતી. જ્યારે સંતોષનગરના બે પોઝીટીવ કેસમાં પોઝીટીવ પતિ-પત્નીના પુત્રની અમદાવાદ ફેક્ટરીના કામે અવરજવર હતી.
આમ વિસનગર શહેરના પાંચ અને તાલુકાના બે કોરોના પોઝીટીવમાં સંક્રમણ ક્યાંથી થયુ તેની હીસ્ટ્રી જોતા તમામ કેસમાં કાતો બહારગામથી આવ્યા હોય અથવા પોઝીટીવના ઘરમાં કોઈ વ્યક્તિની બહારગામ અવરજવર હોય. વિસનગરમાં હજુ લોકલ સંક્રમણ શરૂ થયુ નથી. બહારગામથી અવરજવર કરતો વ્યક્તિ તથા આવા વ્યક્તિનો પરિવાર સાવચેતી રાખે તો વિસનગરમાં લોકલ સંક્રમણનો કેસ ક્યારેય નહી નોધાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us