૬૫ વર્ષ પછી આવેલો તીડનો પ્રકોપ માનવ સર્જીત ષડયંત્ર હોઈ શકે છે
તંત્રી સ્થાનેથી
૬૫ વર્ષ પછી આવેલો તીડનો પ્રકોપ માનવ સર્જીત ષડયંત્ર હોઈ શકે છે
છ દાયકા કરતાં વધારે સમય પછી તીડનો પ્રકોપ બે બે વખત જોવા મળ્યો છે. તીડ ખેડૂતોને પાયમાલ કરી નાંખે છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશની આબાદીનો મોટો ભાગ ખેતી સાથે જોડાયેલો છે. ખેડૂત સધ્ધર તો દેશ સધ્ધર. ખેડૂતની સધ્ધરતા દેશના અર્થતંત્ર સાથે જોડાયેલી છે. છેલ્લા કેટલાક સમયથી પાડોશી દેશો ચાયના અને પાકિસ્તાન દ્વારા વિશ્વમાં પ્રથમ કક્ષા પૈકીના દેશોની બરાબરી કરવા જઈ રહેલ ભારત દેશના અર્થતંત્રને નબળુ પાડી દેશને આગળ વધતો અટકાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખના વક્તવ્ય અનુસાર કોરોના વાયરસ આવ્યો નથી, તેને લાવવામાંં આવ્યો છે. અને તે મોટા દેશો ભારત અને અમેરીકાના અર્થતંત્રને ખોખલુ કરવાના પ્રયત્નો છે. અમેરીકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની વાત સાથે સંમત થઈએ તો ભારત ઉપર આવતા તીડના ટોળા પણ માનવ સર્જીત પ્રયત્ન હોઈ શકે છે. ભારત દેશમાં તીડનો પ્રકોપ ૬૫ વર્ષ પહેલા જોવાયો હતો. અત્યારે ૭૦ થી ૭૫ વર્ષના બુઝુર્ગ ખેડૂતને પુછવામાં આવે કે તમે તીડ ક્યારે જોયા તો તે જણાવે છેકે અમે ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરના હતા ત્યારે ખેતરમાં તીડ બેસી ન જાય તે માટે થાળી વગાડવા માટે ગયા હતા. આ કથનો કહી જાય છે કે તીડનો પ્રકોપ ૬૦ થી ૬૫ વર્ષ પહેલા હતો તો આટલા વર્ષ પછી આ પ્રકોપ આવ્યો કઈ રીતે? તે શોધખોળનો વિષય છે. તીડના ટોળા અફઘાનિસ્તાન અને ર્ઁંદ્ભ બાજુથી આવે છે. જો કે તીડ હવા હોય તે બાજુ જ જાય છે. પણ હવામાન ખાતુ જાણી શકે છે કે કયા સમયે કઈ બાજુ પવન વાશે(જશે). તીડ એ અળશીયા જેવી પ્રજાતિ નથી કે તે ઉનાળો આવે અને અળશીયું જમીનમાં ઉતરી જાય અને ચોમાસુ આવે ત્યારે બહાર આવે. રાયડાની સીઝન આવે એટલે રાયડામાં મસી ઉત્પન્ન થાય અને રાયડો કપાય એટલે મસી ઉડે. આ કુદરતના ક્રમ પ્રમાણે છે. પણ તીડની જાતી પાંસઠ વર્ષ સુધી દેખાય નહિ અને ત્યારબાદ દેખાય એટલે એવું માની શકાય કે ભારતના ખેડૂતોને પાયમાલ કરી ભારતનું અર્થતંત્ર ખોખલુ કરી નાંખવા માટે તીડ ઉત્પન્ન તો થયા નથી પણ તેને ઉત્પન્ન કરવામાં આવ્યા હોય. ર્ઁંદ્ભ માં જંગલો છે. આ જંગલોમાં તીડની પ્રજાતિની ઉત્પત્તિ કરવામાં આવતી હોય. તીડની ઉત્પત્તિ કરવાની પાકિસ્તાનની આવડત નથી પણ પાકિસ્તાનના મિત્ર દેશ ચાયના પાસે આ ટેકનીક હોઈ શકે છે. તે ટેકનીકો અજમાવી તીડની ઉત્પત્તિ કરવામાં આવતી હોય. અને જે વખતે ભારત બાજુ હવા હોય તે વખતે આ તીડને ઉડાડી ભારત મોકલવામાં આવતા હોય. તીડનો હુમલો એવા સમયે આવે છે કે જ્યારે ભારતના દેશના ખેડૂતોની ખેતપેદાશ તૈયાર થઈ ગઈ હોય. જે ખેતરમાં તીડ બેસે ત્યાં કશુ બચે નહિ. તીડનો હુમલો એ આતંકવાદી પ્રવૃત્તિ જેવો જ એક માનવ સર્જીત પ્રકોપ છે. જેથી તંત્રએ હવે આ બાબતે જાગૃત રહેવું પડશે. જેવા તીડ સરહદ ઉપર દેખાય તેવા જ તેનો નાશ થાય તેવી ટેકનીક બનાવવી પડશે. આ એક તંત્રીની ધારણા છે. જે સાચી હોવાની પૂરેપૂરી શક્યતા છે. નાના અખબારનો અવાજ એક બાળકના અવાજ સરખો છે. પણ આ અવાજ કેન્દ્ર સુધી પહોચે તો તે વિશે તંત્ર તપાસ કરી વિચારે તો કંઈ ખોટું નથી.